Zechariah 11:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે જુઓ, હું આ દેશમાં એવો પાળક ઊભો કરીશ કે તે નાશ પામનારાં ઘેટાંની સંભાળ નહિ લે. તે આડે માર્ગે ચાલનારાઓને શોધશે નહિ, કે અપંગને સાજાં કરશે નહિ. તે નીરોગીને પણ ખાવાનું ચારશે નહિ, પણ ચરબી યુક્ત ઘેટાંનું માંસ ખાશે અને તેમની ખરીઓ ફાડી નાખશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં મારા ટોળા પર ઘેટાંપાળક મૂક્યો છે. પણ વિનાશના જોખમમાં આવેલાં ઘેટાંને તે મદદ કરતો નથી; ખોવાયેલાંને તે શોધતો નથી, ઇજા પામેલાને આરોગ્ય પમાડતો નથી અથવા જે પુષ્ટ છે તેને ચારતો નથી. એને બદલે, એ સૌથી માતેલાં ઘેટાંનું માંસ ખાય છે અને તેમની ખરીઓ ચીરી નાખે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે, જો, હું દેશમાં એવો એક પાળક ઊભો કરીશ કે જે નાશ પામનારાઓની ખબર નહિ લે, ને વિખેરાઈ ગયેલાઓની શોધ નહિ કરે, ને ઘાયલ થયેલાઓને સાજા નહિ કરે. તેમ જ તે નીરોગીને પણ ચારશે નહિ, પણ તે પુષ્ટનું માંસ ખાશે, ને તેમની ખરીઓ ચીરીને ફાડચાં કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મને કહ્યું, “આ વખતે હું આ ઢોરના ટોળાઓને એવો પાળક આપીશ કે જે ખોવાયેલાઓને શોધશે નહિ, ઘેટાંઓની સંભાળ રાખશે નહિ, માંદા થયેલાઓને સાજા કરશે નહિ, કે પુષ્ટોને ખાવાનું આપશે નહિ, પરંતુ ચરબી યુકતોને તે પૂરેપૂરા ખાઇ જશે.”