Zechariah 11:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
(તેઓના ખરીદનારા તેમની કતલ કરે છે અને પોતાને શિક્ષાપાત્ર ગણતા નથી, તેઓના વેચનારા કહે છે કે, યહોવાહને પ્રશંસિત હો કે અમે શ્રીમંત છીએ' તેઓના પોતાના પાળકો તેઓના પર દયા રાખતા નથી.)
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના માલિકો તેમને મારી નાખે છે અને છતાં તેમને શિક્ષા થતી નથી. તેઓ તેમનું માંસ વેચે છે અને કહે છે, ‘પ્રભુની સ્તુતિ થાઓ! આપણે ધનવાન છીએ!’ ઘેટાંના પાળકોને તેમના પર કંઈ દયા નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓના માલિકો તો તેમને કતલ કરે છે, તેમ છતાં પોતાને દોષિત ગણતા નથી. તેઓના વેચનારાઓ [માંનો દરેક] કહે છે કે, ‘યહોવાને ધન્ય હો કે, હું શ્રીમંત છું.’ અને તેઓના પોતાના પાળકો તેમના પર દયા રાખતા નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓના નેતાઓ ઘેટાંને ખરીદનારા વેપારી જેવા છે, તેમના વધ કરે છે અને છતાં તેમને દોષિત હોવાની લાગણી થતી નથી, અને તેને વેચનારા કહે છે કે, ‘યહોવાનો આભાર હું ધનવાન બન્યો,’ તેમના પોતાના ભરવાડો પણ તેમના પર દયા બતાવતા નથી.”