Zechariah 11:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ કહે છે, હવે હું પણ દેશના રહેવાસીઓ પર દયા રાખીશ નહિ." જો, હું તેઓમાં સંઘર્ષ પેદા કરીશ, કે દરેક માણસ પોતાના પાળકના હાથમાં અને પોતાના રાજાના હાથમાં પડશે, તેઓ દેશનો નાશ કરશે, હું યહૂદિયાને તેઓના હાથમાંથી છોડાવીશ નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(પ્રભુએ કહ્યું, “હું પૃથ્વી પર કોઈના પર દયા દાખવીશ નહિ. હું પોતે લોકોને તેમના શાસકોની સત્તા નીચે મૂકીશ. આ શાસકો પૃથ્વીને ખેદાનમેદાન કરી નાખશે, અને હું તેને તેમની સત્તાથી બચાવીશ નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા કહે છે, “હું હવે પછી દેશના રહેવાસીઓ પર દયા રાખીશ નહિ; પણ હું સર્વ મનુષ્યોને પોતપોતાના પડોશીના હાથમાં તથા પોતાના રાજાના હાથમાં સોંપીશ; અને તેઓ દેશનો નાશ કરશે, ને તેઓના હાથમાંથી હું તેમને છોડાવીશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “હું પણ તેઓને દયા દાખવીશ નહિ, હું તેઓને તેઓના પોતાના દુષ્ટ આગેવાનોના ફંદામાં પડવા દઇશ, અને મરવા દઇશ. તેઓ તેમની જમીનને અરણ્યમાં ફેરવી નાખશે અને હું તે જમીનનું તેઓથી રક્ષણ કરીશ નહિ.”