Zechariah 11:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે કતલ થઈ જતા ટોળાનું, કંગાલ ઘેટાંનું મેં પાલન કર્યું છે. મેં બે લાકડી લીધી. એકનું નામ મેં "કરુણા" પાડ્યું અને બીજીનું નામ "એકતા" રાખ્યું. અને મેં ટોળાનું પાલન કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઘેટાંની લે-વેચ કરનારાઓએ મને ભાડૂતી માણસ તરીકે રાખ્યો અને હું ક્તલ થવાનાં ઘેટાંનો પાળક બન્યો. મેં બે લાકડી લીધી: એકને મેં ‘સદ્ભાવના’ કહી અને બીજીને ‘એક્તા’ કહી. હું ઘેટાંની સંભાળ લેતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે કતલ થઈ જતા ટોળાનું, ટોળામાંના ખરેખર કંગાલ [ઘેટાં] નું, મેં પાલન કર્યું. મેં મારે માટે બે લાકડીઓ લીધી. મેં તેમાંની એકનું નામ કરુણા પાડયું, ને બીજીનું નામ મેં ઐક્ય પાડયું; અને મેં ટોળાનું પાલન કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘેટાંના વેપારીઓએ મને મજૂરીએ રાખ્યો. વધ થનારા ઘેટાઁઓના ટોળાને હું ચરાવવા લાગ્યો. મેં બે લાકડી લીધી. એકનું નામ મેં “કૃપા” પાડ્યું અને બીજીનું નામ “એકતા” પાડ્યું, અને ઘેટાંઓના ટોળાને ચરાવવાનું શરૂ કર્યું.