Zechariah 12:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"જુઓ, હું યરુશાલેમને તેની આસપાસના સર્વ લોકોને લથડિયાં ખવડાવનાર પ્યાલારૂપ કરીશ, યરુશાલેમના ઘેરાની જેમ યહૂદિયાના એવા જ હાલ હવાલ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે કહે છે, “હું યરુશાલેમને લથડિયાં ખવડાવનાર દ્રાક્ષાસવના પ્યાલા જેવું કરીશ; તેની આસપાસની પ્રજાઓ એ પીને પીધેલાની માફક લથડિયાં ખાતી થશે. તેઓ યરુશાલેમને ઘેરો ઘાલે ત્યારે યહૂદિયામાં બીજાં નગરો પણ ઘેરાવમાં આવી જશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“જુઓ, હું યરુશાલેમને આસપાસના સર્વ લોકોને લથડિયાં ખવડાવનાર પ્યાલારૂપ કરીશ, ને યરુશાલેમના ઘેરામાં યહૂદિયાના પણ એ જ હાલ થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું યરૂશાલેમને પડોશી પ્રજાઓ માટે કેફી પ્યાલા જેવો બનાવીશ કે જે નગર પર હુમલો કરશે, તેઓ પણ યહૂદિયા પર હુમલો કરશે. તેઓ યહૂદિયાને પણ ઘેરો ઘાલશે.