Zechariah 12:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસે એવું થશે કે હું યરુશાલેમને સર્વ લોકોને માટે તે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ. જે કોઈ તેને ઉપાડશે તે પોતે ઘાયલ થશે. પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તેની વિરુદ્ધ એકઠી થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ એ સમય આવે ત્યારે, હું યરુશાલેમને ભારે પથ્થર જેવું બનાવી દઈશ. એને ઉપાડવા જનાર કોઈ પણ પ્રજા નુક્સાન પામશે. દુનિયાની સઘળી પ્રજાઓ તેના પર આક્રમણ કરવા પોતાનાં સૈન્યો એકઠાં કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દિવસે હું યરુશાલેમ સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ; જે તેનો ભાર પોતાના પર લેશે તેઓ સર્વ સખત રીતે ઘાયલ થશે; અને પૃથ્વીની સર્વ પ્રજાઓ યરુશાલેમની વિરુદ્ધ એકત્ર થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસે હું યરૂશાલેમને બધી પ્રજાઓ માટે ભારે શિલારૂપ બનાવી દઇશ. જે કોઇ તેને ઉપાડવા જશે તે ભયંકર રીતે ઘવાશે. પૃથ્વી ઉપરની બધી પ્રજાઓ ભેગી થઇને તેનો સામનો કરશે.