Zechariah 12:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ પહેલાં યહૂદિયાના તંબુઓને બચાવશે, જેથી દાઉદના ઘરનો આદર તથા યરુશાલેમમાં રહેનારાઓનો આદર યહૂદિયા કરતાં વધી ન જાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું પ્રભુ, યહૂદિયાનાં સૈન્યોને પ્રથમ વિજય અપાવીશ, તેથી દાવિદના વંશજો કે યરુશાલેમના રહેવાસીઓને બાકીના યહૂદિયા કરતાં વિશેષ માન મળશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા યહૂદિયાના તંબુઓને પણ પ્રથમ ઉગારશે, જેથી દાઉદના વંશજોનો વૈભવ તથા યરુશાલેમના રહેવાસીઓનો વૈભવ યહૂદિયાના કરતાં વધી ન જાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા, પહેલાં યહૂદિયાના ગામોને વિજયી બનાવશે, તે બતાવવા કે દાઉદનું કુળ અને યરૂશાલેમ યહૂદિયાના બીજા લોકો કરતા ચડિયાતા નથી.