Zechariah 14:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસે તેમના પગ યરુશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે. જૈતૂન પર્વત પૂર્વ તથા પશ્ચિમ વચ્ચે અડધો અડધ વિભાજિત થઈ જશે અને બહુ મોટી ખીણ થઈ જશે, અડધો પર્વત ઉત્તર તરફ અને બાકીનો અડધો દક્ષિણ તરફ પાછો જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે વખતે તે યરુશાલેમની પૂર્વ તરફ ઓલિવ પર્વત પર ઊભા રહેશે, ત્યારે ઓલિવ પર્વતના પૂર્વ-પશ્ર્વિમ બે ભાગ થઇ જશે અને એથી મોટી ખીણ બની જશે. અડધો પર્વત ઉત્તર તરફ અને અડધો પર્વત દક્ષિણ તરફ ખસી જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દિવસે તેમના પગ યરુશાલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતૂન પર્વત પર ઊભા રહેશે, ને જૈતૂન પર્વત વચ્ચોવચથી પૂર્વ તરફ ને પશ્ચિમ તરફ ફાટશે, જેથી બહુ મોટી ખીણ થઈ જશે; અડધો પર્વત ઉત્તર તરફ ને અડધો દક્ષિણ તરફ ખસી જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસે યહોવા યરૂશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે, પછી એ જૈતૂન પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી બે ભાગમાં વહેચાંઇ જશે, અને વચ્ચે એક મોટી ખીણ થઇ જશે, અડધો પર્વત ઉત્તર તરફ હઠી જશે અને બાકીનો અડધો દક્ષિણ તરફ.