Zechariah 3:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રમુખ યાજક યહોશુઆને યહોવાહના દૂત આગળ ઊભો રહેલો અને તેને જમણે હાથે તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાનને ઊભો રહેલો તેણે મને દેખાડ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી એક બીજા સંદર્શનમાં પ્રભુએ મને પ્રભુના દૂત સમક્ષ પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને ઊભો રહેલો દેખાડયો અને ત્યાં યહોશુઆની પાસે તેના પર દોષ મૂકવા માટે શેતાન ઊભો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દૂત આગળ ઊભો રહેલો, અને તેને જમણે હાથે તેના વૈરી તરીકે શેતાનને ઊભો રહેલો તેણે મને દેખાડયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ દેવદૂતે મને પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દેવદૂત પાસે ઊભેલો બતાવ્યો, અને તેની જમણી બાજુએ તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાન ઊભો હતો.