Zechariah 3:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે જે પથ્થર મેં યહોશુઆ આગળ મૂક્યો છે તે જુઓ. આ એક પથ્થરને સાત આંખ છે, સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, હું તેના પર કોતરણી કરીશ, 'આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું યહોશુઆની સમક્ષ સાત પાસાવાળો એક પથ્થર મૂકું છું. હું તેના પર એક લેખ કોતરીશ અને એક જ દિવસમાં હું આ દેશનો અપરાધ દૂર કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે, જે શિલા મેં યહોશુઆ આગળ મૂકી છે, તે જુઓ. એક શિલાને સાત આંખ છે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, ‘જુઓ, હું તેના પર કોતરણી કોતરીશ, ને હું તે દેશનો અન્યાય એક દિવસમાં નિવારીશ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું. તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ. આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.”