Zechariah 5:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તેણે મને કહ્યું, "આ તો આખા દેશની સપાટી પર આવનાર શાપ છે, તેના કહ્યા પ્રમાણે ચોરી કરનાર દરેકનો નાશ કરવામાં આવશે, ખોટા સમ ખાનાર દરેક માણસને તેના કહ્યા પ્રમાણે નાશ કરવામાં આવશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે મને કહ્યું, “તેમાં તો સમસ્ત દેશ પર ઊતરનાર શાપ લખેલો છે. ઓળિયાની એક બાજુએ એવું લખ્યું છે કે દેશમાંથી પ્રત્યેક ચોરને હાંકી કાઢવામાં આવશે, જ્યારે તેની બીજી બાજુએ એવું લખ્યું છે કે સોગન ખાઈને જૂઠું બોલનાર પ્રત્યેકને દૂર કરાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેણે મને કહ્યું, “એ તો આખા દેશ પર ફરી વળનારો શાપ છે. કેમ કે ચોરી કરનાર દરેક માણસને તે મુજબ અહીંથી ઝાટકી કાઢવામાં આવશે. અને [જૂઠા] સોગંદ ખાનાર દરેક માણસને તે પ્રમાણે અહીંથી ઝાટકી કાઢવામાં આવશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે તેણે મને કહ્યું, “આ ઓળિયું સમગ્ર દેશ પર આવનાર દેવના શાપના શબ્દોનું પ્રતિક છે. એમાં લખ્યા મુજબ ચોરી કરનાર અને ખોટા સમ ખાનાર એકેએક જણને હવે હાંકી કાઢવામાં આવશે.”