Zechariah 6:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દૂરથી માણસો આવીને યહોવાહનું સભાસ્થાન બાંધશે, ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે; જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ ખંતથી સાંભળશો તો આ બધું ફળીભૂત થશે."'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દૂરદૂર વસતા લોકો આવીને પ્રભુનું મંદિર બાંધશે. જ્યારે તે બંધાઈ જાય ત્યારે તમે જાણશો કે પ્રભુએ મને મોકલ્યો છે. તમે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓ સંપૂર્ણપણે પાળશો તો એ બધું પરિપૂર્ણ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓ ઘણે દૂર છે તેઓ આવીને યહોવાના મંદિરમાં બાંધકામ કરશે, ત્યારે તમે જાણશો કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશો તો [એ] ફળીભૂત થશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દૂરદૂરથી માણસો આવીને યહોવાનું મંદિર બાંધવામાં મદદ કરશે, અને ત્યારે તમને ખાતરી થશે કે સૈન્યોનો દેવ યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું પાલન કરશો તો આ બધું સાચું પડશે.