Zechariah 7:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે જે પ્રજાઓને તેઓ જાણતા નથી તેઓમાં હું તેઓને વંટોળિયાની સાથે વેરવિખેર કરી નાખીશ, તેઓના ગયા પછી દેશ એવો ઉજ્જડ થઈ ગયો કે તે દેશમાં થઈને કોઈ જતું આવતું નહોતું, કેમ કે તેઓએ આ રળિયામણા દેશને ઉજ્જડ કરી મૂક્યો હતો.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક ઝંઝાવાતની જેમ મેં તેમને વિદેશોમાં વસવા મોકલી દીધા અને આ ફળદ્રુપ દેશ ઉજ્જડ અને નિર્જન પડયો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જે સર્વ પ્રજાઓથી તેઓ અજાણ્યા છે, તેઓમાં હું તેમને વંટોળિયાથી વિખેરી નાખીશ. એમ તેમના [ગયા] પછી દેશ એવો ઉજ્જડ થઈ ગયો કે કોઈ પણ માણસ તેમાં થઈને જતુંઆવતું નહોતું, કેમ કે તેઓએ એ રળિયામણા દેશને ઉજ્જડ કરી મૂકયો હતો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને મેં તેમને વંટોળિયાની જેમ અજ્ઞાત પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યાં. તેમના પાપે તેઓ જે ભૂમિ છોડીને ગયા હતા તે ઉજ્જડ થઇ ગઇ, ત્યાં કોઇની અવરજવર ન રહી. એ રમણીય પ્રદેશ વેરાન થઇ ગયો.”