Zechariah 8:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહૂદિયાના વંશજો તથા ઇઝરાયલના વંશજો, તમે જેવી રીતે પ્રજાઓમાં શાપરૂપ હતા, પણ તેવી રીતે તમે આશીર્વાદરૂપ થશો અને હું તમારો ઉદ્ધાર કરીશ. ભયભીત ન થાઓ, પણ તમારા હાથ બળવાન થાઓ.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે યહૂદિયા અને ઇઝરાયલના લોકો, ભૂતકાળમાં વિદેશીઓ એકબીજાને આ રીતે શાપ આપતા, ‘યહૂદિયા અને ઇઝરાયલ પર ઊતરી એવી જ આફત તારા પર ઊતરો!’ પણ હું તમને બચાવી લઈશ, અને ત્યારે વિદેશીઓ એકબીજાને કહેશે, ‘તારા પર યહૂદિયા અને ઇઝરાયલના જેવી આશિષ ઊતરો!’ તેથી હિંમત પકડો, અને ગભરાઓ નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને, હે યહૂદાના વંશજો તથા ઈઝરાયલના વંશજો, જેટલે દરજ્જે તમે અન્ય પ્રજાઓમાં શાપરૂપ હતા, તેટલે દરજ્જે હું તમારો ઉદ્ધાર કરીશ, ને તમે આશીર્વાદરૂપ થશો. બીઓ નહિ, તમારા હાથ બળવાન થાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહૂદિયા અને ઇસ્રાએલના વંશજો અત્યાર સુધી વિદેશી પ્રજાઓ શાપ દેવા માટે તમારા નામનો ઉપયોગ કરતી હતી, પણ હવે હું તમને ઉગારી લઇશ, અને તમારા નામ આશીર્વાદ આપવામાં વપરાશે. ડરશો નહિ. હિંમત રાખો.”