Zechariah 9:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે મેં મારા માટે યહૂદારૂપી ધનુષ્ય નમાવ્યું છે. મેં એફ્રાઇમરૂપી બાણ ધનુષ્ય પર મૂક્યું છે. હે સિયોન, હું તારા દીકરાઓને, હે ગ્રીસ, તારા દીકરાઓને તારી વિરુદ્ધ જાગૃત કરીશ, હું તને યોદ્ધાની તલવારરૂપ કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું યહૂદિયાના સૈનિકનો ધનુષ્યની જેમ અને ઇઝરાયલનો તીરોની જેમ ઉપયોગ કરીશ. ગ્રીસના લોકો સામેની લડાઈમાં હું સિયોનના માણસોનો તલવારની જેમ ઉપયોગ કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે મેં મારે માટે યહૂદા [રૂપી ધનુષ્ય] નમાવ્યું છે, મેં એફ્રાઈમ [રૂપી બાણ] ધનુષ્ય પર મૂકયું છે. અને, હે સિયોન, હું તારા પુત્રોને [ઉશ્કેરીશ], હે ગ્રીસ, તારા પુત્રોની વિરુદ્ધ [તેઓને] ઉશ્કેરીશ, [હે સિયોન,] હું તને યોદ્ધાની તરવારરૂપ કરીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગ્રીસના લશ્કર સામે લડવા માટે યહૂદિયા મારું ધનુષ થશે, ઇસ્રાએલ મારું તીર થશે અને સિયોન પુત્રો મારી વીંઝાતી તરવાર થશે.”