Zephaniah 2:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે શરમ વગરની પ્રજા, તમે સાથે મળી એકત્ર થાઓ-
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઓ બેશરમ લોકો, એકત્ર થાઓ. પવનથી ઊડી જતાં ફોતરાંની જેમ તમને હાંકી કાઢવામાં આવે તે પહેલાં, પ્રભુનો કોપાગ્નિ તમારા પર આવી પડે તે પહેલાં એટલે પ્રભુના રોષનો દિવસ આવી લાગે તે પહેલાં એકત્ર થાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે બેશરમ પ્રજા, હુકમનો અમલ થઈ જાય, તમે ઊડી જતા ભૂસાના જેવા થઈ જાઓ, યહોવાનો સખત ક્રોધ તમારા પર આવે, યહોવાના કોપનો દિવસ તમારા પર આવી પડે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઓ શરમ વગરના લોકો! તમે સાથે મળી ભેગા થાઓ.