Zephaniah 2:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"મોઆબનાં લોકોએ મહેણાં માર્યા છે અને આમ્મોન લોકોએ નિંદા કરી છે. તેઓએ મારા લોકોને મહેણાં માર્યાં, નિંદા કરી અને તેઓની સરહદો પચાવી પાડી તે મેં સાંભળ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સર્વસમર્થ પ્રભુ કહે છે, “મોઆબના લોકોએ મારા લોકને મહેણાં માર્યાં છે; આમ્મોનના લોકોએ તેમની નિંદા કરી છે, અને બળજબરીપૂર્વક તેમનો મુલક પચાવી પાડીશું એવી બડાશ મારી છે. મેં એ બધું સાંભળ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[પ્રભુ કહે છે,] “મોઆબ [ના રહેવાસીઓએ] મારા લોકોને મહેણાં માર્યાં છે તથા આમ્મોનીઓએ નિંદા કરીને મહેણાં માર્યાં છે, ને તેમની સીમા દબાવીને તેઓએ પોતા [ના મુલક] નો વિસ્તાર વધાર્યો છે, એ બાબતો મેં સાંભળી છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “મોઆબે કરેલી નિંદા અને આમ્મોનીઓએ મારી પ્રજાના કરેલા અપમાન મેં સાંભળ્યાં છે. તથા તેની ભૂમિ તેઓએ પચાવી પાડવાની કોશિષ કરી છે.