Zephaniah 3:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો! તે સમયે હું તારા બધા જુલમગારોની ખબર લઈશ. હું અપંગને બચાવીશ. જેઓને કાઢી મૂકવામાં આવી છે તેઓનેે એકત્ર કરીશ; આખી પૃથ્વીમાં જ્યાં તેઓ શરમજનક બન્યા છે ત્યાં હું તેઓને પ્રશંસનીય કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એવો સમય આવે છે, જ્યારે હું તારા પર જુલમ ગુજારનારાને શિક્ષા કરીશ. હું સર્વ અપંગોને છોડાવીશ અને તેમને દેશનિકાલીમાંથી વતનમાં લાવીશ. હું તેમની શરમને કીર્તિમાં ફેરવી દઈશ અને આખી દુનિયા તેમની પ્રશંસા કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, જેઓ તને દુ:ખ દે છે તે સર્વની ખબર હું તે સમયે લઈશ. અને જે લંગડાય છે તેને હુમ બચાવીશ, ને જેને હાંકી કાઢવામાં આવી છે તેને હું પાછી લાવીશ. આખી પૃથ્વી પર જેઓની ઈજ્જત [ગઈ છે], તેઓને હું પ્રશંસનીય તથા નામીચા કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સમયે જેઓએ તમારા ઉપર જુલમ કર્યો છે, તેઓ સાથે હું સખતાઇથી વર્તીશ. હું નબળાં અને લાચાર લોકોનું રક્ષણ કરીશ. હું જેઓને હાંકી કાઢવામાં આવ્યાં હતાં તેઓને પાછા લાવીશ. જેઓની મશ્કરીઓ અને તિરસ્કાર થયો હતો તેઓને હું આખી દુનિયામાં યશ અને કીર્તિ મેળવી આપીશ.