bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
1 Chronicles 21
1 Chronicles 21
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 20
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 22 →
1
ઇઝરાયલીઓને રંજાડવાના હેતુસર શેતાને દાવિદને ઇઝરાયલીઓની વસ્તી ગણતરી કરવા ઉશ્કેર્યો.
2
દાવિદે યોઆબ અને બીજા લશ્કરી અમલદારોને હુકમ આપ્યો, “જાઓ, બેરશેબાથી દાન લગી આખા ઇઝરાયલની વસ્તી ગણતરી કરો અને પછી મને તેમની જનસંખ્યા જણાવો.”
3
યોઆબે કહ્યું, “અત્યારે ઇઝરાયલીઓની જેટલી સંખ્યા છે તે કરતાં પ્રભુ તેમને સોગણા વધારો! હે રાજા, મારા માલિક, એ સૌ તમારી જ પ્રજા છે. આપ આવું કરીને સમગ્ર ઇઝરાયલીઓ પર દોષ લાવવા માગો છો?”
4
તોપણ યોઆબે રાજાનો હુકમ માનવો પડયો. યોઆબ ઉપડયો અને આખા ઇઝરાયલમાં ફરીને યરુશાલેમ પાછો આવ્યો.
5
તેણે દાવિદ રાજાને લડવૈયા પુરુષોની ગણતરીની કુલ સંખ્યા જણાવી: ઇઝરાયલમાં તરવાર ચલાવી શકે એવા કુલ અગિયાર લાખ પુરુષો હતા; તો યહૂદિયામાં એવા ચાર લાખ સિત્તેર હજાર હતા.
6
યોઆબને રાજાના હુકમ પ્રત્યે અણગમો હોવાથી તેણે લેવી અને બિન્યામીનના કુળને ગણતરીમાં લીધાં નહોતાં.
7
એ કાર્યથી નારાજ થઈને ઈશ્વર ઇઝરાયલ પર શિક્ષા લાવ્યા.
8
દાવિદે ઈશ્વરને કહ્યું, “આ કૃત્ય કરીને મેં ભયંકર પાપ કર્યું છે; પણ તમારા સેવક પર કૃપા કરી તેનો દોષ દૂર કરો; કારણ, મેં મોટી મૂર્ખાઈ કરી છે.”
9
ત્યારે પ્રભુએ દાવિદના દષ્ટા ગાદને કહ્યું,
10
દાવિદને જઈને કહે કે હું તને ત્રણ વિકલ્પ આપું છું. તેમાંથી તને યોગ્ય લાગે તે પસંદ કર, એટલે હું તે પ્રમાણે કરીશ.”
11
તેથી ગાદે દાવિદ પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘તારે શું પસંદ કરવું છે?
12
ત્રણ વર્ષ સુધી દુકાળ પડે, ત્રણ મહિના સુધી દુશ્મનો તરવાર લઈને તમારો પીછો કરી તમને રંજાડે કે ત્રણ દિવસ સુધી પ્રભુ તમારા પર તલવાર લઈ ત્રાટકે અને તમારા દેશમાં રોગચાળો મોકલે અને પ્રભુનો દૂત આખા ઇઝરાયલમાં વિનાશ ફેલાવે?’ પ્રભુને મારે શો જવાબ આપવો?”
13
દાવિદે ગાદને કહ્યું, “હું અત્યંત વિકટ સ્થિતિમાં મૂકાઈ ગયો છું! પણ મારે માણસને હાથે શિક્ષા વહોરવી નથી. પ્રભુ પોતે જ શિક્ષા કરે; કારણ, તે દયાળુ છે.”
14
તેથી પ્રભુએ ઇઝરાયલી લોકો પર રોગચાળો મોકલ્યો અને સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.
15
તેમણે યરુશાલેમનો નાશ કરવા દૂત મોકલ્યો. દૂત વિનાશ કરતો હતો ત્યારે એ જોઈને પ્રભુને અનુકંપા ઊપજી. લોકોનો વિનાશ કરતા દૂતને તેમણે કહ્યું, “બસ હવે, એ વિનાશ બંધ કર.” એ વખતે પ્રભુનો દૂત યબૂસી ઓર્નાનના ખળા પાસે ઊભો હતો.
16
દાવિદે નજર ઊંચી કરીને જોયું તો પ્રભુનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઊભો હતો; તેના હાથમાં યરુશાલેમ પર ઉગામેલી ઉઘાડી તલવાર હતી. હવે દાવિદે અને લોકોના આગેવાનોએ અળસીરેસાનાં વસ્ત્ર પહેરેલાં હતાં. તેમણે પ્રભુના દૂતને ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા.
17
દાવિદે પ્રાર્થના કરી, “હે ઈશ્વર, પાપ અને ભયાનક દુષ્ટતા તો મેં આચરી છે. વસ્તી ગણતરી તો મેં કરાવી છે. પણ આ લોકો તો ઘેટાં જેવા છે. બિચારા એમણે શું કર્યું છે? હે પ્રભુ, મારા ઈશ્વર, મને અને મારા કુટુંબને સજા કરો, પણ આ લોકોને રોગચાળામાંથી ઉગારો.”
18
ત્યારે પ્રભુના દૂતે ગાદને આજ્ઞા આપી કે દાવિદને કહે કે ઓર્નાનના ખળામાં જઈને ઈશ્વર યાહવેને નામે યજ્ઞવેદી બાંધે.
19
પ્રભુને નામે ગાદે જે કહ્યું તેને આધીન થઈને દાવિદ ઉપડયો.
20
ઓર્નાન અને તેના ચાર પુત્રો ખળામાં ઘઉં ઝૂડતા હતા. તેમણે દૂતને જોયો એટલે દોડીને સંતાઈ ગયા.
21
દાવિદ રાજાને આવતો જોઈને ઓર્નાન તરત જ ખળામાંથી બહાર આવ્યો અને ભૂમિ પર શિર ટેકવીને રાજાને પ્રણામ કર્યા.
22
દાવિદે તેને કહ્યું, “તારું આ ખળું મને વેચાતું આપ; જેથી લોકોમાં રોગચાળો અટકાવવા હું પ્રભુને માટે વેદી બાધું. હું તને તેની પૂરેપૂરી કિંમત આપીશ.”
23
ઓર્નાને કહ્યું, “હે રાજા, મારા માલિક, આપ તે લઈ લો અને તમને ગમે તે કરો. વેદી પર દહનબલિ કરવા માટે આ બળદો છે, અને આ ઝૂડવાંનાં પાટિયાં બળતણ તરીકે વાપરો અને ધાન્યઅર્પણ માટે આ ઘઉં છે. હું તમને એ બધું આપું છું.”
24
પણ દાવિદ રાજાએ કહ્યું, “ના, ના, હું તો પૂરેપૂરી કિંમત આપીશ. જે તારી માલિકીનું છે અને જેની મેં કંઈ જ કિંમત ચૂકવી નથી એનું હું પ્રભુને અર્પણ ચઢાવીશ નહિ.”
25
તેણે ઓર્નાનને ખળા માટે સોનાના છસો સિક્કા આપ્યા.
26
ત્યાં તેણે પ્રભુને નામે વેદી બાંધી અને દહનબલિ તથા સંગતબલિ ચઢાવ્યા. તેણે પ્રાર્થના કરી એટલે પ્રભુએ વેદી પરનાં અર્પણો પર અગ્નિ મોકલીને તેને ઉત્તર આપ્યો.
27
પ્રભુએ દૂતને આજ્ઞા કરી એટલે તેણે પોતાની તલવાર મ્યાન કરી.
28
એ જોઈને દાવિદને થયું કે પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી છે. તેથી તેણે આર્નોનના ખળામાંની વેદી પર અર્પણો ચઢાવ્યાં.
29
એ સમયે મોશેએ વેરાન- પ્રદેશમાં બનાવેલો મુલાકાતમંડપ અને યજ્ઞવેદી ગિબ્યોનમાં ભજનના ઉચ્ચસ્થાનમાં હતાં;
30
પણ દાવિદ ઈશ્વરનું ભજન કરવા ત્યાં જઈ શકયો નહિ, કારણ, તે પ્રભુના દૂતની તલવારથી ડરતો હતો.
← Chapter 20
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 22 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
Recommended Reading
Commentary
1 Chronicles Commentaries
→
Devotional
1 Chronicles Devotional Guide
→
Get This Bible
GUCL Study Bible
→