bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
1 Corinthians 8
1 Corinthians 8
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 7
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 9 →
1
હવે મૂર્તિઓને ચઢાવેલા નૈવેદ વિષે હું જણાવીશ. એ તો સાચું છે કે, આપણા સૌની પાસે જ્ઞાન છે. છતાં જ્ઞાન માનવીને ગર્વિષ્ઠ બનાવે છે,
2
જ્યારે પ્રેમ તેની ઉન્નતિ કરે છે. જો કોઈ એમ ધારતો હોય કે પોતે કંઈ જાણે છે, તો હજી તેણે જેટલું જાણવું જોઈએ તેટલું તે જાણતો નથી.
3
પણ જો તે ઈશ્વર પર પ્રેમ કરે છે તો ઈશ્વર તેને ઓળખે છે.
4
મૂર્તિઓને ચઢાવેલા નૈવેદ વિષે જણાવવાનું કે, મૂર્તિ તો જેની હયાતી નથી તેનું પ્રતીક છે. આપણે જાણીએ છીએ કે એક જ ઈશ્વર છે.
5
જોકે આકાશમાં કે પૃથ્વી પર કહેવાતા દેવો ઘણા છે,
6
અને એમાં અનેક “દેવો” અને “પ્રભુઓ” હોય, છતાં આપણે માટે તો એક જ ઈશ્વર છે. તે સૌના સરજનહાર ઈશ્વરપિતા છે અને તેમને માટે આપણે જીવીએ છીએ. વળી, એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે; તેમની મારફતે સર્વ કંઈ સર્જવામાં આવ્યું અને તેમની મારફતે આપણે જીવીએ છીએ.
7
પણ બધા લોકોને આ સત્યની ખબર નથી. કેટલાક લોકો મૂર્તિથી એટલા ટેવાઈ ગયા હોય છે કે આજે પણ તેઓ ખોરાક ખાતાં એ તો મૂર્તિઓનું નૈવેદ છે એમ માને છે. તેમની વિવેકબુદ્ધિ નબળી છે અને આ ખોરાક ખાવાથી અશુદ્ધ થવાય એમ તેઓ માને છે.
8
આપણે કંઈ નૈવેદથી ઈશ્વરને સ્વીકાર્ય બની જતા નથી. એટલે કે, જો આપણે આવું નૈવેદ ન ખાઈએ તો કંઈ ગુમાવતા નથી, અને જો આવું નૈવેદ ખાઈએ તો કંઈ મેળવતા નથી.
9
તમારી આ સ્વતંત્રતાથી વિશ્વાસમાં જેઓ નબળા છે તેઓ પાપમાં ન પડે તે માટે સાવધ રહો.
10
ધારો કે કોઈની વિવેકબુદ્ધિ આ બાબતમાં નબળી છે, અને તારા જેવા “જ્ઞાની” મૂર્તિના મંદિરમાં ખોરાક ખાતાં જુએ છે. તો શું એ જ વાતથી મૂર્તિને ચઢાવેલું નૈવેદ ખાવા તેને ઉત્તેજન નહિ મળે?
11
આથી તમારો ભાઈ જે વિશ્વાસમાં નબળો છે અને જેને માટે ખ્રિસ્ત મરણ પામ્યા, તે તમારા “જ્ઞાન” લીધે નાશ પામશે!
12
આ રીતે તમે તમારા ભાઈની વિરુદ્ધ પાપ કરો છો. તેમ જ તેની નબળી વિવેકબુદ્ધિને હાનિ પહોંચાડીને ખ્રિસ્તની વિરુદ્ધ પણ પાપ કરો છો.
13
આથી જો મારી નૈવેદ ખાવાની બાબત મારા ભાઈની પાસે પાપ કરાવે, તો મારા ભાઈનું પતન ન થાય તે માટે હું કદી માંસ ખાઈશ નહિ.
← Chapter 7
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 9 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16