bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
1 John 1
1 John 1
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 2 →
1
અમે તમારા પર જીવનના શબ્દ વિષે લખીએ છીએ. તેનું અસ્તિત્વ શરૂઆતથી જ હતું. અમે તેને વિષે સાંભળ્યું છે અને અમારી પોતાની આંખે તે જોયું છે. અમે તે જોયું છે અને અમારા હાથે તેનો સ્પર્શ કરેલો છે.
2
આ જીવન દૃશ્યમાન થયું ત્યારે અમે તેને જોયું; તેથી અમે તેને વિષે સાક્ષી પૂરીએ છીએ. ઈશ્વરપિતા સાથે જે સાર્વકાલિક જીવન હતું અને જે અમને જણાવવામાં આવ્યું તે વિષે અમે તમને કહીએ છીએ.
3
અમે જે સાંભળ્યું અને જોયું તે જ અમે તમને જણાવીએ છીએ, જેથી ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે અમારી જે સંગત છે તેમાં તમે પણ સામેલ થાઓ.
4
અમારો આનંદ સંપૂર્ણ થાય તે માટે જ અમે આ લખીએ છીએ.
5
ઈશ્વરના પુત્ર મારફતે અમે જે સંદેશો સાંભળ્યો અને જે અમે તમને જાહેર કરીએ છીએ તે આ છે: ઈશ્વર પ્રકાશ છે અને તેમનામાં અંધકાર છે જ નહિ.
6
તેથી જો આપણે કહીએ કે આપણે તેમની સાથે સંગત ધરાવીએ છીએ અને તેમ છતાં અંધકારમાં જ જીવતા હોઈએ તો પછી આપણે આપણાં શબ્દો અને કાર્યો દ્વારા જૂઠું બોલીએ છીએ.
7
પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.
8
આપણામાં પાપ નથી એવું જો આપણે કહીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી.
9
પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણાં પાપ કબૂલ કરીએ તો તે આપણાં પાપની ક્ષમા આપશે અને આપણને બધાં દુષ્કર્મોથી શુદ્ધ કરશે, કારણ, તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
10
જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે ઈશ્વરને જૂઠા ઠરાવીએ છીએ અને આપણે તેમનો સંદેશો આપણા જીવનમાં ઉતાર્યો નથી.
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 2 →
All chapters:
1
2
3
4
5