bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
1 Thessalonians 1
1 Thessalonians 1
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 2 →
1
ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના થેસ્સાલોનિકાની મંડળીમાંના લોકને લખનાર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી શુભેચ્છા. તમારા ઉપર કૃપા અને શાંતિ થાઓ.
2
તમારા બધાને માટે અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, અને અમારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીએ છીએ.
3
કેવી રીતે તમે તમારા વિશ્વાસને વ્યવહારમાં મૂક્યો, કેવી રીતે તમારા પ્રેમે તમને સખત ક્મ કરતાં શીખવ્યું અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશા કેવી દૃઢ છે એ વાતોને અમે ઈશ્વરપિતા સમક્ષ નિરંતર યાદ કરીએ છીએ.
4
ઈશ્વર તમારા પર પ્રેમ રાખે છે અને તેમના લોક થવા માટે તેમણે તમને પસંદ કર્યા છે, એ વાતની અમને ખાતરી છે.
5
કારણ, અમે તમારી પાસે માત્ર શબ્દોમાં જ નહિ, પણ સામર્થ્ય, પવિત્ર આત્મા અને પૂર્ણ ખાતરી સહિત શુભસંદેશ લાવ્યા હતા. અમે તમારી સાથે હતા ત્યારે તમારા ભલા માટે કેવા પ્રકારનું જીવન જીવ્યા તે તમે જાણો છો.
6
તમે અમારું અને પ્રભુનું અનુકરણ કર્યું છે અને જો કે તમારે ઘણું દુ:ખ સહન કરવું પડયું, તો પણ તમે તે સંદેશાને પવિત્ર આત્મા દ્વારા મળતા આનંદથી સ્વીકારી લીધો.
7
આમ, તમે મકદોનિયા અને આખાયાના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ બન્યા છો.
8
કારણ, પ્રભુ વિષેનો સંદેશો તમારી પાસેથી મકદોનિયા અને આખાયામાં પહોંચ્યો એટલું જ નહિ, પણ ઈશ્વરમાં તમે મૂકેલા વિશ્વાસના સમાચાર પણ સર્વત્ર પહોંચી ગયા છે.
9
આથી અમારે કંઈ વિશેષ કહેવાની જરૂર નથી.
10
કારણ, અમે તમારી પાસે આવ્યા ત્યારે તમે અમારો કેવો આવકાર કર્યો, કેવી રીતે તમે મૂર્તિઓ પાસેથી જીવતા અને સાચા ઈશ્વર તરફ તેમની સેવા કરવાને ફર્યા અને ઈશ્વરના પુત્ર, જેમને તેમણે મરેલાંમાંથી સજીવન કર્યા તે, એટલે આપણને આવનાર કોપથી બચાવનાર ઈસુના સ્વર્ગમાંથી આગમનની તમે કેવી રાહ જુઓ છો, એ વિષે એ લોકો પોતે જ પ્રચાર કરે છે.
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 2 →
All chapters:
1
2
3
4
5