bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
2 John 1
2 John 1
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
Jump to:
Chapter 1
1
ઈશ્વરે પસંદ કરેલી બહેન તથા તેનાં બાળકોને, વડીલબધું તરફથી શુભેચ્છા. હું તમારા પર સાચા દિલથી પ્રેમ કરું છું. માત્ર હું જ નહિ, પણ સત્ય જાણનાર સૌ તમારા પર પ્રેમ કરે છે.
2
કારણ, સત્ય આપણામાં રહે છે, અને હંમેશાં રહેશે.
3
ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણને કૃપા, દયા અને શાંતિ બક્ષો અને સત્ય તથા પ્રેમમાં તે આપણા બની રહો.
4
ઈશ્વરપિતાએ આપણને આપેલી આજ્ઞા પ્રમાણે તારાં કેટલાંક બાળકો સત્યમાં રહે છે તે જાણીને મને ખૂબ જ આનંદ થયો,
5
તેથી બહેન, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ એવી વિનંતી હું તને કરું છું. હું આ કોઈ નવી આજ્ઞા લખતો નથી; આ આજ્ઞા તો શરૂઆતથી જ આપણી પાસે છે.
6
જે પ્રેમ વિષે હું વાત કરું છું તેનો અર્થ તો એ છે કે આપણે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ. જે આજ્ઞા તમે શરૂઆતથી જ સાંભળી છે તે આ છે: તમારે સૌએ પ્રેમમાં રહેવું જોઈએ.
7
દુનિયામાં છેતરનારા ઘણા લોકો નીકળી પડયા છે. ઈસુ ખ્રિસ્ત માનવદેહમાં આવ્યા હતા તે વાતનો તેઓ ઇનકાર કરે છે. એવો માણસ છેતરનારો અને ખ્રિસ્તનો શત્રુ છે.
8
તમે સાવધ રહો, જેથી જેને માટે તમે મહેનત કરી છે તે તમે ગુમાવી ન બેસો; પણ તેનો તમને પૂરેપૂરો બદલો મળે.
9
જે કોઈ ખ્રિસ્તના શિક્ષણની મર્યાદામાં ન રહેતાં તેને વટાવી જાય છે તેની પાસે ઈશ્વર નથી. પણ ખ્રિસ્તના શિક્ષણને અનુસરનારની પાસે ઈશ્વરપિતા અને ઈશ્વરપુત્ર બંને છે.
10
તેથી જો કોઈ તમારી પાસે આ શિક્ષણ લઈને ન આવે તો તમે તેને તમારા ઘરમાં સત્કાર કરશો નહિ, અને તેને શુભેચ્છા પણ પાઠવશો નહિ.
11
કારણ, જે કોઈ તેને શુભેચ્છા પાઠવે છે તે તેનાં દુષ્ટ કાર્યોનો ભાગીદાર બને છે.
12
મારે તમને કહેવું તો ઘણું છે પણ તે લખીને જણાવવું નથી. મારે તો તમારી મુલાકાત લેવી છે અને તમને રૂબરૂ મળવાની ઇચ્છા છે, જેથી આપણો આનંદ સંપૂર્ણ થાય.
13
ઈશ્વરે પસંદ કરેલી તારી બહેનનાં બાળકો તને શુભેચ્છા પાઠવે છે.
Jump to:
Chapter 1
All chapters:
1