bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Amos 1
Amos 1
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 2 →
1
યહૂદિયાના રાજા ઉઝ્ઝિયા અને ઇઝરાયલના રાજા એટલે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન ધરતીકંપ થયો, તેનાં બે વર્ષ પહેલાં તકોઆ નગરના ભરવાડ આમોસને ઇઝરાયલ વિશે ઈશ્વર તરફથી આ સંદેશ પ્રગટ થયો.
2
આમોસે કહ્યું, “પ્રભુ સિયોનમાંથી ગર્જના કરે છે, યરુશાલેમમાંથી તેમની વાણી ગાજે છે. ભરવાડોનાં ગૌચર સુકાઈ જાય છે, અને ર્કામેલના શિખર પરનું ઘાસ કરમાઈ જાય છે.”
3
પ્રભુ કહે છે: “દમાસ્ક્સના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે ગિલ્યાદ પર કાળો કેર વર્તાવ્યો છે.
4
એ માટે હું હઝાએલ રાજાએ બંધાવેલા મહેલો પર અગ્નિ વરસાવીશ અને બેનહદાદ રાજાના કિલ્લાઓને ભસ્મ કરી નાખીશ.
5
હું દમાસ્ક્સ શહેરના દરવાજાના ભુકા બોલાવીશ. હું આવેન [અર્થાત્ દુષ્ટતાનીૃ ખીણના રહેવાસીઓનો અને બેથ-એદેનના રાજર્ક્તાઓનો સંહાર કરીશ. અરામના લોકો કીરપ્રદેશમાં બંદીવાન તરીકે લઈ જવાશે.”
6
પ્રભુ કહે છે: “ગાઝાના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે એક આખી પ્રજાને ગુલામ તરીકે અદોમને વેચી દીધી.
7
એ માટે હું ગાઝાના કોટ પર અગ્નિ વરસાવીશ અને હું આશ્દોદ અને આશ્કલોન નગરોના રાજર્ક્તાઓના કિલ્લા ભસ્મ કરી નાખીશ.
8
હું એક્રોન શહેરને સજા કરીશ, ને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે.”
9
પ્રભુ કહે છે: “તૂરના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ એક આખી પ્રજાને અદોમની ગુલામીમાં લઈ ગયા અને તેમણે મિત્રતાનો કરાર પાળ્યો નહિ.
10
એ માટે હું તૂરના કોટ પર અગ્નિ વરસાવીશ અને તેના કિલ્લા ભસ્મ કરી નાખીશ.”
11
પ્રભુ કહે છે: “અદોમના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ તલવાર લઈને પોતાના ભાઈ ઇઝરાયલની પાછળ પડયા અને તેમના પર કંઈ દયા દાખવી નહિ. તેમના ક્રોધાવેશને કોઈ સીમા નહોતી અને તેમનો રોષ કદી શમ્યો જ નહિ.
12
એ માટે હું તેમાન નગર પર અગ્નિ વરસાવીશ અને બોસ્રાહના કિલ્લા ભસ્મ કરી નાખીશ.”
13
પ્રભુ કહે છે: આમ્મોનના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. પોતાની સીમા વિસ્તારવા માટે તેમણે ગિલ્યાદની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખ્યાં.
14
એ માટે હું રાબ્બાના કોટ પર અગ્નિ વરસાવીશ અને તેના કિલ્લા બાળી નાખીશ. તે વખતે યુદ્ધના હોકારા થશે અને આંધીના જેવી ભીષણ લડાઈ ફાટી નીકળશે.
15
તેમનો રાજા અને તેના સરદારો કેદીઓ તરીકે લઈ જવાશે.
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 2 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9