bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Daniel 1
Daniel 1
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 2 →
1
યહૂદિયાના રાજા યહોયાકીમના અમલના ત્રીજા વર્ષમાં બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ પર આક્રમણ કરી તેને ઘેરો ઘાલ્યો.
2
પ્રભુએ યહોયાકીમને અને મંદિરનાં કેટલાંક પાત્રોને તેના હાથમાં સોંપી દીધાં. તે પોતાની સાથે કેટલાક કેદીઓને બેબિલોનમાંના પોતાના દેવોના મંદિરમાં લઈ ગયો અને લૂંટેલાં પાત્રો એ મંદિરના ભંડારમાં મૂક્યાં.
3
રાજાએ પોતાના મુખ્ય અધિકારી આશ્પનાઝને ઇઝરાયલી કેદીઓમાંથી રાજવંશી અને અમીરવર્ગના કેટલાક યુવાનો પસંદ કરવા હુકમ કર્યો.
4
તેઓ ખૂબસૂરત, સર્વ જ્ઞાનસંપન્ન, તાલીમબદ્ધ, વિદ્યાપારંગત અને શારીરિક ખામી વગરના હોવા જોઈએ, કે જેથી તેઓ રાજદરબારમાં સેવા કરવાની લાયક્ત પ્રાપ્ત કરી શકે. આશ્પનાઝે તેમને બેબિલોનની ભાષા વાંચતાં લખતાં શીખવવાની હતી.
5
રાજાએ એવો હુકમ પણ કર્યો કે તેમને દરરોજનું ભોજન રાજવી ખોરાક અને દ્રાક્ષાસવમાંથી જ આપવામાં આવે. ત્રણ વર્ષની તાલીમ પછી તેમને રાજાની સમક્ષ રજૂ કરવાના હતા.
6
પસંદ કરાયેલ યુવાનોમાં દાનિયેલ, હનાન્યા, મિશાએલ અને અઝાર્યા હતા અને એ બધા યહૂદા કુળના હતા.
7
મુખ્ય અધિકારીએ દાનિયેલનું બેલ્ટશાસ્સાર, હનાન્યાનું શાદ્રાખ, મિશાએલનું મેશાખ અને અઝાર્યાનું અબેદ-નગો એવાં નામ પાડયાં.
8
પણ દાનિયેલે પોતાના મનમાં નિશ્ર્વય કર્યો કે રાજાનું ભોજન કે તેનો દ્રાક્ષાસવ લઈને હું મારી જાતને ભ્રષ્ટ કરીશ નહિ. તેથી તેણે આશ્પનાઝની મદદ માગી.
9
ઈશ્વરની કૃપાથી આશ્પનાઝના દિલમાં દાનિયેલ પ્રત્યે સહાનુભૂતિ પેદા થઈ.
10
પણ આશ્પનાઝને રાજાની બીક લાગતી હતી, તેથી તેણે દાનિયેલને કહ્યું, “તમારે શું ખાવું અને શું પીવું તે રાજાએ નક્કી કરી આપ્યું છે અને જો તે જોશે કે તમે બીજા યુવાનો જેવા સશક્ત નથી તો તે મારો શિરચ્છેદ કરી નાખશે.”
11
તેથી દાનિયેલ તથા તેના ત્રણ મિત્રો પર આશ્પનાઝે નીમેલા સંરક્ષક પાસે જઈને દાનિયેલે કહ્યું,
12
“તમે દસ દિવસ અમારી ક્સોટી કરી જુઓ. અમને ખાવાને શાક્હારી ખોરાક અને પીવાને પાણી જ આપો.
13
તે પછી રાજવી ખોરાક જમનારા બીજા યુવાનો સાથે અમારી તુલના કરો, અને અમે કેવા દેખાઈએ છીએ તે પરથી તમે નિર્ણય કરો.”
14
સંરક્ષકે તેમની વિનંતી સાંભળીને તેમની દસ દિવસ ક્સોટી કરી.
15
દસ દિવસ પૂરા થતાં રાજવી ખોરાક જમનારા સર્વ કરતાં તેઓ વધુ તંદુરસ્ત અને સશક્ત દેખાયા.
16
આથી સંરક્ષકે તેમને તે સમયથી રાજવી ખાનપાનને બદલે શાકભાજી આપવાનું ચાલુ રાખ્યું.
17
ઈશ્વરે આ ચારે યુવાનોને સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં જ્ઞાન અને કૌશલ્ય આપ્યાં; વળી, દાનિયેલને સર્વ સંદર્શનો અને સ્વપ્નોનું અર્થઘટન કરવાનું દાન આપ્યું.
18
રાજાએ નિયત કરેલી મુદત એટલે ત્રણ વર્ષને અંતે આશ્પનાઝે બધા યુવાનોને નબૂખાદનેસ્સાર સમક્ષ રજૂ કર્યા.
19
રાજાએ એ બધા સાથે વાત કરી તો દાનિયેલ, હનાન્યા, મિશાએલ અને અઝાર્યા સૌના કરતાં શ્રેષ્ઠ માલૂમ પડયા. તેથી તેમને રાજાના દરબારના સભ્ય બનાવવામાં આવ્યા.
20
રાજાના કોઈપણ પ્રશ્ર્ન કે કોયડાનો ઉકેલ આપવામાં સમગ્ર રાજ્યના જાદુગરો કે જ્યોતિષો કરતાં તેઓ દસગણા ચડિયાતા માલૂમ પડયા.
21
દાનિયેલ તો ઇરાનના રાજા કોરેશે બેબિલોન જીતી લીધું ત્યાં સુધી રાજદરબારમાં કાયમ રહ્યો.
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 2 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12