bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Ecclesiastes 1
Ecclesiastes 1
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 2 →
1
આ સભાશિક્ષકનાં વચનો છે. તે તો દાવિદનો પુત્ર અને યરુશાલેમનો રાજા હતો.
2
તત્ત્વચિંતક કહે છે: મિથ્યા જ મિથ્યા. મિથ્યા, અતિ મિથ્યા. બધું જ મિથ્યા છે.
3
આ પૃથ્વી પર માણસ જે બધો શ્રમ ઉઠાવે છે તેનાથી તેને શો લાભ થાય છે?
4
એક પેઢી આવે છે અને બીજી પેઢી જાય છે. છતાં પૃથ્વી તો સદા એવીને એવી જ રહે છે.
5
સૂર્ય ઊગે છે અને અસ્ત થાય છે. વળી, તે પાછો પોતાના સ્થાને પહોંચી જઈ ફરીથી ઊગે છે.
6
પવન દક્ષિણ તરફ જાય છે અને પાછો વળીને ઉત્તર તરફ જાય છે. એમ તે નિરંતર ચક્રાકાર ફર્યા કરે છે. આમ તે પોતાના માર્ગમાં જ પાછો આવે છે.
7
પ્રત્યેક સરિતા સાગરમાં જઈ મળે છે, છતાં સાગર છલકાઈ જતો નથી. પાણી પાછું નદીઓના ઊગમસ્થાને જાય છે અને ત્યાંથી વહેવા માંડે છે.
8
સર્વ વસ્તુઓ શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલી કંટાળાજનક છે. આંખ જોઈ જોઈને પણ ધરાતી નથી અને કાન સાંભળી સાંભળીને પણ ધરાતા નથી.
9
અગાઉ જે બન્યું છે તે જ પાછું બનશે; અગાઉ જે કરવામાં આવ્યું છે તે જ પાછું કરાશે. પૃથ્વી પર સાચે જ નવું કશું નથી.
10
“આ તો નવું છે,” એમ માણસ કહી શકે એવું કશું છે?
11
ભૂતકાળમાં જે કંઈ બન્યું છે તેને વર્તમાનમાં કોઈ સંભારતું નથી, અને હવે પછી જે થનાર છે તેને પછીની પેઢીઓ પણ યાદ રાખનાર નથી.
12
મેં તત્ત્વચિંતકે યરુશાલેમમાંથી ઇઝરાયલ પર રાજ્ય કર્યું છે.
13
પૃથ્વી પર કરાતાં કાર્યોનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવા અને તેમનું રહસ્ય સમજવા મેં મારું મન લગાડયું છે. ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજ આપ્યો છે.
14
પૃથ્વી પર થતાં સર્વ કાર્યો મેં જોયાં છે. તે સર્વ મિથ્યા અને હવામાં બાચકા ભરવા જેવાં છે.
15
જે વાંકું છે તે સીધું કરી શક્તું નથી અને જેની હયાતી જ નથી તેને ગણતરીમાં લઈ શક્તું નથી.
16
મેં મારી જાતને કહ્યું, “યરુશાલેમમાં તારી અગાઉ થઈ ગયેલા સર્વ રાજાઓ કરતાં તેં અધિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને તને જ્ઞાનનો તથા વિદ્યાનો વિશાળ અનુભવ છે.”
17
જ્ઞાન અને મૂર્ખતા, શાણપણ અને પાગલપણા વચ્ચેનો તફાવત સમજવા મેં નિશ્ર્વય કર્યો. પણ મને સમજાયું કે તે પણ હવામાં બાચકા ભરવા જેવું છે.
18
અધિક જ્ઞાન એટલે અધિક ચિંતા અને અધિક વિદ્યા એટલે અધિક શોક.
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 2 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12