bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Esther 7
Esther 7
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 8 →
1
રાજા અને હામાન એસ્તેરને ત્યાં બીજીવાર ભોજન લેવા ગયા.
2
મદિરાપાન કરતાં કરતાં રાજાએ ફરીવાર એસ્તેરને પૂછયું, “હે એસ્તેર રાણી, તારે શું જોઈએ છે? જો તું મારું ર્આું સામ્રાજ્ય માગે, તો તે પણ હું આપીશ.”
3
એસ્તેર રાણીએ જવાબ આપ્યો, “હે રાજા, આપ મારા પર પ્રસન્ન હો અને આપની મરજી હોય તો મારી આટલી વિનંતી માન્ય રાખો: મને અને મારા લોકને જીવતદાન આપો.
4
મને અને મારા લોકને નાશ માટે, ક્તલ થવા માટે અને સંપૂર્ણ સંહાર માટે વેચી દેવામાં આવ્યાં છે. અમે માત્ર ગુલામ કે ગુલામડીઓ થવાં જ વેચાયાં હોત તો તો હું શાંત બેસી રહેત. કારણ, એમાં તો અમારી દશા કંઈ એટલી બૂરી ન થાત કે આપને તસ્દી આપવી પડે.”
5
અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને પૂછયું, “એવું કરવાની હિંમત કરનાર કોણ છે? તે ક્યાં છે?”
6
એસ્તેરે જવાબ આપ્યો, “એ તો અમારો વિરોધી, અમારો શત્રુ, આ દુષ્ટ હામાન છે.”
7
એ સાંભળીને હામાન રાજારાણીથી ખૂબ ગભરાઈ ગયો. રાજા ગુસ્સામાં ને ગુસ્સામાં મદિરાપાન મૂકી દઈને મહેલના બગીચામાં ચાલ્યો ગયો. હામાન સમજી ગયો કે રાજાએ તેને ખતમ કરી નાખવાનો નિર્ધાર કરી નાખ્યો છે. તેથી તે એસ્તેર પાસે પોતાનો જીવ બચાવવાની વિનંતી કરવા રોક્યો.
8
રાજા બગીચામાંથી મદિરાપાનના ખંડમાં આવ્યો તો હામાન એસ્તેરના પલંગ પર દયાની માગણી કરતો ઊંધો પડયો હતો. તે જોઈને રાજા પોકારી ઊઠયો, “શું તે મારા રાજમહેલમાં મારા દેખતાં જ રાણી પર બળાત્કાર કરવા માગે છે?” એ સાંભળતાં જ રાજાના રાણીગૃહના સંરક્ષકો દોડી આવ્યા.
9
તેમણે હામાનનું મુખ ઢાંકી દીધું. તેમનામાંના એકે એટલે હાર્બોનાએ કહ્યું, “રાજાનો જીવ બચાવનાર મોર્દખાય માટે હામાને પોતાને ઘેર પચીસ મીટર ઊંચી એવી ફાંસી બનાવી છે.” રાજાએ આજ્ઞા આપી, “તેના પર હામાનને જ લટકાવી દો.”
10
આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 8 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10