bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Galatians 1
Galatians 1
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 2 →
1
આ પત્ર હું પાઉલ લખાવું છું. મને પ્રેષિત થવાનું આમંત્રણ કોઈ માણસ તરફથી કે માણસ દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત તથા તેમને સજીવન કરનાર ઈશ્વરપિતા તરફથી મળ્યું છે.
2
હું અને મારી સાથેના સર્વ ભાઈઓ ગલાતિયા પ્રાંતની મંડળીઓને શુભેચ્છા પાઠવીએ છીએ.
3
ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ બક્ષો.
4
હાલના આ દુષ્ટ જમાનામાંથી આપણને સ્વતંત્ર કરવા માટે ખ્રિસ્તે આપણાં પાપને કારણે આપણા ઈશ્વરપિતાની ઇચ્છાને આધીન થઈને પોતાનું અર્પણ કર્યું છે.
5
ઈશ્વરનો યુગાનુયુગ મહિમા થાઓ! આમીન.
6
મને તમારા વર્તનથી નવાઈ લાગે છે! જેમણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેમને તરછોડીને તમે બીજા શુભસંદેશ તરફ બહુ જલદી ફરી ગયા છો.
7
હકીક્તમાં કોઈ “બીજો શુભસંદેશ” છે જ નહિ; પરંતુ કેટલાક લોકો તમને હેરાન કરે છે અને ખ્રિસ્તના શુભસંદેશને બદલી નાખે છે.
8
પણ જો અમે અથવા સ્વર્ગમાંથી આવેલો કોઈ દૂત પણ અમે સંભળાવેલા શુભસંદેશ કરતાં અલગ શુભસંદેશ તમને સંભળાવે, તો તેના પર શાપ ઊતરો.
9
અમે અગાઉ જણાવ્યું છે, અને હું હવે ફરી જણાવું છું: તમે સ્વીકારેલા શુભસંદેશ કરતાં કોઈ તમને જુદો શુભસંદેશ સંભળાવે, તો તેના પર શાપ ઉતરશે.
10
શું હું માણસોની અનુમતિ પ્રાપ્ત કરી લેવા માગું છું કે ઈશ્વરની? શું હું માણસોને પ્રસન્ન કરવા માગું છું? જો હું હજુ પણ એમ જ કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી.
11
મારા ભાઈઓ, મને કહેવા દો કે મેં પ્રગટ કરેલો શુભસંદેશ માનવીય નથી.
12
મને તે કોઈ માણસ પાસેથી મળ્યો નથી, કે નથી મને કોઈએ તેને વિષે શીખવ્યું. ઈસુ ખ્રિસ્તે પોતે જ મને તે પ્રગટ કર્યો છે.
13
જ્યારે હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારે મારું વર્તન કેવું હતું તે વિષે તો તમે સાંભળ્યું હશે. મેં તે વખતે ઈશ્વરની મંડળીની ક્રૂર સતાવણી કરી હતી, અને તેનો નાશ કરવા મેં મારાથી બનતો બધો જ પ્રયત્ન કર્યો હતો.
14
મારા પૂર્વજોની પ્રણાલિકાઓને હું ચુસ્તપણે વળગી રહ્યો હતો, અને યહૂદી ધર્મના પાલનમાં મારા ઘણા સાથી યહૂદીઓ કરતાં મેં વધારે પ્રગતિ કરી હતી.
15
પણ મારો જન્મ થયા પહેલાં ઈશ્વરે તેમની કૃપામાં મને પસંદ કર્યો હતો અને તેમની સેવા કરવા માટે મને અલગ કર્યો છે.
16
ઈસુ વિષેનો શુભસંદેશ હું બિનયહૂદીઓને પ્રગટ કરું માટે તેમણે પોતાના પુત્રને મારામાં પ્રગટ કરવાનું નક્કી કર્યું ત્યારે મેં કોઈની પણ સલાહ લીધી નહિ.
17
બલ્કે, મારી પહેલાંના પ્રેષિતોને મળવા હું યરુશાલેમમાં પણ ગયો નહિ, પણ તરત જ અરબસ્તાન ચાલ્યો ગયો, અને પછી દમાસ્ક્સ પાછો ફર્યો.
18
ત્રણ વર્ષ પછી હું પિતરને મળવા યરુશાલેમ ગયો અને તેની સાથે પંદર દિવસ રહ્યો.
19
ત્યારે પણ પ્રભુના ભાઈ યાકોબ સિવાય બીજા કોઈ પ્રેષિતને હું મળ્યો નહોતો.
20
ઈશ્વર મારા સાક્ષી છે કે હું જે લખું છું તે સાચું છે; હું જૂઠું કહેતો નથી.
21
ત્યાર પછી હું સિરિયા અને કિલીકિયાના પ્રદેશોમાં ગયો હતો.
22
તે સમયે યહૂદિયાની ખ્રિસ્તી મંડળીઓના સભ્યો મને વ્યક્તિગત રીતે ઓળખતા નહોતા.
23
તેઓ માત્ર આટલું જ જાણતા હતા: “આપણને પહેલાં સતાવનાર માણસ જે વિશ્વાસને એકવાર નષ્ટ કરવાનો પ્રયત્ન કરતો તેને હવે તે પ્રગટ કરે છે.”
24
આમ મારે લીધે તેમણે ઈશ્વરની સ્તુતિ કરી.
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 2 →
All chapters:
1
2
3
4
5
6