bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Joshua 13
Joshua 13
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 14 →
1
યહોશુઆ હવે ઘણો વયોવૃદ્ધ થયો હતો. પ્રભુએ તેને કહ્યું, “તું ઘણો વૃદ્ધ થયો છે, પણ વતન તરીકે કબજે કરી લેવાનો હજી ઘણો પ્રદેશ બાકી રહ્યો છે.
2
એ પ્રદેશ આ પ્રમાણે છે: પલિસ્તીયા અને ગશૂરનો પ્રદેશ, તેમ જ દક્ષિણમાં આવ્વીઓનો સમગ્ર પ્રદેશ.
3
ઇજિપ્તની સરહદ પર આવેલા શિહોર વહેળાથી માંડીને ઉત્તરમાં છેક એક્રોન સુધીનો પ્રદેશ કનાનીઓનો ગણાતો. ગાઝા, આશ્દોદ, આશ્કલોન, ગાથ અને એક્રોનમાં પલિસ્તીઓના સરદારો રહેતા હતા.
4
કનાનીઓનો આખો દેશ, અને સિદોનીઓનું માઆરા તથા અમોરીઓની સરહદે આવેલા એફેક સુધીનો પ્રદેશ;
5
ગબાલીઓનો પ્રદેશ; આખો લબાનોન તથા પૂર્વમાં હેર્મોન પર્વતની દક્ષિણે બઆલ- ગાદથી હમાથના ઘાટ સુધીનો પ્રદેશ.
6
એમાં લબાનોનના પર્વતો અને મિસ્રેફોથ-માઇમની વચ્ચે વસતા સિદોનીઓના સમગ્ર પહાડી- પ્રદેશનો સમાવેશ થાય છે.
7
ઇઝરાયલના લોકો આગળ વધતા જાય તેમ તેમ હું એ બધા લોકોને હાંકી કાઢીશ. તારે તો મેં તને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓને એ પ્રદેશ વહેંચી આપવાનો છે. તો હવે બાકીનાં નવ કુળો તથા મનાશ્શાના અર્ધા કુળને તેમના કાયમી વતન તરીકે આ પ્રદેશ વહેંચી આપ.”
8
રૂબેન તથા ગાદનાં કુળો તથા મનાશ્શાના બાકીના અર્ધા કુળને તો યર્દન નદીની પૂર્વ તરફના વિસ્તારમાં પ્રભુના સેવક મોશેએ તેમને આપ્યા મુજબનો પ્રદેશ મળી ચૂક્યો હતો.
9
તેમના પ્રદેશનો વિસ્તાર આર્નોન ખીણને છેડે આવેલા અરોએર અને એ ખીણની મધ્યમાં આવેલા શહેર સુધીનો હતો અને એમાં મેદબાથી દીબોન સુધીના ઉચ્ચપ્રદેશનો સમાવેશ થતો હતો.
10
તે છેક આમ્મોનીઓની સરહદ સુધી વિસ્તરેલો હતો અને અગાઉ હેશ્બોનમાં રહીને રાજ કરનાર સિહોન રાજાના શાસન હેઠળનાં બધાં નગરોનો એમાં સમાવેશ થઈ જતો હતો.
11
એમાં ગિલ્યાદ, ગશૂર અને માઅખાના પ્રદેશો, સમગ્ર હેર્મોન પર્વત અને છેક સાલખા સુધીનો બાશાનનો પ્રદેશ હતો.
12
આશ્તારોથ અને એડ્રેઈમાં રહીને રાજ કરનાર રફાઈઓના છેલ્લા રાજા ઓગના આખા રાજ્યનો તેમાં સમાવેશ થઈ જતો હતો. મોશેએ એ બધા લોકોને હરાવીને ત્યાંથી હાંકી કાઢયા હતા.
13
છતાં ઇઝરાયલીઓએ ગશૂર અને માઅખાના લોકોને હાંકી કાઢયા નહિ, અને આજે પણ તેઓ ઇઝરાયલમાં રહે છે.
14
મોશેએ લેવીકુળને કોઈ પ્રદેશ હિસ્સામાં આપ્યો નહિ. પ્રભુએ મોશેને કહ્યું હતું તેમ તેમને તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુની વેદી પર દહન કરવામાં આવતાં બલિદાનોમાંથી મળતો હિસ્સો એ જ તેમનો વારસો હતો.
15
મોશેએ રૂબેનના કુળના વંશજોને તેમનાં ગોત્ર પ્રમાણે આપેલો પ્રદેશ આ છે.
16
તેમનો પ્રદેશ આર્નોન ખીણને છેડે આવેલા અરોએર તથા તે ખીણની મધ્યમાં આવેલા શહેર સુધી વિસ્તરેલો હતો અને તેમાં મેદબાની આસપાસના સમસ્ત ઉચ્ચપ્રદેશનો સમાવેશ થતો હતો.
17
વળી, તેમાં હેશ્બોન અને ઉચ્ચપ્રદેશમાં આવેલાં આ નગરોનો પણ સમાવેશ થઈ જતો હતો: દિબોન, બામોથ બઆલ, બેથ- બઆલમેઓન,
18
યાહાશ, કદેમોથ, મેફાઆથ,
19
કિર્યાથાઈમ, સિબ્બા, અને ખીણપ્રદેશના પર્વત પરનું સેરેથ શાહાર,
20
પિસ્ગા પર્વતના ઢોળાવ પરનું બેથ-પયોર તથા બેથ-યશીમોથ;
21
એમાં ઉચ્ચપ્રદેશનાં બધાં નગરોનો તેમજ હેશ્બોનમાં રહીને રાજ કરનાર અમોરી રાજા સિહોનના સમગ્ર રાજ્યનો સમાવેશ થતો હતો. મોશેએ તેને તથા મિદ્યાનમાં શાસન કરતા તેના ખંડિયા રાજાઓને, એટલે અવી, રેકેમ, ઝૂર, હૂર અને રેબાને હરાવ્યા હતા.
22
ઇઝરાયલના લોકોએ જેમને માર્યા તેમાં બયોરનો પુત્ર ભવિષ્યવેત્તા બલઆમ પણ હતો.
23
રૂબેનના કુળપ્રદેશની પશ્ર્વિમ તરફની સરહદ યર્દન નદીની હતી. રૂબેનકુળનાં ગોત્રોને વતન તરીકે અપાયેલાં શહેરો અને નગરો એ હતાં.
24
મોશેએ ગાદના- કુળના વંશજોને તેમનાં ગોત્ર પ્રમાણે આપેલો પ્રદેશ આ છે.
25
તેમના પ્રદેશમાં યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, રાબ્બાની સામે આવેલ છેક અરોએર સુધીનો આમ્મોનના અર્ધા દેશનો સમાવેશ થતો હતો.
26
તેમના પ્રદેશની સરહદ હેશ્બોનથી રામાથ-મિસ્પેહ અને બરોનીમ સુધી અને માહનાઈમથી લો-દેબાર સુધીની હતી.
27
યર્દનની ખીણમાં આવેલાં બેથ-હારામ, બેથ-નિમ્રા, સુક્કોથ તથા સાફોન એટલે, હેશ્બોનના રાજા સિહોનના બાકીના રાજ્યનો પણ તેમાં સમાવેશ થતો હતો. તેમની પશ્ર્વિમની સરહદ ઉત્તરમાં છેક ગાલીલ સરોવર સુધી યર્દન નદીની હતી.
28
ગાદકુળનાં ગોત્રોને વતન તરીકે અપાયેલાં એ શહેરો અને નગરો હતાં.
29
મોશેએ મનાશ્શાના અર્ધાકુળના વંશજોને તેમના ગોત્ર પ્રમાણે આપેલો પ્રદેશ આ છે.
30
તેમના પ્રદેશની સરહદ માહનાઈમ સુધી પહોંચતી હતી અને તેમાં આખા બાશાનનો, એટલે તેના રાજા ઓગના આખા રાજ્યનો તેમજ બાશાનમાં આવેલા યાઈરનાં સાઠેય ગામોનો સમાવેશ થતો હતો.
31
વળી, તેમાં અર્ધા ગિલ્યાદનો તેમજ બાશાનના રાજા ઓગનાં પાટનગર આશ્તારોથ અને એડ્રેઈનો સમાવેશ થતો હતો. એ પ્રદેશ મનાશ્શાના પુત્ર માખીરના અર્ધા ગોત્રને આપવામાં આવ્યો હતો.
32
તેઓ મોઆબનાં મેદાનોમાં હતા ત્યારે યરીખો અને યર્દનની પૂર્વનો પ્રદેશ એ રીતે મોશેએ વહેંચી આપ્યો હતો.
33
પણ મોશેએ લેવીઓને કોઈ પ્રદેશ ફાળવ્યો નહિ. તેણે તેમને કહ્યું હતું કે, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ એ જ તમારો હિસ્સો છે.”
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 14 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24