bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Jude 1
Jude 1
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
Jump to:
Chapter 1
1
જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેઓ ઈશ્વરપિતાને પ્રિય છે અને જેમને ઈસુ ખ્રિસ્ત માટે સાચવી રાખવામાં આવ્યા છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને યાકોબના ભાઈ યહૂદા તરફથી શુભેચ્છા.
2
તમને દયા, શાંતિ અને પ્રેમ ભરપૂરપણે પ્રાપ્ત થાઓ.
3
પ્રિયજનો, જે ઉદ્ધારના આપણે સહભાગી છીએ તે અંગે તમને લખવા હું ઘણો આતુર હતો; ઈશ્વરે પોતાના લોકોને કાયમને માટે એકીવારે આપેલા વિશ્વાસને માટે ઝઝૂમવા તમને પ્રોત્સાહન મળે તે માટે તમને લખવાની મને જરૂર જણાઈ છે.
4
કારણ, કેટલાક નાસ્તિકો આપણામાં ખબર ન પડે એવી રીતે ધૂસી ગયા છે. પોતાના અનૈતિક સંબંધોને યોગ્ય ઠરાવવા માટે તેઓ ઈશ્વરની કૃપાનો દુરુપયોગ કરે છે અને ઈસુ ખ્રિસ્ત, જે એકલા જ આપણા માલિક અને પ્રભુ છે, તેમનો ઇનકાર કરે છે. આ લોકોને થનાર સજા વિષે શાસ્ત્રમાં બહુ પ્રાચીન સમયથી લખવામાં આવ્યું છે.
5
જો કે તમે બધું જાણો છો તોપણ કેવી રીતે પ્રભુએ ઇઝરાયલ પ્રજાને ઇજિપ્તમાંથી બચાવી હતી અને જેમણે વિશ્વાસ ન કર્યો તેમનો કેવો નાશ કર્યો તેની હું તમને યાદ અપાવવા માગું છું.
6
જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ તેમને માટે ઠરાવેલ ક્ષેત્ર છોડી દીધું તેમને ઈશ્વરે ન્યાયના મહાન દિવસ સુધી નીચે ઘોર અંધકારમાં સનાતન બંધનની સાંકળોથી બાંધી રાખ્યા છે.
7
એ જ પ્રમાણે સદોમ અને ગમોરા તથા તેની આસપાસના વિસ્તારના નગરના લોકોએ વ્યભિચાર અને વિકૃત જાતીયકર્મો આચર્યાં હતાં. તેઓ સાર્વકાલિક અગ્નિની સજા ભોગવી રહ્યા છે અને સર્વને સ્પષ્ટ ચેતવણી મળે તે માટે ઉદાહરણરૂપ બન્યા છે.
8
એ જ પ્રમાણે આ લોકો પોતાનાં સ્વપ્નમાં રાચીને પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે છે, ઈશ્વરની સત્તા અવગણે છે અને સ્વર્ગીય દૂતોનું અપમાન કરે છે.
9
મોશેનું શબ કોણ રાખે તે વિષે શેતાનની સાથે વિવાદ થયો, ત્યારે મિખાએલે શેતાનની નિંદા કરીને તેના પર આરોપ મૂક્યો નહિ, પણ માત્ર આટલું જ કહ્યું, “પ્રભુ તને ધમકાવો.”
10
પણ આ લોકો જે બાબતો સમજતા નથી તેની નિંદા કરે છે અને જંગલી પ્રાણીઓની માફક જે બાબતો તેઓ લાગણીથી જાણે છે તે જ બાબતમાં પોતાને ભ્રષ્ટ કરે છે. તેમની કેવી દુર્દશા થશે!
11
તેઓ કાઈનને માર્ગે ચાલે છે, પૈસાને માટે બલઆમના જેવી ભૂલમાં પડે છે, કોરાહની માફક બળવો કરે છે અને વિનાશ વહોરી લે છે.
12
તેઓ તમારી સંગતના ભોજન સમારંભમાં કલંકરૂપ છે અને શરમ વગર ખાયપીએ છે. તેઓ ફક્ત પોતાની જ કાળજી રાખે છે. તેઓ પવનથી ઘસડાતાં નક્માં નિર્જળ વાદળ જેવા છે. વળી, તેઓ મોસમમાં ફળ નહિ આપનાર, બિલકુલ મરી ગએલાં તથા મૂળમાંથી ઉખાડી નાખવામાં આવેલા વૃક્ષ જેવા છે.
13
તેઓ તો સમુદ્રનાં ફીણ ઉપજાવનાર તોફાની મોજાંની જેમ પોતાનાં શરમજનક કાર્યોનો ઊભરો કાઢે છે. તેઓ ભટક્તા ધૂમકેતુ જેવા છે અને ઈશ્વરે તેમને માટે ઘોર અંધકાર સદાકાળને માટે તૈયાર કરી મૂકેલો છે.
14
આદમથી સાતમી પેઢીના હનોખે ઘણા સમય અગાઉ તેમને માટે આવું ભવિષ્યકથન કહ્યું હતું: “જુઓ, પ્રભુ પોતાના હજારોહજાર સંતો સાથે આવશે,
15
અને તે સર્વ પર ન્યાયશાસન લાવશે. દુષ્ટ પાપીઓએ કરેલાં દુષ્ટ કૃત્યો, અને ઈશ્વર વિરુદ્ધ ઉચ્ચારેલા ઉદ્ધત શબ્દો અંગે તે તેમને સજા કરશે.”
16
આ લોકો હંમેશાં કચકચ કરે છે અને બીજાઓનો દોષ કાઢે છે. તેઓ પોતાની દુષ્ટ વાસનાઓ પ્રમાણે ચાલે છે અને મોટી મોટી બડાશો મારે છે તથા પોતાનો સ્વાર્થ સાધવા ખુશામત કરે છે.
17
પ્રિયજનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોએ તમને ભૂતકાળમાં કહેલી વાત યાદ રાખો.
18
તેમણે કહ્યું હતું, “અંતિમ દિવસોમાં તમારી મશ્કરી ઉડાવનારા માણસો ઊભા થશે, અને તેઓ પોતાની અપવિત્ર વાસનાઓ પ્રમાણે ચાલશે.”
19
એવા જ લોકો ભાગલા પાડનાર, વિષયવાસનાઓના ગુલામ અને પવિત્ર આત્મા રહિત છે.
20
પણ પ્રિયજનો, તમે તો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાનું બાંધક્મ ચાલુ રાખો. પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રાર્થના કરો.
21
પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને પોતાની દયાથી તમને સાર્વકાલિક જીવન આપે તે માટે તમે તેમના આગમનની રાહ જોતાં જોતાં ઈશ્વરના પ્રેમમાં દૃઢ રહો.
22
શંકાશીલોને ખાતરી પમાડો.
23
કેટલાકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો, બીજાઓ પ્રત્યે પણ દયા દેખાડો, પણ તેમની દુર્વાસનાઓથી કલંક્તિ થયેલાં તેમનાં વસ્ત્રોનો ભયપૂર્વક તિરસ્કાર કરો.
24
હવે જે તમને આત્મિક અધ:પતનથી બચાવી લેવા શક્તિમાન છે અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ ગણી આનંદપૂર્વક આવકારવાના અધિકારી છે એવા એક જ ઈશ્વ2, જે આપણા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધારક છે. તેમને અનાદિકાળ, હમણાં અને સદાસર્વકાળ મહિમા, પ્રતાપ, પરાક્રમ અને સત્તા હો! આમીન.
Jump to:
Chapter 1
All chapters:
1