bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Malachi 4
Malachi 4
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 3
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
1
સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ.
2
પણ તમે જેઓ મને આધીન થાઓ છો તેમના પર તો તમને બચાવનારું મારું સામર્થ્ય સૂર્યની જેમ ઊગશે, અને સૂર્યનાં કિરણોની જેમ આરોગ્ય આપશે. કોઢમાંથી છોડેલા કૂદતા વાછરડાની જેમ તમે મુક્ત અને આનંદી થશો.
3
હું જે દિવસે કાર્ય કરીશ ત્યારે તમે દુષ્ટો પર વિજય પામશો અને તેઓ તમારી ચરણરજ સમાન બની જશે.
4
“મારા સેવક મોશેનું શિક્ષણ એટલે મારા સર્વ ઇઝરાયલી લોકો પાળે તે માટે જે નિયમો તથા આજ્ઞાઓ મેં તેને સિનાઇ પર્વત પર આપ્યાં તે યાદ રાખો.
5
“પણ પ્રભુનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલાં, હું એલિયા સંદેશવાહકને તમારી પાસે મોકલી દઈશ.
6
તે ફરીથી પિતા અને પુત્રોનું સમાધાન કરાવશે; રખેને હું આવીને તમારા દેશનો નાશ કરું.”
← Chapter 3
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
All chapters:
1
2
3
4