bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Matthew 13
Matthew 13
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 14 →
1
એ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરને કિનારે ગયા અને ત્યાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું.
2
ઘણા લોકો એકઠા થયા હોવાથી તે હોડીમાં ચઢી ગયા, જ્યારે લોકો કિનારા પર ઊભા રહ્યા.
3
ઉદાહરણો દ્વારા તેમણે તેમને ઘણી વાતો સમજાવી.
4
એકવાર એક માણસ બી વાવવા ગયો. તેણે ખેતરમાં બી નાખ્યાં. કેટલાંક બી માર્ગની બાજુ પર પડયાં. આકાશનાં પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં.
5
બીજાં કેટલાંક બી ખડકાળ જમીન પર પડયાં. ત્યાં માટી થોડી હતી. માટી ઊંડી ન હોવાથી બી તરત જ ઊગી નીકળ્યાં.
6
સૂર્યનો તાપ પડતાં જ કુમળા છોડ કરમાઈ ગયા અને મૂળ ઊંડાં ન હોવાથી સુકાઈ ગયાં.
7
કેટલાંક બી કાંટાઝાંખરાં મધ્યે પડયાં અને કાંટાઝાંખરાંએ વધીને છોડને દાબી દીધા.
8
પણ કેટલાંક બી સારી જમીનમાં પડયાં અને તેમને દાણા આવ્યા; કેટલાકને સોગણા, કેટલાકને સાઠગણા અને કેટલાકને ત્રીસગણા દાણા આવ્યા.
9
જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.
10
ઈસુના શિષ્યોએ તેમની પાસે આવીને પૂછયું, લોકો સાથે વાત કરતાં તમે ઉદાહરણો કેમ વાપરો છો?
11
ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન લોકોને નહિ, પણ તમને આપવામાં આવ્યું છે.
12
જે માણસની પાસે કંઈક છે, તેને વધારે આપવામાં આવશે, જેથી તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે કંઈ નથી, તેની પાસે જે થોડું છે તે પણ લઈ લેવામાં આવશે.
13
હું તેમની સાથે વાત કરતાં ઉદાહરણો વાપરું છું તેનું કારણ આ છે: તેઓ જુએ છે, પણ તેમને સૂઝતું નથી; તેઓ સાંભળે છે, પણ સમજતા નથી;
14
જેથી એમના સંબંધમાં સંદેશવાહક યશાયાએ કહેલી વાત સાચી પડે છે: ’તમે સાંભળ્યા જ કરશો, પણ સમજશા કે નહિ. તમે જોયા જ કરશો, પણ તમને સૂઝશે નહિ.
15
કારણ, આ લોકોનાં મન જડ થઈ ગયાં છે, અને તેમના કાન બહેર મારી ગયા છે, અને તેમણે પોતાની આંખો મીંચી દીધી છે. કદાચ, તેઓ પોતાની આંખોથી જુએ, કાનથી સાંભળે અને મનથી સમજે અને મારી તરફ પાછા ફરે ને હું તેમને સાજા કરું.’
16
ધન્ય છે તમને કે તમારી આંખો જુએ છે અને તમારા કાન સાંભળે છે.
17
હું તમને સાચે જ કહું છું: તમે જે જુઓ છો તે જોવા અને જે સાંભળો છો તે સાંભળવા ઘણા સંદેશવાહકો અને ઈશ્વરના ઘણા લોકો ઇચ્છતા હતા, પણ તેઓ જોઈ શક્યા કે સાંભળી શક્યા નહોતા.
18
બી વાવનારના ઉદાહરણનો અર્થ સાંભળો:
19
ઈશ્વરના રાજનો સંદેશો સાંભળીને તેને જેઓ સમજી શક્તા નથી તેઓ માર્ગની બાજુમાં પડેલાં બી જેવા છે. શેતાન આવે છે અને જે વાવવામાં આવેલું છે તે છીનવીને લઈ જાય છે.
20
ખડકાળ જમીનમાં પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળતાં આનંદથી સ્વીકારી લે છે.
21
પણ તે સંદેશો તેમનામાં ઊંડે સુધી ઊતરતો નથી, અને તેઓ ઝાઝું ટક્તા નથી. સંદેશાને લીધે જ્યારે વિપત્તિ કે સતાવણી આવે છે ત્યારે તેઓ પાછા પડી જાય છે.
22
કાંટાઝાંખરાં મધ્યે પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળે છે, પણ આ દુનિયાની ચિંતાઓ અને ધન પ્રત્યેનો લોભ સંદેશાને દાબી દે છે અને તેમને ફળ આવતાં નથી.
23
સારી જમીનમાં વાવવામાં આવેલાં બી એવા લોક છે કે જેઓ સંદેશો સાંભળે છે, તેને સમજે છે અને તેમને ફળ આવે છે; કેટલાકને સોગણાં, કેટલાકને સાઠગણાં અને કેટલાકને ત્રીસગણાં.
24
ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ આપ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસે ખેતરમાં સારાં બી વાવ્યાં.
25
એક રાત્રે જ્યારે બધા ઊંઘતા હતા ત્યારે દુશ્મન આવીને ઘઉંની સાથે જંગલી ઘાસનાં બી વાવી ચાલ્યો ગયો.
26
જ્યારે છોડ વધ્યા અને તેને દાણા લાવાના શરૂ થયા ત્યારે જંગલી ઘાસ દેખાઈ આવ્યું.
27
તે માણસના નોકરોએ આવીને તેને કહ્યું, ’સાહેબ, તમે તો ખેતરમાં સારું બી વાવ્યું હતું, તો પછી આ જંગલી ઘાસ આવ્યું ક્યાંથી?’
28
તેણે જવાબ આપ્યો, ’કોઈ દુશ્મને તે કામ કર્યું છે.’ તેમણે પૂછયું, ’શું અમે જઈને તે જંગલી ઘાસને ઉખાડી નાખીએ?’
29
તેણે જવાબ આપ્યો, ’ના, કારણ, તમે જંગલી ઘાસ ઉખાડો ત્યારે તેની સાથે કેટલાક ઘઉંના છોડ પણ નીકળી જાય તેમ છે.
30
કાપણી આવે ત્યાં સુધી ઘઉં અને જંગલી ઘાસને સાથે સાથે વધવા દો. કાપણી વખતે હું લણનારા નોકરોને કહીશ: સૌપ્રથમ તમે જંગલી ઘાસના છોડને કાપી નાખો અને અગ્નિમાં બાળી નાખવા તેના ભારા બાંધો અને ત્યાર પછી ઘઉંને એકઠા કરી મારા કોઠારમાં ભરો.
31
ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ કહ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસ રાઈનું બી લઈને તેને ખેતરમાં વાવે છે.
32
બધા પ્રકારનાં બીમાં તે નાનું છે, પણ જ્યારે તે ઊગે છે ત્યારે બધા છોડ કરતાં તેનો છોડ મોટો થાય છે. તેની ડાળીઓ ફેલાય છે અને પક્ષીઓ આવીને તેના પર માળા બાંધી વાસો કરે છે.
33
ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ કહ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક સ્ત્રી ખમીર લઈને ત્રણ માપ લોટમાં ભેળવે છે અને તેથી લોટના સમગ્ર લોંદામાં ખમીર સરી જાય છે.
34
ઈસુએ આ બધું લોકોને ઉદાહરણો દ્વારા કહ્યું. ઉદાહરણનો ઉપયોગ કર્યા સિવાય તે તેમને કોઈ વાત કહેતા નહિ.
35
સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એમ બન્યું: હું ઉદાહરણોનો ઉપયોગ કરીને તેમની સાથે વાત કરીશ, અને સૃષ્ટિના સરજનકાળથી જે બાબતો છૂપી છે તે હું જાહેર કરીશ.
36
લોકોને વિદાય કરીને ઈસુ ઘરમાં ગયા. તેમના શિષ્યોએ આવીને તેમને કહ્યું, ખેતરમાંના જંગલી ઘાસના ઉદાહરણનો અર્થ અમને સમજાવો.
37
ઈસુએ જવાબ આપ્યો, સારું બી વાવનાર વ્યક્તિ માનવપુત્ર છે.
38
ખેતર દુનિયા છે. સારું બી ઈશ્વરના રાજના લોક છે.
39
જંગલી ઘાસ શેતાનના લોક છે. જંગલી ઘાસ વાવનાર દુશ્મન શેતાન છે. કાપણી દુનિયાનો અંત છે અને લણનાર નોકરો તે દૂતો છે.
40
જેમ જંગલી ઘાસને એકઠું કરીને અગ્નિમાં બાળી નાખવામાં આવે છે તેમ અંતના સમયે પણ થશે.
41
માનવપુત્ર પોતાના દૂતોને મોકલશે, અને તેઓ રાજમાંથી પાપ કરાવનાર અને કરનાર સૌને એકઠા કરશે.
42
પછી તેઓ તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં રડવાનું ને દાંત કટકટાવવાનું થશે.
43
ત્યારે ઈશ્વરની માગણીઓ પ્રમાણે વર્તનારા લોકો પોતાના પિતાના રાજમાં સૂર્યની માફક પ્રકાશશે. જેને સાંભળવાને કાન હોય તે સાંભળે!
44
ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસને ખેતરમાં સંતાડેલો ખજાનો મળતાં તે તેને ફરી સંતાડી દે છે, અને એકદમ આનંદમાં આવી જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી તે ખેતર વેચાતું લઈ લે છે.
45
ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય:
46
સારાં મોતી ખરીદનાર વેપારીને ઉત્તમ મોતી મળી જતાં તે પોતાનું સર્વસ્વ વેચી દે છે અને પેલું મોતી ખરીદી લે છે.
47
ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: દરિયામાં નાખવામાં આવેલ જાળમાં બધાં પ્રકારનાં માછલાં પકડાઈ જાય છે.
48
જ્યારે તે ભરાઈ જાય છે ત્યારે માછીમારો તેને કિનારે ખેંચી લાવે છે અને માછલીઓને જુદી પાડે છે. જે સારી છે તે પોતાની ટોપલીઓમાં ભરે છે અને બિનઉપયોગી ફેંકી દે છે.
49
દુનિયાના અંતને સમયે આવું જ થશે. દૂતો જઈને સારા માણસો મધ્યે જે ભૂંડા રહે છે તેમને એકઠા કરશે,
50
અને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં તેઓ રડશે અને દાંત કટકટાવશે.
51
ઈસુએ તેમને પૂછયું, તમને આ બધું સમજાય છે? તેમણે જવાબ આપ્યો, હા.
52
તેથી ઈસુએ જવાબ આપ્યો, આનો અર્થ એ છે કે નિયમશાસ્ત્રનો દરેક શિક્ષક જે ઈશ્વરના રાજનો શિષ્ય બને છે તે પોતાના ભંડારમાંથી જૂની અને નવી વસ્તુઓ બહાર કાઢનાર ઘરધણી જેવો છે.
53
આ બધાં ઉદાહરણો કહી રહ્યા પછી ઈસુ તે સ્થળ મૂકીને પોતાના વતનમાં ગયા.
54
ત્યાંના ભજનસ્થાનમાં તેમણે શિક્ષણ આપ્યું અને જેમણે તેમને સાંભળ્યા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછયું, આ બધું જ્ઞાન તેની પાસે ક્યાંથી આવ્યું? અને તે કેવી રીતે ચમત્કારો કરે છે?
55
શું તે પેલા સુથારનો પુત્ર નથી? શું મિર્યામ તેની માતા નથી? અને યાકોબ, યોસેફ, સિમોન અને યહૂદા તેના ભાઈઓ નથી?
56
શું તેની બધી બહેનો અહીં રહેતી નથી? તો આ બધું જ્ઞાન તેને ક્યાંથી પ્રાપ્ત થયું?
57
અને એમ તેમણે ઈસુનો નકાર કર્યો. ઈસુએ તેમને કહ્યું, સંદેશવાહકને પોતાના વતન અને કુટુંબ સિવાય બીજી બધી જગ્યાએ આવકાર મળે છે.
58
ઈસુએ તેમના અવિશ્વાસને કારણે તેઓ મધ્યે ઝાઝાં અદ્ભૂત કાર્યો કર્યાં નહિ.
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 14 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28