bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Micah 5
Micah 5
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 6 →
1
હે યરુશાલેમના લોકો, તમારાં લશ્કરીદળો એકત્ર કરો. શત્રુઓએ આપણને ઘેરી લીધા છે. તેઓ ઇઝરાયલના રાજ્યર્ક્તાના મોં પર સોટી મારશે.
2
પ્રભુ કહે છે, “હે બેથલેહેમ એફ્રાથા, તું યહૂદિયાનાં નગરોમાં નાનાંમાં નાનું છે, પણ હું તારામાંથી એક એવો રાજ્યર્ક્તા ઊભો કરીશ કે જેનો પ્રારંભ પ્રાચીનકાળથી, હા, સનાતનકાળથી છે.
3
તેથી ગર્ભવતીને પુત્ર જન્મે ત્યાં સુધી પ્રભુ પોતાના લોકોને તજી દેશે. પછી તો એ પુત્રના જાત ભાઈઓમાંથી બચી ગયેલા લોકો દેશનિકાલમાંથી પાછા આવી બીજા ઇઝરાયલીઓ સાથે ભેગા થશે.
4
તે આવશે ત્યારે પ્રભુના સામર્થ્યથી તથા પ્રભુ પરમેશ્વરના નામના પ્રતાપથી પોતાના લોકો પર રાજ કરશે. તેના લોકો સલામતીમાં રહેશે. કારણ, પૃથ્વીના બધા લોકો તેમની આણ સ્વીકારશે,
5
અને તે શાંતિ સ્થાપશે. જ્યારે આશ્શૂરના લોકોનું સૈન્ય આપણા પર હુમલો કરે ત્યારે આપણે સૌથી શૂરવીર એવા આપણા અનેક આગેવાનો અને શાસકોને તેમની સામે ખડા કરી દઈશું.
6
તેઓ ભારે ક્તલ ચલાવીને નિમ્રોદના દેશ આશ્શૂરને જીતી લેશે. જ્યારે આશ્શૂરનું સૈન્ય આપણી સરહદ પર ચડાઈ કરે ત્યારે તેઓ આપણને તેમના હાથમાંથી છોડાવશે.
7
ઇઝરાયલના બચી ગયેલા લોકો ઘણી પ્રજાઓ માટે પ્રભુએ મોકલેલા તાજગીદાયક ઝાકળ જેવા અને ઊગતા છોડવા પર પડતાં ઝાપટાં જેવા થશે. તેઓ ઈશ્વર પર આધાર રાખશે, માણસ પર નહિ.
8
પ્રજાઓમાં બાકી રહી ગયેલા ઇઝરાયલના કેટલાક લોકો વનમાં કે ગૌચરોમાં શિકાર શોધતા સિંહના જેવા થશે. સિંહ ઘેટાંના ટોળામાં ધૂસે છે, તેમના પર ત્રાટકે છે અને તેમને ફાડી ખાય છે, અને બચાવની કોઈ આશા હોતી નથી.
9
એમ જ ઇઝરાયલ પોતાના શત્રુઓ પર જીત મેળવશે અને તેમનો બધાનો નાશ કરશે.
10
પ્રભુ કહે છે, “તે સમયે હું તમારા ઘોડાઓનો સંહાર કરીશ અને તમારા રથોનો નાશ કરીશ.
11
તમારા દેશનાં શહેરોનો હું નાશ કરીશ અને તમારા કિલ્લાઓને તોડી પાડીશ.
12
તમારા હાથે બાંધેલાં જાદુઈ માદળિયાં હું તોડી નાખીશ અને જોશ જોનારને હું રહેવા દઈશ નહિ.
13
જે મૂર્તિઓ અને પવિત્ર સ્તંભોની તમે પૂજા કરો છો તેમને હું તોડી પાડીશ. હવે પછી તમે હાથે ઘડેલી વસ્તુઓની પૂજા કરશો નહિ.
14
તમારા દેશમાંના અશેરા દેવીના સ્તંભોને હું ઉખેડી નાખીશ. અને તમારાં શહેરોનો નાશ કરીશ.
15
મને આધીન ન થનાર બધી પ્રજાઓ પર હું મારા ક્રોધમાં વૈર વાળીશ.
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 6 →
All chapters:
1
2
3
4
5
6
7