bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Proverbs 31
Proverbs 31
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 30
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
1
લમૂએલ રાજાને તેની માતાએ ભારપૂર્વક આપેલી આ ગંભીર શિખામણ છે:
2
“મારા પુત્ર, મારી કૂખે જન્મેલા પુત્ર, મારી માનતાઓના ઉત્તરરૂપે મળેલા પુત્ર, હું તને શું કહું?
3
સ્ત્રીઓ પાછળ તારું પૌરુષત્વ ખર્ચી નાખીશ નહિ, અને રાજાઓને બરબાદ કરનાર સ્ત્રીઓને તારું શરીર વશ કરીશ નહિ.
4
હે લમૂએલ, દ્રાક્ષાસવ પીવો એ રાજાઓને શોભતું નથી, એ તેમને માટે ઘટારત નથી; અને મદિરાની ઝંખના કરવી રાજવીઓને માટે શોભાસ્પદ નથી.
5
નહિ તો તે મદિરાપાન કરીને નિયમ ભૂલી જાય અને જુલમપીડિતોના હક્ક ડૂબાવી દે.
6
મૃત્યુની અણી પર હોય તેને મદિરા અને દુ:ખમાં ડૂબેલાં હોય તેમને દ્રાક્ષાસવ આપ;
7
તેઓ ભલે પીને પોતાની ગરીબી ભૂલી જાય, અને તેમને પોતાના દુ:ખનું વિસ્મરણ થાય.
8
પોતાનો દાવો રજૂ ન કરી શકે તેમને માટે તું અવાજ ઉઠાવ, અને નિરાધારોના હક્કનું રક્ષણ કર.
9
તારું મુખ ઉઘાડીને પોકાર અને તેમને ન્યાય અપાવ, અને ગરીબ તથા જુલમપીડિતોની રક્ષા કર.
10
આદર્શ પત્ની કોને મળે? તે હીરામોતી કરતાં વધુ મૂલ્યવાન છે.
11
તેનો પતિ તેના પર પૂરો ભરોસો રાખે છે, અને તેના પતિને કંઈ અછત રહેતી નથી.
12
જિંદગીભર તે તેનું ભલું જ કરે છે, અને ભૂંડું કદી નહિ.
13
તે ઊન અને અળસીરેસા પસંદ કરીને લાવે છે, અને ખંતથી પોતાનું કામ કરે છે.
14
વ્યાપારી વહાણની જેમ તે દૂરદૂરથી પોતાનું કરિયાણું લાવે છે.
15
તે પરોઢ થાય તે પહેલાં ઊઠીને પોતાના પરિવાર માટે ભોજનનો પ્રબંધ કરે છે, અને દાસીઓને કામ વહેંચી આપે છે.
16
તે ખેતરની ચક્સણી કર્યા પછી તેને ખરીદે છે, અને પોતાની કમાણીમાંથી દ્રાક્ષવાડી રોપે છે.
17
તે કમર કાસીને પરિશ્રમ માટે તૈયાર રહે છે, તે મજબૂત હાથે કામ કરે છે.
18
તે પોતાના કામનું મૂલ્ય જાણે છે, તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી.
19
તે જાતે જ તકલીથી કાંતે છે, અને જાતે જ પોતાનાં વસ્ત્રો વણે છે.
20
તે જુલમ પીડિતોને અને ગરીબોને ઉદાર હાથે આપે છે.
21
હિમ પડે ત્યારે પણ તેને કંઈ ચિંતા હોતી નથી; કારણ, તેના પરિવારના સભ્યો માટે ઊનનાં વસ્ત્રો છે.
22
તે પથારી માટે ચાદરો બનાવે છે, અને તેનાં વસ્ત્રો જાંબુડી બારીક શણનાં છે.
23
તેના પતિની ન્યાયસભામાં પ્રતિષ્ઠા છે, અને જાહેર સભામાં તેનું સ્થાન છે.
24
તે સ્ત્રી અળસીરેસાનાં વસ્ત્રો અને કમરબંધ બનાવે છે, અને વેપારીઓને વેચે છે.
25
શક્તિ અને ગૌરવ તેનાં વસ્ત્રો છે, તે ભાવિની ચિંતાને હસી કાઢે છે.
26
તેના મુખમાંથી જ્ઞાનની વાતો નીકળે છે, અને તેની જીભ સ્નેહભરી શિખામણ આપે છે.
27
તે પોતાના ઘરકુટુંબની બરાબર દેખરેખ રાખે છે, અને આળસની રોટલી ખાતી નથી.”
28
તેનાં બાળકો ઊઠીને તેને ધન્યવાદ આપે છે, અને તેનો પતિ પણ તેની પ્રશંસા કરે છે.
29
તે કહે છે, “ઘણી સ્ત્રીઓ ગુણિયલ હોય છે, પણ તું એ સર્વમાં ઉત્તમ છે.”
30
લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પણ પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર સ્ત્રી પ્રશંસા પામશે.
31
તેના પરિશ્રમનો તેને પૂરો પુરસ્કાર આપો; તેનાં કામ માટે જાહેરમાં. તેનું સન્માન કરો!
← Chapter 30
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31