bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Revelation 6
Revelation 6
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 5
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 7 →
1
પછી મેં જોયું તો હલવાને સાત મુદ્રામાંથી પ્રથમ મુદ્રા તોડી અને ચાર જીવંત પ્રાણીઓમાંના એકે મેઘગર્જનાના જેવા અવાજે કહ્યું, “આવ!”
2
અને મેં જોયું તો એક સફેદ ઘોડો હતો. તેની પર સવાર થયેલ વ્યક્તિના હાથમાં એક ધનુષ હતું અને તેને એક મુગટ આપવામાં આવ્યો હતો. તે વિજેતાની અદાથી જીતવા નીકળી પડયો.
3
પછી હલવાને બીજી મુદ્રા તોડી ત્યારે મેં બીજા પ્રાણીને આમ કહેતાં સાંભળ્યું, “આવ!”
4
એટલે બીજો લાલ રંગનો ઘોડો આવ્યો. તેના સવારને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી હતી; જેથી માણસો એકબીજાને મારી નાખે. તેને એક મોટી તલવાર આપવામાં આવી હતી.
5
પછી હલવાને ત્રીજી મુદ્રા તોડી અને મેં ત્રીજા પ્રાણીને આમ કહેતાં સાંભળ્યું, “આવ!” મેં જોયું તો એક કાળો ઘોડો હતો. તેના સવારના હાથમાં ત્રાજવાં હતાં.
6
પછી, જાણે ચાર જીવંત પ્રાણીઓની મયમાંથી આવતી હોય એવી વાણી મેં સાંભળી: “એક દીનારના આશરે અર્ધો કિલો ઘઉં અને એક દીનારના આશરે દોઢ કિલો જવ. પરંતુ ઓલિવ તેલ અને દ્રાક્ષાસવનો બગાડ કરીશ નહિ.”
7
પછી હલવાને ચોથી મુદ્રા તોડી ત્યારે મેં ચોથા પ્રાણીને આમ કહેતાં સાંભળ્યું, “આવ!”
8
મેં જોયું તો ફિક્કા રંગનો એક ઘોડો હતો. તેના સવારનું નામ “મૃત્યુ” હતું અને હાડેસ તેની પાછળ પાછળ ચાલ્યું જતું હતું. પૃથ્વી પરના લોકોના ચોથા ભાગને લડાઈ, દુકાળ, રોગચાળો અને જંગલી પ્રાણીઓ દ્વારા મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો હતો.
9
પછી હલવાને પાંચમી મુદ્રા તોડી, ત્યારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવા માટે અને સાક્ષી પૂરવાને લીધે માર્યા ગયેલા શહીદોના આત્માઓને મેં વેદીની નીચે જોયા.
10
તેમણે મોટે સાદે પોકાર્યું, “સર્વસમર્થ, પવિત્ર અને સત્ય પ્રભુ! અમારો વધ કરનાર પૃથ્વીના લોકોનો ન્યાય કરવામાં અને બદલો વાળવામાં ક્યાં સુધી વિલંબ કરશો?”
11
પછી તેમનામાંના દરેકને સફેદ ઝભ્ભો આપવામાં આવ્યો, અને જ્યાં સુધી તેમની જેમ વધ થનારા સાથીસેવકો અને ભાઈઓની સંખ્યા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને થોડો વધારે સમય આરામ લેવા જણાવવામાં આવ્યું.
12
પછી હલવાને છઠ્ઠી મુદ્રા તોડી ત્યારે મેં જોયું કે ભયાનક ધરતીકંપ થયો અને સૂર્ય કાળો મેશ જેવો થઈ ગયો અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો.
13
પવનનાં વાવાઝોડાંથી તૂટી પડતાં ક્ચાં અંજીરની જેમ આકાશમાંથી તારાઓ પૃથ્વી પર ખરી પડયા.
14
કાગળનો વીંટો લપેટાતો જતો હોય તેમ આકાશ અદૃશ્ય થયું અને બધા પર્વત અને ટાપુ પોતાને સ્થાનેથી ખસેડાઈ ગયા.
15
પછી પૃથ્વીના રાજવીઓ, સત્તાધીશો અને સેનાપતિઓ, ધનિકો અને શૂરવીરો, ગુલામો અને સ્વતંત્ર માણસો અને બીજા સૌ કોઈ ગુફાઓમાં અને પર્વતો ઉપર ખડકોમાં સંતાઈ ગયા.
16
તેઓ પર્વતો અને ખડકોને પોકારવા લાગ્યા, “અમારા ઉપર પડો અને રાજ્યાસન પર બિરાજનારની દૃષ્ટિથી અને હલવાનના કોપથી અમને સંતાડો.
17
તેમના કોપનો મહાન દિવસ આવી લાગ્યો છે અને તેમની સામે કોણ ટકી શકે?”
← Chapter 5
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 7 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22