bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Romans 13
Romans 13
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 14 →
1
દરેકે રાજ્યના અધિકારીઓને આધીન રહેવું. કારણ, ઈશ્વરની પરવાનગી વગર અપાયો હોય એવો કોઈ અધિકાર નથી. અધિકારીઓ ઈશ્વર તરફથી નિમાયેલા હોય છે.
2
જે કોઈ અધિકારનો વિરોધ કરે છે, તે ઈશ્વરે ઠરાવેલી વ્યવસ્થાનો વિરોધ કરે છે. જે કોઈ એવું કૃત્ય કરે છે, તે પોતા પર શિક્ષા લાવશે.
3
સારું ક્મ કરનારાઓને અધિકારીઓની બીક લાગતી નથી; પણ ભૂંડુ કરનારાઓને જ લાગે છે. શું તમારે અધિકારીઓથી ભયમુક્ત થવું છે? તો જે સારું છે તે કરો; એટલે, તે તમારાં વખાણ કરશે.
4
તે તો તમારા ભલા માટે ઈશ્વર તરફથી નિમાયેલો સેવક છે. જો તમે ભૂંડું કરો, તો જ તમને તેની બીક લાગે. કારણ, તેની પાસે સજા કરવાની ખરેખરી સત્તા છે. તે તો ભૂંડાં ક્મ કરનારને સજા કરવા ઈશ્વરથી નિમાયેલો સેવક છે.
5
તમારે માત્ર સજાની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિને ખાતર પણ અધિકારીઓને આધીન રહેવું.
6
અધિકારીઓ ફરજ બજાવવામાં ઈશ્વરને માટે ક્મ કરે છે. આથી તમારે કરવેરા ભરવા જોઈએ.
7
દરેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો હક હોય તેને કર, જેને જક્તનો હક હોય તેને જક્ત, જેને ડરનો હક હોય તેને ડર, જેને માનનો હક હોય તેને માન આપો.
8
એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું કોઈ દેવું ન કરો, કેમકે જે કોઈ બીજા ઉપર પ્રેમ રાખે છે, તેણે નિયમનું પૂરું પાલન કર્યું છે.
9
કારણ, “વ્યભિચાર કરવો નહિ, ખૂન કરવું નહિ, ચોરી કરવી નહિ, લોભ રાખવો નહિ,” આ બધી આજ્ઞાઓનો સાર આ એક જ વાકાયમાં મળી જાય છે. “જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.”
10
બીજાઓ પર પ્રેમ રાખનાર તેમનું કદી ખરાબ કરતો નથી. પ્રેમ કરવામાં આખા નિયમશાસ્ત્રનું પાલન થાય છે.
11
તમારે તેમ કરવાની જરૂર છે; કારણ, આ કેવો સમય છે તે તમે જાણો છો. હાલ તમારે ઊંઘમાંથી જાગવાનો સમય આવી પહોંચ્યો છે. આપણે વિશ્વાસ કર્યો, ત્યારના કરતાં હાલ આપણો ઉદ્ધાર વધુ નજીક છે.
12
રાત્રિ લગભગ પસાર થઈ ગઈ છે; દિવસ નજીક આવી પહોંચ્યો છે. હવે અંધકારનાં દુષ્ટ કામો કરવાનું બંધ કરી દઈએ. પ્રકાશનાં શસ્ત્રો સજી લઈએ.
13
દિવસના પ્રકાશમાં જીવનાર લોકોની માફક આપણું વર્તન યથાયોગ્ય રાખીએ. એટલે કે, આપણે ભોગવિલાસમાં, નશાબાજીમાં, વ્યભિચારમાં, અશ્ર્લીલ વર્તનમાં, ઝગડામાં કે ઈર્ષામાં જીવીએ નહિ;
14
પણ તમારા બખ્તર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને તમારા દેહની વાસનાઓ સંતોષવા તરફ ધ્યાન ન આપો.
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 14 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16