bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Zechariah 3
Zechariah 3
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 4 →
1
ત્યાર પછી એક બીજા સંદર્શનમાં પ્રભુએ મને પ્રભુના દૂત સમક્ષ પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને ઊભો રહેલો દેખાડયો અને ત્યાં યહોશુઆની પાસે તેના પર દોષ મૂકવા માટે શેતાન ઊભો હતો.
2
પ્રભુના દૂતે શેતાનને કહ્યું, “હે શેતાન, પ્રભુ તને ઠપકો આપો. યરુશાલેમને ચાહનાર પ્રભુ તને ધમકાવો. આ માણસ તો અગ્નિમાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવો છે.” યહોશુઆ ગંદાં વસ્ત્રો પહેરીને ઊભો હતો.
3
દૂતે પોતાના સ્વર્ગીય સેવકોને કહ્યું, “આ માણસે પહેરેલાં ગંદાં વસ્ત્ર ઉતારી લો.” પછી તેણે યહોશુઆને કહ્યું, “મેં તારું પાપ દૂર કર્યું છે અને હું તને પહેરવા માટે નવાં વસ્ત્ર આપીશ.”
5
તેણે સેવકોને યહોશુઆના માથા ઉપર સ્વચ્છ પાઘડી મૂકવા જણાવ્યું. તેથી તેમણે તેને પાઘડી પહેરાવી, અને પ્રભુનો દૂત ત્યાં ઊભો હતો તેવામાં તેમણે તેને નવાં વસ્ત્ર પણ પહેરાવ્યાં.
6
સર્વસમર્થ પ્રભુએ આમ કહ્યું છે: “જો તમે મારા નિયમો પાળો અને તમને મેં સોંપેલી ફરજ અદા કરો તો મારું મંદિર તમારા હસ્તક રહેશે અને જેમ મારી તહેનાતમાં રહેનાર દૂતોની પ્રાર્થનાઓ હું સાંભળું છું,
8
તેમ હું તમારી પ્રાર્થનાઓ સાંભળીશ. તેથી હે પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ, મારું સાંભળ! હે તેના સાથી યજ્ઞકારો, તમે પણ તેનું સાંભળો! તમે તો સારા ભાવિની નિશાનીરૂપ છો: અંકુર તરીકે ઓળખાતા મારા સેવકને હું પસંદ કરીશ.
9
હું યહોશુઆની સમક્ષ સાત પાસાવાળો એક પથ્થર મૂકું છું. હું તેના પર એક લેખ કોતરીશ અને એક જ દિવસમાં હું આ દેશનો અપરાધ દૂર કરીશ.
10
તે દિવસ આવે ત્યારે તમારામાંનો પ્રત્યેક માણસ પોતાની દ્રાક્ષવાડીઓ અને અંજીરોથી મળેલ શાંતિ અને સલામતીનો ઉપભોગ કરવા પોતાના પડોશીને બોલાવશે.”
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 4 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14