bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
/
Ephesians 3
Ephesians 3
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 4 →
1
એ કારણથી, હું પાઉલ તમો બિનયહૂદીઓને માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન,
2
ઈશ્વરની જે કૃપા તમારે સારુ મને આપવામાં આવી છે, તેના કારભાર વિષે તમે સાંભળ્યું હશે કે,
3
પ્રકટીકરણથી તેમણે [ઈશ્વરે] મને જે મર્મ સમજાવ્યો, તે વિષે મેં અગાઉ સંક્ષિપ્તમાં લખ્યું;
4
તે વાંચીને તમે ખ્રિસ્તનાં મર્મ વિષેની મારી માહિતી જાણી શકશો.
5
જેમ અગાઉની પેઢીના માણસોના દીકરાઓને જાણવામાં આવ્યું ન હતું જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને [પવિત્ર] આત્મામાં પ્રગટ થયેલા છે,
6
એટલે કે બિનયહૂદીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા, [અમારા] સાથી વારસો, તથા શરીરનાં સાથી અવયવો, તથા તેમના આશાવચનના સહભાગીદાર છે;
7
ઈશ્વરના સામર્થ્યના પરાક્રમથી તથા તેમના આપેલા કૃપાદાન પ્રમાણે, હું આ સુવાર્તાનો સેવક થયેલો છું.
8
હું સંતોમાં નાનામાં નાનો હોવા છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે કે, હું બિનયહૂદીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું;
9
અને ઈશ્વર જેમણે સર્વનું સર્જન કર્યું છે, તેમનાંમાં આરંભથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું સર્વને જણાવું.
10
એ સારુ કે જે સનાતન કાળનો ઇરાદો તેણે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં રાખ્યો,
11
તે [સંકલ્પ] પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન વિશ્વાસી સમુદાયદ્વારા જણાય.
12
તેઓ [ખ્રિસ્ત ઈસુ] માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે.
13
એ માટે હું માંગુ છું કે, તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે નાહિંમત થશો નહિ કેમ કે તે વિપત્તિ તો તમારો મહિમા છે.
14
એ કારણથી પિતા,
15
જેમનાં નામ પરથી સ્વર્ગનાં તથા પૃથ્વી પરનાં સર્વ કુટુંબને નામ આપવામાં આવે છે,
16
તે [પિતા] ની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું, કે તે [ઈશ્વર] પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તેમના [પવિત્ર] આત્મા દ્વારા તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે;
17
અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત વસે; જેથી તમારાં મૂળ પ્રેમમાં રોપીને અને તેનો પાયો દૃઢ કરીને,
18
સર્વ સંતોની સાથે [ખ્રિસ્તના પ્રેમની] પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે તમે સમજી શકો,
19
ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની મર્યાદાની બહાર છે તે પણ તમે સમજી શકો; કે તમે ઈશ્વરની પરિપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.
20
હવે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં, જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે, આપણે સારુ પુષ્કળ કરી શકે છે,
21
તેમને [ઈશ્વરને] ખ્રિસ્ત ઈસુમાં તથા વિશ્વાસી સમુદાયમાં સર્વકાળ પેઢી દરપેઢી મહિમા હો. આમીન.
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 4 →
All chapters:
1
2
3
4
5
6