bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
1 Chronicles 26
1 Chronicles 26
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 25
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 27 →
1
દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ નીચે પ્રમાણે પાડવામાં આવી હતી. કોરાહીઓમાં:આસાફના પુત્રોમાંના કોરેનો પુત્ર મશેલેમ્યા.
2
મશેલેમ્યાના પુત્રો:એટલે તેનો જ્યેષ્ઠ પુત્ર ઝખાર્યા, બીજો યદિયેલ, ત્રીજો ઝબાદ્યા, ચોથો યાથ્નીએલ;
3
પાંચમો એલામ, છઠ્ઠો યહોહાનાન ને સાતમો એલ્યહોએનાય.
4
ઓબેદ-અદોમના પુત્રોમાં તેનો જ્યેષ્ઠ પુત્ર શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો યોઆ, ચોથો શાખાર, પાંચમો નથાનિયેલ;
5
છઠ્ઠો આમ્મીએલ, સાતમો ઇસ્સાખાર, ને આઠમો પુલ્લથાઈ; કેમ કે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હતો.
6
તેના પુત્ર શમાયાને પણ પુત્રો થયા હતા, જેઓ પોતાના પિતાના કુટુંબના અધિકારીઓ હતા; કેમ કે તેઓ શૂરવીર હતા.
7
શમાયાના પુત્રો:ઓથ્ની, રફાએલ, ઓબેદ તથા એલઝાબદ; તેના ભાઈઓ અલિહૂ તથા સમાખ્યા શૂરવીર પુરુષો હતા.
8
તેઓ સર્વ ઓબેદ-અદોમનના પુત્રો હતા. તેઓ, તોઓના પુત્રો તથા તેઓના ભાઈઓ સર્વ સેવાને માટે બળવાન તથા શક્તિમાન પુરુષો હતા; એ પ્રમાણે ઓબેદ-અદોમના બાસઠ વંશજો હતા.
9
મશેલેમ્યાના પુત્રો તથા તેના ભાઈઓ મળીને અઢાર શૂરવીર પુરુષો હતા.
10
વળી મરારીના પુત્રોમાંના હોસાને પણ પુત્રો થયા હતા; તેમાં મુખ્ય શિમ્રી (જો કે તે જ્યેષ્ઠ ન હતો, તો પણ તેના પિતાએ તેને મુખ્ય ઠરાવ્યો હતો;)
11
બીજો હિલ્કિયા, ત્રીજો ટબાલ્યા, તથા ચોથો ઝખાર્યા; હોસાના પુત્રો તથા તેના ભાઈઓ મળીને તેર હતા.
12
એ મુખ્ય માણસોમાંથી દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ પાડી હતી, તેઓને તેઓના ભાઈઓની માફક યહોવાના મંદિરમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
13
તેઓએ, એટલે નાનાએ તેમ જ મોટાએ, પોતાના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે, દરેક દરવાજાને માટે ચિઠ્ઠીઓ નાખી.
14
પૂર્વ તરફની ચિઠ્ઠી શેલેમ્યાની નીકળી. ત્યાર પછી તેનો પુત્ર ઝખાર્યા કે જે બુદ્ધિમાન મંત્રી હતો તેને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી.અને તેની ચિઠ્ઠી ઉત્તર તરફથી નીકળી.
15
ઓબેદ-અદોમની દક્ષીણ તરફની; અને તેના પુત્રોની ભંડારની.
16
શુપ્પીમ તથા હોસાની પશ્ચિમ તરફની એટલે ચઢતા ઢોળાવની સડક ઉપર, શાલ્લેખેથ દરવાજા પાસેની [જગાની] એટલે સામસામી બીજી ચોકીની નીકળી.
17
પૂર્વ તરફ દરરોજ છ લેવીઓ હાજર રહેતા હતા, ઉત્તર તરફ ચાર, દક્ષિણ તરફ ચાર, ને ભંડાર [ના દરેક દરવાજાને] માટે બબ્બે.
18
પશ્ચિમ તરફ પાર્બારને માટે, સડક પાસે ચાર, ને પાર્બાર પાસે બે.
19
કોરાહીઓની તથા મરારીઓની દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ એ હતી.
20
લેવીઓ પૈકી અહિયા ઈશ્વરના મંદિરના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો.
21
લાદાન ગેર્શોનીના પિતૃઓનાં [કુટુંબોમાં] મુખ્ય અહીએલી,
22
યહીએલના પુત્રો:ઝેથામ તથા તેનો ભાઇ યોએલ યહોવાના મંદિરના ભંડારો પર હતા.
23
આમ્રામીઓ, ઇસહારીઓ, હેબ્રોનીઓ તથા ઉઝ્ઝીએલીઓ [માંથી કોઈ કોઈ હતા.]
24
મૂસાના પુત્ર ગેર્શોમનો પુત્ર શબુએલ ભંડારો પર કારભારી હતો,
25
તેના ભાઈઓ:એલિએઝેરથી તેનો પુત્ર રહાબ્યા થયો, તેનો પુત્ર યશાયા, તેનો પુત્ર યોરામ, તેનો પુત્ર ઝિખ્રી તથા તેનો પુત્ર શલોમોથ.
26
આ શલોમોથ તથા તેના ભાઈઓ, પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ તથા તેઓના પિતૃઓનાં [કુટુંબોના] મુખ્ય પુરુષોએ, સહસ્રાધિપતિઓએ, શતાધિતપતિઓએ તથા સૈન્યના સરદારોએ અર્પણ કર્યા હતાં, તેઓના ઉપર હતા.
27
યહોવાનું મંદિર સમારવા માટે તેઓએ યુદ્ધમાં મેળવેલી લૂટમાંથી કંઈક ભાગ અર્પણ કર્યો હતો.
28
જે બધું શમુએલ દષ્ટાએ, કીશના પુત્ર શાઉલે, નેરનો પુત્ર આબ્નેરે તથા સરુયાના પુત્ર યોઆબે અર્પણ કર્યું હતું, તથા જે કંઈ બીજા કોઈએ અર્પણ કર્યું હતું તે સર્વ શલોમોથ તથા તેના ભાઈઓના હવાલામાં હતું.
29
ઇસહારીઓમાંનો કનાન્યા તથા તેના પુત્રો બહારના કામને માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા.
30
હેબ્રોનીઓમાંનો હશાબ્યા તથા તેના ભાઈઓ એક હજાર સાતસો શુરવીર પુરુષો હતા, તેઓ યહોવાના સર્વ કામને માટે તથા રાજાની સેવાને માટે યર્દન પાર પશ્ચિમ તરફના ઇઝરાયલના અધિકારીઓ હતા.
31
હેબ્રોનીઓના પિતૃઓનાં [કુટુંબોની] વંશાવળી પ્રમાણે તેઓમાંનો મુખય યરિયા હતો. દાઉદની કારકિર્દીના ચાળીસમા વર્ષમાં તેઓની ચૂંટણી થઈ, ને તેઓમાંના કેટલાક શૂરવીર પુરુષો ગિલ્યાદના આઝેરમાં મળી આવ્યા.
32
તેના ભાઈઓમાં શૂરવીર પુરુષો તથા તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો બે હજાર સાતસો હતા. તેમને દાઉદ રાજાએ ઈશ્વર સંબંધીની પ્રત્યેક બાબતને માટે તથા રાજાના કામને માટે રુબેનીઓ, ગાદીઓ તથા મનાશ્શાના અર્ધકુળ પર દેખરેખ રાખનારા ઠરાવ્યા.
← Chapter 25
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 27 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29