bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
1 Corinthians 7
1 Corinthians 7
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 8 →
1
હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે:માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું.
2
પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્ત્રીએ લગ્ન કરવું.
3
પતિએ પોતાની પત્ની પ્રત્યે પોતાની ફરજ બજાવવી; અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યે પોતાની ફરજ બજાવવી.
4
પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે. એમ જ પતિને પણ પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે.
5
એકબીજાથી જુદાં ના પડો, પણ માત્ર પ્રાર્થનામાં રહેવા માટે એકબીજાની સંમતિથી થોડી વાર સુધી જુદાં પડો તો પડો, અને પછી પાછાં એકઠાં રહો, રખેને તમે તમારા વિકારને વશ થયાને લીધે શેતાન તમારું પરીક્ષણ કરે.
6
પણ હું આ વાત આજ્ઞા તરીકે નહિ પણ છૂટ દાખલ કહું છું.
7
પરતું સર્વ માણસ મારા જેવાં હોય એવી મારી ઇચ્છા છે. પણ ઈશ્વર તરફથી દરેકને પોતપોતાનું ખાસ કૃપાદાન મળેલું છે, કોઈને એક પ્રકારનું અને કોઈને બીજા પ્રકારનું.
8
પણ કુંવારાને તથા વિધવાઓને હું કહું છું કે, તેઓ જો મારા જેવાં રહે તો એ તેમને લાભકારક છે.
9
પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે, તો ભલે તેઓ પરણે. કેમ કે [વાસનાથી] બળવા કરતાં પરણવું સારું છે.
10
પણ પરણેલાંઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે કે, સ્ત્રીએ પોતાના પતિથી જુદા થવું નહિ.
11
(પણ જો તે જુદી થાય તો તેણે ફરીથી પરણવું નહિ, અથવા તો પોતાના પતિની સાથે મેળાપ કરીને રહેવું.) અને પતિએ પોતાની પત્નીનો ત્યાગ ન કરવો.
12
પણ બાકીનાઓને તો, પ્રભુ નહિ પણ હું કહું છું કે, જો કોઈ ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો તેણે એનો ત્યાગ કરવો નહિ.
13
અને કોઈ [વિશ્વાસી] સ્ત્રીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો તેણે તેનો ત્યાગ કરવો નહિ.
14
કેમ કે અવિશ્વાસી પતિ [વિશ્વાસી] પત્નીથી પવિત્ર થયેલો છે, અને અવિશ્વાસી પત્ની [વિશ્વાસી] પતિથી પવિત્ર થયેલી છે, નહિ તો તમારાં બાળકો અશદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.
15
પણ જો અવિશ્વાસી માણસ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો. એવા [સંજોગો] માં કોઈ ભાઈ કે બહેન બંધનમાં નથી. પણ ઈશ્વરે આપણને શાંતિમાં તેડયા છે.
16
અરે સ્ત્રી, તું તારા પતિને તારીશ કે નહિ એ તું શી રીતે જાણે? અથવા, અરે પતિ, તું શી રીતે જાણે છે કે તું તારી પત્નીને તારીશ કે નહિ?
17
માત્ર જેમ પ્રભુએ દરેકને વહંચી આપ્યું છે, અને જેમ ઈશ્વરે દરેકને તેડયું છે. તેમ તેણે વર્તવું. એ જ [નિયમ] હું સર્વ મંડળીઓમાં ઠરાવું છું.
18
શું કોઈ સુન્નતીને તેડવામાં આવ્યો છે? તો તેણે બેસુન્નતી ન થવું. શું કોઈ બેસુન્નતીને તેડવામાં આવ્યો છે? તો તેણે સુન્નતી થવું નહિ.
19
સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી. પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન તે જ [બધું છે].
20
દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય તેમાં જ તે રહે.
21
શું તને દાસ છતાં તેડવામાં આવ્યો છે? તો એની ચિંતા ન કર; પણ જો તું છૂટો થઈ શકે એમ હોય, તો વધારે સારું એ છે કે તારે તેનો લાભ લેવો.
22
કેમ કે જે દાસને પ્રભુએ તેડયો તે પ્રભુનો સ્વતંત્ર છે. અને એમ જ જે સ્વતંત્રને તેડવામાં આવ્યો તે ખ્રિસ્તનો દાસ છે.
23
તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. માણસના દાસ ન થાઓ
24
ભાઈઓ, જે [સ્થિતિ] માં દરેકને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં તેણે ઈશ્વરની સાથે રહેવું.
25
હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી. પણ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી કૃપા પામેલા માણસ તરીકે હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.
26
મને લાગે છે કે હાલના સંકટના કારણથી દરેક માણસે પોતાની [હાલ] જે સ્થિતિ છે તેમાં રહેવું સારું છે.
27
શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી છૂટો થવાની ઈચ્છા ન રાખ. શું તું પત્નીથી છૂટો થયો છે? [જો હોય] તો પત્નીની ઈચ્છા ન રાખ.
28
પણ જો તું પરણે, તો તેં પાપ કર્યું એમ નથી. અને જો કુંવારી પરણે તો તેણે પાપ કર્યું એમ પણ નથી. પણ એવાંને શારીરિક દુ:ખ થશે. પણ હું તમારો બચાવ કરવા ઇચ્છું છું.
29
પણ ભાઈઓ, હું એ કહું છું કે સમય થોડો રહેલો છે, માટે જેઓ પરણેલા તેઓ હવેથી વગર પરણેલા જેવા થાય.
30
જેઓ રડનારા છે તેઓ નહિ રડનારા જેવા થાય; અને આનંદ કરનારા નહિ આનંદ કરનારા જેવા થાય; વેચાતું લેનારા તેઓ પોતાની પાસે કશું નહિ રાખનારા જેવા થાય;
31
અને આ જગતનો વહેવાર કરનારા તેઓ [જગતના] વહેવારમાં તલ્લીન થઈ ગયેલા જેવા ન થાય; કેમ કે આ જગતનો ડોળદમાક જતો રહે છે.
32
પણ તમે નિશ્ચિત રહો, એવી મારી ઇચ્છા છે. જે પરણેલો નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે કે, મારે પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરવા.
33
પણ પરણેલો દુનિયાદારીની ચિંતા રાખે છે કે, મારે મારી પત્નીને કેવી રીતે પ્રસન્ન કરવી.
34
તેમ જ પરણેલી તથા કુંવારી સ્ત્રીમાં પણ ફેર છે. જે પરણેલી નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે કે, તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરણેલી સ્ત્રી દુનિયાદારીની ચિંતા રાખે છે કે, મારે મારા પતિને કેવી રીતે પ્રસન્ન કરવો.
35
આ હું તમારા પોતાના હિતને માટે કહું છું. તમને બંધનમાં નાખવાને માટે નહિ, પણ તમે યોગ્ય રીતે [ચાલો] તથા એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા કરો [એ માટે કહું છું].
36
પણ જો કોઈને એમ લાગે કે પોતે પોતાની કુંવારી [દીકરી] વિષે અયોગ્ય રીતે વર્તે છે, અને જો તે પુખ્ત ઉંમરની થઈ હોય, અને અગત્યનું હોય, તો તે તેની ઇચ્છા પ્રમાણે કરે. (તેમ કરવામાં) તે પાપ કરતો નથી. તે તેમને પરણવા દે.
37
પણ અગત્ય ન હોવા છતાં, જે પોતાના હ્રદયમાં દઢ રહે છે, અને પોતાના મન પર કાબૂ રાખે છે, અને પોતાના હ્રદયમાં એવો ઠરાવ કરે છે કે હું મારી કુંવારી દીકરીને એવી ને એવી રાખીશ તો તે સારું કરે છે.
38
એટલે જે તેને પરણાવે છે તે સારું કરે છે, અને જે તેને પરણાવતો નથી તે વધારે સારું કરે છે.
39
સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી તે બંધાયેલી છે. પણ જો તેનો પતિ મરી ગયો હોય, તો જેને તે ઇચ્છે તેને પરણવાની તેને છૂટ છે, પણ કેવળ પ્રભુમાં.
40
પણ જો તે એકલી રહે તો મારા ધાર્યા પ્રમાણે તે વધારે સુખી થશે. મને પણ ઈશ્વરનો આત્મા છે, એમ હું ધારું છું.
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 8 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16