bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
1 Samuel 30
1 Samuel 30
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 29
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 31 →
1
દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિક્લાગ પહોંચ્યા, ત્યારે એમ બન્યું કે, અમાલેકીઓએ નેગેબ પર તથા સિક્લાગ પર હલ્લો કરીને સિક્લાગ પર મારો ચલાવી તેને બાળી દીધું હતું.
2
અને તેમાંથી સ્ત્રીઓને તથા નાનાં મોટાં [સર્વ] ને કેદ પકડયાં હતાં. તેઓએ કોઈને મારી નાખ્યું ન હતું, પણ તેઓનું હરણ કરીને તેઓ પોતાને રસ્તે ચાલ્યા ગયા હતા.
3
દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા, ત્યારે જુઓ, તે તો આગથી બાળી નંખાયેલું હતું. અને તેઓની સ્ત્રીઓ, તેઓના દિકરાઓ તથા તેઓની દિકરીઓ બંદીવાન કરાયેલાં હતાં.
4
તેથી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા.
5
દાઉદની બે પત્નીઓનું, એટલે અહિનોઆમ યિઝ્રએલી તથા નાબાલ કાર્મેલીની સ્ત્રી અબિગાઇલનું પણ હરણ કરવામાં આવ્યું હતું.
6
અને દાઉદને ઘણો ખેદ થયો; કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ, સર્વ લોક પોતપોતાના દિકરાઓ તથા દિકરીઓને લીધે મનમાં દુ:ખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું.
7
પછી દાઉદે અહીમેલેખના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું, “કૃપા કરીને એફોદ અહીં મારી પાસે લાવ.” એટલે અબ્યાથાર દાઉદ પાસે એફોદ લઈ આવ્યો.
8
દાઉદે યહોવાની સલાહ પૂછી, “જો હું એ ટુકડીની પાછળ પડું, તો શું હું તેને પકડી પાડી શકીશ?” તેણે તેને ઉત્તર આપ્યો, “પાછળ પડ; કેમ કે નક્કી તું [તેઓને] પકડી પાડીશ, ને બેશક [બધું] પાછું મેળવીશ.”
9
તેથી દાઉદ તથા તેની સાથેના છસો માણસો નીકળ્યા, ને બસોર નાળા આગળ પહોંચ્યા, જ્યાં પાછળ પડી ગયેલાઓ થોભ્યા.
10
પણ દાઉદ તથા ચારસો માણસો લાગુ રહ્યા. કેમ કે [બાકીના] બસો માણસો એટલા બધા નિર્ગત થઈ ગયા હતા કે તેઓ બસોર નાળું ઊતરી શક્યા નહિ, તેથી તેઓ પાછળ રહી ગયા.
11
તેઓને એક મિસરી પુરુષ ખેતરમાં મળ્યો, ને તેને તેઓ દાઉદ પાસે લાવ્યા, ને તેઓએ તેને રોટલી આપી, તે તેણે ખાધી. વળી તેઓએ તેને પીવાનું પાણી આપ્યું.
12
તેમ જ તેઓએ અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સૂકી દ્રાક્ષોની બે લૂમો તેને આપી. તે ખાધા પછી તે પાછો હોશમાં આવ્યો; કેમ કે ત્રણ દિવસ ને ત્રણ રાત થયાં તેણે રોટલી ખાધી નહોતી, ને પાણી પણ પીધું નહોતું.
13
દાઉદે તેને પૂછ્યું, “તું કોના તાબાનો છે? અને તું ક્યાંથી આવ્યો છે?” તેણે કહ્યું, “હું મિસરનો એક જુવાન છું, ને એક અમાલેકીનો ચાકર છું. ત્રણ દિવસ અગાઉ હું માંદો પડ્યો, તેથી મારા ધણીએ મને તજી દીધો.
14
અમે કરેથીઓના દક્ષિણ ભાગ પર, યહૂદિયાના દેશ પર, તથા કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી, ને સિક્લાગને અમે આગથી બાળી નાખ્યું.”
15
દાઉદે તેને કહ્યું, “તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?” તેણે કહ્યું, “જો તમે ઈશ્વરના સોગન ખાવ કે તમે મને મારી નહિ નાખો, અથવા મારા ધણીના હાથમાં મને સોંપી નહિ દો, તો હું તમને તે ટુકડી પાસે લઈ જાઉં.”
16
અને તે દાઉદને ત્યાં લઈ ગયો ત્યારે, જુઓ, તે લોક આખા મેદાન પર આમતેમ પડેલા હતા, ને ખાતાપીતા તથા મિજબાની કરતા હતા, કેમ કે પલિસ્તીઓના દેશમાંથી તથા યહૂદિયાના દેશમાંથી તેઓએ પુષ્કરળ લૂટ મેળવી હતી.
17
દાઉદે તેઓને પ્રાત:કાળથી તે બીજા દિવસની સાંજ સુધી માર્યા. અને જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ.
18
વળી અમાલેકીઓ જે કંઈ લઈ ગયા હતા તે સર્વ દાઉદે પાછું મેળવ્યું. દાઉદે પોતાની બે સ્ત્રીઓને પણ છોડાવી.
19
નાનું કે મોટું, પુત્રો કે પુત્રીઓ, કે લૂંટ વગેરે જે કંઈ તેઓ હરી ગયા હતા, તે સર્વમાંથી કંઈ પણ તેમને પાછું મળ્યા વગર રહ્યું નહિ. દાઉદ તે સર્વ પાછું લાવ્યો.
20
અને દાઉદે સર્વ ઘેટાં તથા ઢોરઢાંક લીધાં, ને તેઓએ [બીજા] ઢોરની આગળ [તેમને] હાંકીને કહ્યું, “આ દાઉદની લૂંટ છે.”
21
જે બસો માણસો એટલા બધા થાકી ગયા હતા કે જેઓ દાઉદની સાથે જઈ શક્યા ન હતા, ને જેમને તેમણે બસોર નાળા આગળ રાખ્યા હતા, તેઓની નજીક દાઉદ આવી પહોંચ્યો. ત્યારે તેઓ દાઉદને મળવા તથા તેની સાથેના માણસોને મળવા સામા ગયા. અને દાઉદ તે લોકોની પાસે આવ્યો ત્યારે તેણે તેઓને ક્ષેમકુશળ કહ્યા.
22
ત્યારે જે માણસો દાઉદ સાથે ગયા હતા તેઓમાંના સર્વ દુષ્ટ તથા નીચ માણસોએ કહ્યું, “તેઓ આપણી સાથે આવ્યા ન હતા, માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેમાંથી આપણે તેઓને કંઈ પણ આપવું નહિ, માત્ર પ્રત્યેકને તેની પત્ની તથા તેનાં બાળકો જ આપવાં કે, તેમને લઈને તેઓ વિદાય થાય.”
23
ત્યારે દાઉદે કહ્યું, “મારા ભાઈઓ, જે યહોવાએ આપણને બચાવી રાખ્યા છે, તથા આપણી વિરુદ્ધ આવેલી ટુકડીને આપણા હાથમાં સોંપી દીધી છે, તેમણે આપણને જે આપ્યું છે તે વિષે તમારે એમ કરવું નહિ.
24
એ બાબતમાં તમારું કોણ સાંભળશે? કેમ કે લડાઈમાં જનારને જેવો ભાગ મળે તેવો જ ઉચાળા પાસે રહેનારને પણ મળવો જોઈએ. તેઓને સરખો ભાગ મળશે.”
25
તે દિવસથી માંડીને આજ સુધીને માટે તેણે એ જ નિયમ તથા વિધિ ઇઝરાયલને માટે ઠરાવ્યા.
26
દાઉદ સિક્લાગમાં આવ્યો, ત્યારે તેણે લૂંટમાંથી કેટલીક યહૂદિયાના વડીલોને ત્યાં, એટલે તેના મિત્રોને ત્યાં, મોકલાવીને કહાવ્યું, “જુઓ, યહોવાના શત્રુઓ પાસેથી પડાવી લીધેલી લૂટમાંથી આ ભેટ તમારે માટે,
27
તેમ જ બેથેલ-વાસીઓને ત્યાં, દક્ષિણના રામોથ-વાસીઓને ત્યાં, યાત્તરી-વાસીઓને ત્યાં;
28
અરોએર-વાસીઓને ત્યાં, સિફમોથવાસીઓને ત્યાં, એશ્તમોઆવાસીઓને ત્યાં;
29
રાખાલવાસીઓને ત્યાં, યરાહમેલીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં, કેનીઓનાં નગરોના રહેવસીઓને ત્યાં;
30
હોર્મોવાસીઓને ત્યાં, કાર-આશાનવાસીઓને ત્યાં, આથાખવાસીઓને ત્યાં,
31
હેબ્રોનવાસીને ત્યાં, તથા જે બધે સ્થળે દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા, ત્યાં [તેણે મોકલાવી].
← Chapter 29
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 31 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31