bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
2 Kings 18
2 Kings 18
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 17
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 19 →
1
ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયાને ત્રીજે વર્ષે એમ થયું કે, યહૂદિયાના રાજા આહાઝનો દીકરો હિઝકિયા રાજ કરવા લાગ્યો.
2
તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યું, તેની માનું નામ અબી હતું. તે ઝખાર્યાની દીકરી હતી.
3
તેના પિતૃ દાઉદે જે બધું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
4
તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભોને ભાંગી નાખ્યાં, અશેરા [મૂર્તિ] ને કાપી નાખી, અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. કેમ કે તે દિવસો સુધી ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા હતા; અને તેણે તેનું નામ નહુશ્તાન પાડ્યું.
5
તે ઇઝરાયલના ઈશ્વર યહોવા પર ભરોસો રાખતો હતો; એટલે તેની પાછળ કે તેની અગાઉ યહૂદિયાના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો.
6
કેમ કે તે યહોવાને વળગી રહ્યો, ને તેમનું અનુકરણ કરવાથી તે અટક્યો નહિ. યહોવાએ જે આજ્ઞાઓ મૂસાને ફરમાવી હતી, તે તેણે પાળી.
7
યહોવા તેની સાથે હતા. જ્યાં જ્યાં તે ગયો, ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આશૂરના રાજાની સામે બંડ કર્યું, ને તેની તાબેદારી કરી નહિ.
8
તેણે પલિસ્તીઓને ગાઝા તથા તેની સરહદ સુધી, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી હાંકી કાઢ્યા.
9
હિઝકિયા રાજાએ ચોથે વર્ષે, એટલે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયાને સાતમે વર્ષે એમ થયું કે આશૂરના રાજા શાલ્માનેસેરે સમરુન પર ચઢાઈ કરીને તેને ઘેરી લીધું.
10
ત્રીજા વર્ષની આખરે તેઓએ તે સર કર્યું. હિઝકિયાને છઠ્ઠે વર્ષે, એટલે ઇઝરાયલના રાજા હોશિયાને નવમે વર્ષે, સમરુન સર કરવામાં આવ્યું.
11
આશૂરનો રાજા ઇઝરાયલને પકડીને આશૂરમાં લઈ ગયો, ને હલાહમાં, ગોઝાન નદી [પર આવેલા] હાબોરમાં તથા માદીઓનાં નગરોમાં તેઓને રાખ્યા.
12
કારણ કે તેઓએ પોતાના ઈશ્વર યહોવાની વાણી સાંભળી નહિ, પણ તેમના કરારનું. એટલે યહોવાના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તેનું ઉલ્લંઘન કર્યું, ને તેને કાન દીધો નહિ તથા તે પ્રમાણે કર્યું નહિ.
13
હવે હિઝકિયા રાજાની કારકીર્દીના ચૌદમાં વર્ષે આશૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાના સર્વ કોટવાળા નગર પર સવારી કરીને તે સર કર્યા.
14
અને યહૂદિયાના રાજા હિઝકિયાએ લાખીશમાં આશૂરના રાજા પાસે માણસો મોકલીને કહાવ્યું “મેં અપરાધ કર્યો છે. તમે મારી પાસેથી પાછા જાવ; તો તમે જે [શરતો] મારી આગળ મૂકશો તે હું કબૂલ રાખીશ.” અને આશૂરના રાજાએ યહૂદિયાના રાજા હિઝકિયાને માથે ત્રણસો તાલંત રૂપાની તથા ત્રીસ તાલંત સોનાની ખંડણી કરાવી.
15
જે બધું રૂપું યહોવાના મંદિરમાંથી તથા રાજાના મહેલના ભંડારમાંથી મળ્યું, તે હિઝકિયાએ [તેને] આપ્યું.
16
તે સમયે યહૂદિયાના રાજા હિઝકિયાએ યહોવાના મંદિરના કમાડો [પરથી], તથા પોતે મઢેલા સ્તંભો [પરથી સોનું] ઉખેડી લઈને આશૂરના રાજાને આપ્યું.
17
અને આશૂરના રાજાએ લાખીશથી તાર્તાન, રાબસારીસ તથા રાબશાકેહને મોટા સૈન્ય સાથે હિઝકિયા રાજા પાસે યરુશાલેમ મોકલ્યા. તેઓ નીકળીને યરુશાલેમ આવ્યા. ત્યાં પહોચ્યા પછી તેઓએ ધોબીના ખેતરની સડક પર જે ઉપરનું તળાવ છે તેના ગરનાળા પાસે મુકામ કર્યો.
18
તેઓએ રાજાને બોલાવ્યો, ત્યારે હિલ્કિયાનો દીકરો એલ્યાકીમ જે ઘરનો કારભારી હતો તે, શેબ્ના ચિટનીસ તથા આસાફનો દીકરો યોઆહ ઈતિહાસકાર તેમની પાસે બહાર આવ્યા.
19
રાબશાકેહે તેમને કહ્યું, “હવે તમે હિઝકિયાને કહો કે, આશૂરનો રાજાધિરાજ એમ પૂછે છે કે, તું કોના ઉપર ભરોસો રાખે છે?
20
તું કહે છે કે, ‘યુદ્ધને માટે બુદ્ધિ તથા પરાક્રમ [અમારામાં છે], ’ પણ એ તો માત્ર નકામી વાતો છે. કોના પર ભરોસો રાખીને તેં મારી વિરુદ્ધ બંડ કર્યું છે?
21
તું આ છૂંદાઈ ગયેલા બરુરૂપી લાકડી પર, એટલે મિસર પર, ભરોસો રાખે છે. પણ તે તો તેના પર આધાર રાખનારની હથેલીમાં પેસીને તેને વીંધી નાખશે. મિસરનો રાજા ફારુન પોતાના પર ભરોસો રાખનાર સર્વની સાથે એવી જ રીતે વર્તે છે.
22
જો તમે મને કહેશો કે, ‘અમે અમારા ઈશ્વર યહોવા પર ભરોસો રાખીએ છીએ.’ તો શું, તે એ જ દેવ નથી કે જેનાં ઉચ્ચસ્થાનો તથા જેની વેદીઓ હિઝકિયાએ કાઢી નાખ્યા છે, ને યહૂદિયાને તથા યરુશાલમને ફરમાવ્યું છે કે, ‘તમારે યરુશાલેમમાં આ જ વેદી આગળ ધર્મક્રિયાઓ કરવી?’
23
તો હવે કૃપા કરીને મારા ધણી આશૂરના રાજા સાથે તું શરત માર; એટલે કે જો તું તારા તરફથી સવારી કરનારા પૂરા પાડી શકે તો હું તને બે હજાર ઘોડા આપું.
24
[જો તારાથી એ ન બની શકે તો] તું રથોને માટે તથા સવારોને માટે મિસર પર ભરોસો રાખીને મારા ધણીના એક નબળામાં નબળા સરદારને કેમ કરીને પાછો હઠાવી શકે?
25
શું હું યહોવા [ની આજ્ઞા] વિના આ જગાનો નાશ કરવા તેના પર ચઢી આવ્યો છું? યહોવાએ મને કહ્યું છે, ‘ આ દેશ પર સવારી કરીને તેનો નાશ કર.’”
26
ત્યારે હિલ્કિયાના દીકરા એલ્યાકીમે, શેબ્નાએ તથા યોઆહે રાબશાકેહને કહ્યું, “કૃપા કરીને આ તમારા સેવકો સાથે અરામી ભાષામાં બોલો; કેમ કે અમે તે સમજીએ છીએ. કોટ પર જે લોકો [બેઠેલા] છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદીઓની ભાષામાં બોલશો નહિ.”
27
ત્યારે રાબશાકેહે તેઓને કહ્યું, “શું મારા ધણીએ એ વચનો ફક્ત તારા ધણીને તથા તમને કહેવા માટે મોકલ્યો છે? જે માણસો કોટ પર બેઠેલા છે, અને જેઓ તમારી સાથે પોતાની વિષ્ઠા ખાવાને ને પોતાનું મૂત્ર પીવાને નીર્માણ થયેલા છે, તેઓને કહેવાને માટે મને મોકલ્યો નથી?”
28
પછી રાબશાકેહે ઊભા થઈને મોટે સાદે યહૂદીઓની ભાષામાં પોકારીને કહ્યું, “આશૂરના રાજાધિરાજનું વચન સાંભળો.
29
રાજા આમ કહે છે કે, હિઝકિયાથી તમે ઠગાતા નહિ, કેમ કે તેમને મારા હાથમાંથી છોડાવી શકશે નહિ.
30
વળી ‘યહોવા આપણને નિશ્ચે છોડાવશે, ને આ નગર આશૂરના રાજાના હાથમાં આપવામાં નહિ આવે, ’ એમ કહીને હિઝકિય તમારી પાસે યહોવા પર [ખોટો] ભરોસો ન રખાવે.
31
તમારે હિઝકિયાનું સાંભળવું નહિ; કેમ કે આશૂરનો રાજા કહે છે કે, મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો. અને જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા પોતાના દેશ જેવો ધાન્ય તથા દ્રક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષવાડીઓનો, જૈતતેલનો તથા મધનો દેશ છે અને જ્યાં તમે જીવતા રહોને માર્યા ન જાઓ, ત્યાં તમને લઈ જઉં નહિ,
32
ત્યાં સુધી તમે દરેક પોતપોતાના દ્રાક્ષાવેલાનું ને પોતપોતાની અંજીરીનું ફળ ખાજો, ને પોતપોતાના ટાંકામાંથી પાણી પીજો. જ્યારે હિઝકિયા તમને સમજાવે, ‘યહોવા આપણને છોડાવશે, ’ ત્યારે તમે તેનું સાંભળશો નહિ.
33
શું પ્રજાઓના દેવોમાંના કોઈએ કદી પણ પોતાના દેશને આશૂરના રાજાના હાથમાંથી છોડાવ્યો છે?
34
હમાથ તથા આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમના, હેનાના, તથા ઈવ્વાના દેવો ક્યાં છે? શું તેઓએ સમરુનને મારા હાથમાંથી છોડાવ્યું છે?
35
એ દેશોના સર્વ દેવોમાંથી એવા કોણ છે કે જેમણે પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યાં હોય કે, યહોવા યરુશાલેમને મારા હાથમાંથી છોડાવે?”
36
રાજનો હુકમ હતો, “તેને ઉત્તર આપવો નહિ, ” તેથી લોક ચૂપ રહ્યા ને તેને ઉત્તરમાં એક શ્બ્દ પણ કહ્યો નહિ.
37
પછી હિલ્કિયાનો દીકરો એલ્યાકીમ જે ઘરનો કારભારી હતો તે, શેબ્ના ચિટનીસ, તથા આસાફનો દીકરો યોઆહ ઈતિહાસકાર પોતાના વસ્ત્ર ફાડીને હિઝકિયા પાસે આવ્યા, ને તેને રાબશાકેહનાં વચનો કહી સંભળાવ્યાં.
← Chapter 17
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 19 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25