bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
2 Samuel 13
2 Samuel 13
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 14 →
1
ત્યાર પછી આમ બન્યું:દાઉદના દિકરા આબ્શાલોમને તામાર નામે એક સુંદર બહેન હતી. અને દાઉદના દિકરા આમ્નોને તેનો મોહ લાગ્યો હતો.
2
આમ્મોન પોતાની બહેન તામાર માટે એટલો બધો મોહાંધ થઈ ગયો કે તે માંદો પડ્યો, કેમ કે તે કુંવારી હતી, અને તેને કંઈ પણ કરવું તે આમ્મોનને મુશ્કેલ લાગ્યું.
3
પણ દાઉદના ભાઈ શિમયાનો યોનાદાબ નામે દિકરો આમ્નોનનો મિત્ર હતો; અને આ યોનાદાબ ઘણો પાક્કો માણસ હતો.
4
તેણે આમ્નોનને કહ્યું, “હે રાજપુત્ર, તું રોજ રોજ કેમ સુકાતો જાય છે? શું મને તું નહિ કહે?” આમ્નોને તેને કહ્યું, “મારા ભાઈ આબ્શાલોમની બહેન તામારનો મને મોહ લાગ્યો છે.”
5
યોનાદાબે તેને કહ્યું, “તારા પલંગ પર સૂઈ જઈને માંદો હોવાનો ઢોંગ કર; અને તારા પિતા તને જોવા આવે ત્યારે તેમને કહેજે, ‘મારી બહેન તામાર મારી પાસે આવીને મને ખાવાને અન્ન આપે, ને મારા જોતાં રસોઈ બનાવે, કે હું તે જોઉં ને તેના હાથે ખાઉં એવી ગોઠવણ કૃપા કરીને કરો.’”
6
એટલે આમ્નોન સૂઈ ગયો, ને માંદો હોવાનો ઢોંગ કર્યો; રાજા તેને જોવા આવ્યો, ત્યારે આમ્નોને તેને કહ્યું, “કૃપા કરીને મારી બહેન તામારને મારી પાસે મોકલો, કે મારઅ જોતાં તે મારે માટે બેએક પોળીઓ બનાવે, ને હું તેના હાથે ખાઉં.”
7
આથી દાઉદે તામારને ઘેર માણસ મોકલીને કહાવ્યું, “હમણાં તાર ભાઈ આમ્નોનને ઘેર જઈને તેને માટે રસોઈ બનાવ.”
8
તેથી તામાર પોતાના ભાઈ આમ્મોનને ઘેર ગઈ, તો તે સૂતેલો હતો. તેણે આટો લઈને મસળ્યો, ને તેના જોતાં પોળીઓ બનાવીને તે પોળીઓ શેકી.
9
પછી તેણે તવો લઈને તેની આગળ તે ઠાલવી; પણ તેણે ખાવા ના પાડી. આમ્મોને કહ્યું, “સર્વ માણસોને મારી પાસેથી બહાર મોકલી દે.” એટલે સર્વ માણસો તેની પાસેથી બહાર ગયા.
10
આમ્મોને તામારને કહ્યું, “ખાવાનું શયનગૃહમાં લાવ કે, હું તારા હાથ ખાઉં.” પોતે જે પોળીઓ બનાવી હતી તે લઈને તામાર પોતાના ભાઈ આમ્નોન પાસે શયનગૃહમાં લાવી.
11
અને તે તે ખાવાને તેની પાસે લાવી ત્યારે તેણે તેને પકડીને કહ્યું, “આવ, મારી બહેન, મારી સાથે સૂઈ જા.”
12
તેણે તેને ઉત્તર આપ્યો, “નહિ, મારા ભાઈ, મારા પર બળત્કાર કરશો નહિ, કેમ કે ઇઝરાયલમાં એવું કંઈ થવું ન જોઈએ. એવી મૂર્ખાઈ તમે ન કરો.
13
અને હું મારી ફજેતી લઈને ક્યાં જાઉં? વળી તમે તો ઇઝરાયલમાં એક મૂર્ખ જેવા બનશો. તો હવે મહેરબાની કરીને તમે રાજાને કહો, કેમ કે તે મને તમારાથી પાછી રાખશે નહિ.”
14
પણ તેણે તેનું કહેવું માન્યું નહિ, પણ તે તેનાં કરતાં બળવાન હોવાથી તેના પર બળાત્કાર કરીને તેની સાથે સૂઈ ગયો.
15
ત્યાર પછી આમ્નોનને તેના પર અતિશય ધિક્કાર આવ્યો, કારણ કે જે પ્રેમથી તે તેને ચાહતો હતો તે કરતાં જે ધિક્કાર તેને તેના પર આવ્યો તે અધિક હતો. આમ્નોને તેને કહ્યું, “ઊઠ, જતી રહે.”
16
ત્યારે તામારે તેને કહ્યું, “એમ નહિ, કેમ કે જે કુકર્મ તમે મારી સાથે કર્યું છે, તે કરતાં મને કાઢી મૂકવી એ વધારે ભૂંડું છે.” પણ તેણે તેનું કહેવું સાંભળ્યું નહિ.
17
પછી તેણે પોતાની સારવાર કરનાર જુવાનને બોલાવીને કહ્યું, “આ સ્ત્રીને હમણાં જ મારી પાસેથી બહાર કાઢી મૂકીને તેની પાછળ બારણું બંધ કર.”
18
અને તેણે નવરંગી વસ્ત્રો પહેરેલાં હતાં, કેમ કે રાજાની કુંવારી દીકરીઓ એવા જામા પહેરતી હતી. પછી તેના ચાકરે તેને બહાર કાઢી મૂકીને તેની પાછળ બારણું બંધ કર્યું.
19
અને તામારે પોતાના માથા પર રાખ નાખી, ને પોતે પહેરેલું નવરંગી વસ્ત્ર ફાડ્યું. અને પોતાના હાથ માથા પર મૂકીને મોટેથી રડતી રડતી તે ચાલી ગઈ.
20
તેના ભાઈ આબ્શાલોમે તેને પૂછ્યું, “શું તારો ભાઈ આમ્નોન તારી પાસે આવ્યો હતો? પણ હવે મારી બહેન, છાની રહે; તે તારો ભાઈ છે; એ વાત મનમાં ન લાવીશ.” અને તામાર પોતાના ભાઈ આબ્શાલોમને ઘેર લાચાર સ્થિતિમાં રહી.
21
પણ દાઉદ રાજાએ એ સર્વ વાતો સાંભળી, ત્યારે તેને ઘણો ક્રોધ ચઢ્યો.
22
આબ્શાલોમે આમ્નોનને સારું કે નરસું કંઈ કહ્યું નહિ, કેમ કે આબ્શાલોમને આમ્નોન પર ક્રોધ ચઢ્યો હતો, કારણ કે તેણે તેની બહેન તામાર પર બળાત્કાર કર્યો હતો.
23
પૂરાં બે વર્ષ પછી એમ થયું કે એફ્રાઈમ પાસેના બાલ-હાસોરમાં આબ્શાલોમે ઘેટાં કાતરનારાઓને બોલાવેલા હતા. ત્યારે આબ્શાલોમે રાજાના સર્વ પુત્રોને નોતર્યા.
24
અને આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું, “રાજાજી, હું હમણાં મારા ઘેટાં કતરાવી રહ્યો છું. તો તમે તમારા સર્વ અમલદારો સાથે આવો એવી મારી વિનંતી છે.”
25
રાજાએ આબ્શાલોમને કહ્યું, “એમ નહિ, મારા દિકરા, અમે સર્વ તો નહિ આવીએ, રખેને અમે તને ભારરૂપ થઈએ.” અને તેણે રાજાને આગ્રહ કર્યો; પરંતુ તે ગયો નહિ. પણ રાજાએ તેને આશીર્વાદ આપ્યો.
26
પછી આબ્શાલોમે કહ્યું, “જો એમ નહિ, તો કૃપા કરીને મારા ભાઈ આમ્નોનને અમારી સાથે આવવા દો. રાજાએ તેને કહ્યું, “તે તારી સાથે શા માટે આવે?”
27
પણ આબ્શાલોમે રાજાને આગ્રહ કર્યો, માટે તેણે આમ્નોનને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા.
28
આબ્શાલોમે પોતાનઅ ચાકરોને આજ્ઞા કરી, કે આમ્નોનનું મન દ્રાક્ષારસથી મગ્ન થઈ જાય, તે ધ્યાનમાં રાખજો. અને હું તમને કહું, ‘આમ્નોનને મારો, ’ ત્યારે તેને મારી નાખજો, બીશો નહિ; શું મેં તમને આજ્ઞા આપી નથી? હિમ્મતવાન અને શૂરવીર થજો.”
29
અને આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને કર્યું, ત્યારે રાજાના બધા પુત્રો ઊઠ્યા, અને દરેક જણ પોતપોતાના ખચ્ચર પર બેસીને નાસી ગયો.
30
તેઓ માર્ગમાં હતા એટલામાં એમ થયું કે દાઉદને એવા સમાચાર મળ્યા, “આબ્શાલોમે રાજાના બધા પુત્રોને મારી નાખ્યા છે, ને તેઓમાંથી એક પણ બચ્યો નથી.”
31
ત્યારે રાજાએ ઊઠીને પોતાના વસ્ત્રો ફાડ્યાં, ને તે જમીન પર આળોટ્યો. અને સર્વ ચાકરો ફાટેલાં વસ્ત્ર પહેરીને તેની પાસે ઊભા રહ્યા.
32
દાઉદના ભાઈ શિમયાના પુત્ર યોનાદાબે [રાજાને] કહ્યું, “મારા મુરબ્બીએ એવું ન ધારવું કે તેઓએ સર્વ જુવાનોને એટલે રાજાના પુત્રોને મારી નાખ્યા છે, માત્ર આમ્નોન મરણ પામ્યો છે. જે દિવસે તેણે આબ્શાલોમની બહેન પર બળાત્કાર કર્યો, ત્યારથી તેણે કરેલા નિશ્ચય પ્રમાણે આ થયું છે.
33
માટે હવે રાજાના સર્વ પુત્રો મરણ પામ્યા છે, એમ ધારીને મારા મુરબ્બી રાજાએ પોતાના મનમાં દુ:ખી થવું નહિ, કેમ કે માત્ર આમ્નોન મરણ પામ્યો છે.”
34
પણ આબ્શાલોમ નાઠો. અને જે જુવાન ચોકી કરતો હતો તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની પાછળના પર્વતની બાજુને માર્ગે ઘણા લોક આવતા હતા.
35
યોનાદાબે રાજાને કહ્યું, “જો, રાજાના પુત્રો આવી પહોંચ્યા છે; જેમ તારા દાસે કહ્યું તેમ જ છે.”
36
તે બોલી રહ્યો કે તરત એમ થયું, કે જુઓ, રાજાના પુત્રો આવી પહોંચ્યા, ને પોક મૂકીને રડ્યા. અને રાજા તથા તેની સાથે તેના સર્વ ચાકરો પણ બહુ રડ્યા.
37
પણ આબ્શાલોમ નાસીને ગશૂરના રાજાની એટલે આમિહુદના દિકરા તાલ્માયની પાસે જતો રહ્યો. અને [દાઉદ] પોતાના પુત્ર ને માટે દરરોજ શોક કરતો.
38
એમ આબ્શાલોમ નાસીને ગશૂર જતો રહ્યો, ને ત્યાં ત્રણ વર્ષ રહ્યો.
39
દાઉદ રાજા [નો જીવ] આબ્શાલોમને મળતા જવા માટે તલપતો હતો, કેમ કે આમ્નોનના મરણ વિષે તો તેને દિલાસો મળ્યો હતો.
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 14 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24