bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Acts 9
Acts 9
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 8
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 10 →
1
પણ શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને
2
તેણે તેની પાસેથી દમસ્કસમાંની સભાઓ પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.
3
તે ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો.
4
તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી, “શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?”
5
ત્યારે તેણે કહ્યું, “પ્રભુ તમે કોણ છો?” તેમણે કહ્યું, “હું ઈસુ છું કે, જેને તું સતાવે છે;
6
પણ તું ઊઠ, શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.”
7
તેની સાથે ચાલનારા માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને જોયા નહિ.
8
પછી શાઉલ જમીન પરથી ઊઠ્યો, તેની આંખો ઊઘડી ત્યારે તે કંઈ જોઈ શક્યો નહિ, એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કસમાં દોરી ગયા.
9
ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ, અને તેણે કંઈ ખાધું કે પીધું નહિ.
10
હવે દમસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું, “અનાન્યા, ત્યારે તેણે કહ્યું, “પ્રભુ, હું આ રહ્યો.”
11
ત્યારે પ્રભુએ તેને કહ્યું, “ઊઠીને પાધરા નામના રસ્તામાં જા, ને શાઉલ નામે તાર્સસના એક માણસ વિષે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ; કેમ કે જો, તે પ્રાર્થના કરે છે.
12
તેણે [દર્શનમાં] જોયું છે કે, અનાન્યા નામે એક માણસ અંદર આવીને તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે.”
13
પણ અનાન્યાએ ઉત્તર આપ્યો, “પ્રભુ, યરુશાલેમમાંના તારા સંતોને એ માણસે કેટલું બધું દુ:ખ આપ્યું છે એ મેં ઘણા [નાં મોં] થી સાંભળ્યું છે.
14
અને જેઓ તમારે નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વને બાંધીને લઈ જવા માટે મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે.”
15
પણ પ્રભુએ તેને કહ્યું, “તું ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે.
16
કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે, એ હું તેને બતાવીશ.”
17
ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તે ઘરમાં પ્રવેશ્યો, અને તેના પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ, જે તમને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તમે દેખતા થાઓ, અને પવિત્ર આત્માથી તમે ભરપૂર થાઓ, માટે મને મોકલ્યો છે.”
18
ત્યારે તેની આંખો પરથી તત્કાળ છાલાં જેવું કંઈ ખરી પડયું, એટલે તે દેખતો થયો; અને ઊઠીને તે બાપ્તિસ્મા પામ્યો.
19
તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી. પછી તે દમસ્કસમાં શિષ્યોની સાથે કેટલાક દિવસ રહ્યો.
20
તેણે તરત જ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યા કે, “તે ઈશ્વરના દીકરા છે.”
21
જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા, “જેણે આ નામની પ્રાર્થના કરનારાઓનો યરુશાલેમમાં ઘાણ વાળ્યો, અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે અહીં આવ્યો છે, તે શું એ નથી?”
22
પણ શાઉલમાં વિશેષ બળ આવતું ગયું, અને [ઈસુ] તે જ ખ્રિસ્ત છે એનાં પ્રમાણો આપીને તેણે દમસ્કસમાં રહેનારા યહૂદીઓને ગૂંચવી નાખ્યા.
23
ઘણા દિવસ વીત્યા પછી યહૂદીઓએ તેને મારી નાખવાની મસલત કરી.
24
પણ તેઓનું કાવતરું શાઉલને માલૂમ પડ્યું. તેઓએ તેને મારી નાખવા માટે રાતદિવસ દરવાજાઓની પણ ચોકી કરી;
25
પણ તેના શિષ્યોએ તેને રાત્રે ટોપલામાં [બેસાડીને] કોટ ઉપરથી ઉતારી મૂક્યો.
26
તેણે યરુશાલેમ આવીને શિષ્યોની સાથે મળી જવાને કોશિશ કરી, પણ તેઓ બધા તેનાથી બીતા હતા, કેમ કે તે શિષ્ય છે એવું તેઓ માનતા નહોતા.
27
પણ બાર્નાબાસ તેને પ્રેરિતોની પાસે તેડી ગયો, અને તેણે માર્ગમાં કેવી રીતે પ્રભુને જોયા હતા, અને કેવી રીતે તે તેની સાથે બોલ્યા હતા, અને તેણે કેવી રીતે દમસ્કસમાં ઈસુને નામે હિંમતથી ઉપદેશ કર્યો હતો, એ તેણે તેઓને કહી બતાવ્યું.
28
ત્યાર પછી યરુશાલેમમાં તેઓની સાથે તે આવજા કરતો રહ્યો.
29
તે હિંમતથી પ્રભુને નામે ઉપદેશ કરતો હતો, અને ગ્રીક યહૂદીઓ સાથે વાદવિવાદ કરતો હતો, પણ તેઓ તેને મારી નાખવાનો લાગ શોધતા હતા.
30
જયારે ભાઈઓના જાણવામાં તે આવ્યું ત્યારે તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, અને ત્યાંથી તેઓએ તેને તાર્સસ મોકલી દીધો.
31
ત્યારે આખા યહૂદિયા, ગાલીલ તથા સમરૂનમાંની મંડળી દઢ થઈને શાંતિ પામી. અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને વધતી ગઈ.
32
પિતર બધે ફરતો ફરતો લુદા રહેનારા સંતોની પાસે પણ આવ્યો.
33
ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો, તે પક્ષઘાતી હતો, અને આઠ વરસથી ખાટલે પડેલો હતો.
34
પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊઠ, અને તારું બિછાનું ઊંચકી લે;” એટલે તે તરત ઊઠ્યો.
35
[ત્યારે] લુદા તથા શારોનના બધા રહેવાસીઓ તેને જોઈને પ્રભુ તરફ વળ્યા.
36
હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું, તે બાઈ રૂડી કરણીઓમાં આગળ પડતી તથા પુષ્કળ દાનધર્મ કરતી હતી.
37
તે સમયે તે માંદી પડીને ગુજરી ગઈ. અને તેઓએ તેને નવડાવીને મેડી પર સુવાડી.
38
હવે લુદા જોપ્પા પાસે હતું, તેથી પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે માણસને તેની પાસે મોકલીને એવી આજીજી કરી, “અમારી પાસે આવવાને તું ઢીલ કરીશ નહિ.”
39
ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, અને તે આવી પહોંચ્યો એટલે તેઓ તેને મેડી ઉપર લઈ ગયા. બધી વિધવાઓ તેની પાસે ઊભી રહીને રુદન કરતી હતી, અને દરકાસ તેઓની સાથે હતી ત્યારે તેણે જે પહેરણ તથા વસ્ત્રો બનાવ્યાં હતાં તે તેઓ તેને બતાવતી હતી.
40
પણ પિતરે તે સર્વને બહાર કાઢીને ઘૂંટણે પડીને પ્રાર્થના કરી પછી શબ તરફ ફરીને તેણે કહ્યું, “તાબીથા, ઊઠ.” ત્યારે તેણે પોતાની આંખો ઉઘાડી અને પિતરને જોઈને તે બેઠી થઈ.
41
પછી તેણે તેને હાથ આપીને ઉઠાડી. અને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી બતાવી.
42
આખા જોપ્પામાં એ વાતની ખબર પડી, એટલે ઘણાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.
43
પછી જોપ્પામાં સિમોન નામે એક ચમારને ત્યાં [પિતર] ઘણા દિવસો સુધી રહ્યો.
← Chapter 8
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 10 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28