bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Ecclesiastes 11
Ecclesiastes 11
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 10
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 12 →
1
તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને [પાછું] મળશે.
2
સાતને, હા, વળી આઠને પણ કંઈક હિસ્સો આપ; કેમ કે પૃથ્વી પર શી આપત્તિ આવશે, તે તું જાણતો નથી.
3
જો વાદળાં વરસાદથી ભરેલાં હોય, તો તેઓ પૃથ્વી પર ઠલવાઈ જાય છે; જો કોઈ ઝાડ દક્ષિણ તરફ કકે ઉત્તર તરફ પડે, તો તે જ્યાં પડે ત્યાં જ રહેશે.
4
જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ; અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહિ.
5
વાયુની ગતિ શી છે, તથા ગર્ભવતીના ઉદરમાં હાડકાં કેવી રીતે [વધે છે] તે જેમ તું નથી જાણતો, તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે બધું તું જાણતો નથી.
6
સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમ કે આ સફળ થશે કે, તે સફળ થશે તે તું જાણતો નથી.
7
ખરેખર અજવાળું રમણીય છે, ને સૂર્ય જોવો એ આંખને ખુશકારક લાગે છે.
8
જો માણસ ઘણાં વર્ષ જીવે, તો તે બધાં [વર્ષો] માં તેણે આનંદ કરવો; પણ તેણે અંધકારના દિવસ યાદ રાખવા, કેમ કે તેઓ ઘણા હશે. જે બધું બને છે તે વ્યર્થતા જ છે.
9
હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર; અને તારી જુવાનીના દિવસોમાં તારું હ્રદય તને ખુશ રાખે. તારા હ્રદયના માર્ગોમાં તથા તારી આંખોની દષ્ટિ પ્રમાણે તું ચાલ; પણ તારે નકકી જાણવું કે, આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.
10
માટે તારા અંત:કરણમાંથી ખેદ દૂર કર, ને તારું શરીર ભૂંડાઈથી દૂર રાખ; કેમ કે યુવાવસ્થા તથા ભરજુવાની વ્યર્થતા છે.
← Chapter 10
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 12 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12