bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Esther 2
Esther 2
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 3 →
1
અહાશ્વેરોશ રાજાનો ક્રોધ શમ્યો, ત્યાર પછી વાશ્તી રાણીએ જે કર્યું હતું તે, તથા તેની વિરુદ્ધ જે હુકમ કાઢવામાં આવ્યો હતો તે તેને યાદ આવ્યાં.
2
ત્યારે રાજાની ખિજમત કરનારા સેવકોએ કહ્યું, “રાજાને માટે સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી.
3
રાજાએ પોતાના રાજ્યના સર્વ પ્રાંતોમાં અમલદારોને એ કામને માટે નીમવા જોઈએ કે તેઓ સર્વ સુંદર જુવાન કુમારિકાઓને સૂસાના મહેલના જનાનખાનામાં, રાજાના ખોજા હેગેના હવાલામાં એકઠી કરે. અને તેઓને જોઈએ એવાં સુગંધી દ્રવ્યો આપવાં.
4
જે કુમારિકા રાજાને પસંદ પડે તે વાશ્તીને બદલે રાણી થાય.” એ વાત રાજાને ગમી; અને તેણે એ પ્રમાણે કર્યું
5
મોર્દખાય નામનો એક યહૂદી સૂસાના મહેલમાં હતો. તે કીશના પુત્ર શિમઈના પુત્ર યાઈરનો પુત્ર હતો. તે બિન્યામીની હતો.
6
બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યખોન્યાની સાથે યરુશાલેમથી જે બંદીવાનોને લઈ ગયો હતો તેમાંનો તે પણ એક હતો.
7
તેણે પોતાના કાકાની દીકરી હદાસ્સા, એટલે એસ્તેરને ઉછેરીને મોટી કરી હતી. કેમ કે તેને માતાપિતા નહોતાં. તે કુમારિકા સુંદર કાંતિની તથા સ્વરૂપવાન હતી; અને તેના માતાપિતાના મૃત્યુ પછી મોર્દખાયે તેને પોતાની દીકરી કરી લીધી હતી.
8
રાજાનો હુકમ તથા ઠરાવ સાંભળીને ઘણી કુમારિકાઓને સૂસાના મહેલમાં હેગેના હવાલામાં એકઠી કરવામાં આવી, ત્યારે એસ્તેર પણ રાજાને ઘેર હેગે ખોજાના હવાલામાં આવી.
9
એ કુમારિકા તેને પસંદ પડી, તેથી તેના પર મહરબાની થઈ. અને તાકીદે તેણે રાજાના ઘરમાંથી તેને જોઈએ તેવાં સુગંધીદ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભા પ્રમાણે સાત દાસીઓ આપ્યાં. વળી તેને તથા તેની દાસીઓને જનાનખાનામાં સહુથી ઉત્તમ ઓરડાઓ પણ આપ્યા.
10
એસ્તેરે પોતાની જાત, ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહિ, કેમ કે મોર્દખાયે તેને તેમ કરવાની મના કરી હતી.
11
એસ્તેરની શી હાલત છે તથા તેનું શું થશે એ જાણવા માટે મોર્દખાય પ્રતિદિન જનાનખાનાના આંગણા સામે હેરાફેરા મારતો હતો.
12
સ્ત્રીઓની રીત પ્રમાણે પ્રત્યેક કુમારિકાની માવજત બાર માસ સુધી થતી. (કેમ કે તેઓને તૈયાર કરવાના દિવસો આ રીતે પૂરા થતા, એટલે છ માસ બોળના તેલથી, ને છ માસ સુગંધી પદાર્થોથી તથા સ્ત્રીઓને પાવન કરનારા પદાર્થોથી [તેઓને તૈયાર કરવામાં આવતી].) પછી જ્યારે અહાશ્વેરોશ રાજાની હજૂરમાં જવાનો તેનો વારો આવતો,
13
ત્યારે ધારો એવો હતો કે જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી વખતે તે જે કંઈ માગે તે તેને આપવામાં આવે.
14
સાંજે તે અંદર જતી, અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો શાશ્ગાઝ જે ઉપપત્નીઓનો રક્ષક હતો તેના હવાલામાં પાછી આવતી. રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે તે સિવાય તે કદી ફરીથી રાજા પાસે જતી નહિ.
15
હવે મોર્દખાયે પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરી કરી લીધી હતી, તેનો જ્યારે રાજાની પાસે અંદર જવાનો વારો આવ્યો, ત્યારે રાજાના ખોજા તથા સ્ત્રીરક્ષક હેગેએ જે નીમ્યું હતું તે સિવાય તેણે બીજું કંઈ માગ્યું નહિ. જેઓએ એસ્તેરને જોઈ તે સર્વએ તેનાં વખાણ કર્યાં.
16
એસ્તેર અહાશ્વેરોશ રાજાની કારકિર્દીના સાતમા વર્ષના દશમા માસમાં, એટલે ટેબેથ માસમાં, તેની હજૂરમાં તેના રાજમહેલમાં દાખલ થઈ.
17
રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તેર પર વધારે પ્રમ રાખ્યો, અને તણે એસ્તેર પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહરબાની રાખી. માટે રાજાએ એસ્તેરને માથે રાજમુગટ પહેરાવીને વાશ્તીને સ્થાને તેને રાણી ઠરાવી.
18
તે વખતે રાજાએ પોતાના સર્વ સરદારોને તથા પોતાના સેવકોને મોટી મિજબાની આપી. તે મિજબાની એસ્તેરના માનમાં હતી તેણે પ્રાંતોમાં તે દિવસ તહેવાર તરીકે પાળવાનો હુકમ કર્યો, અને રાજાને શોભે તેવી બક્ષિસો આપી.
19
બીજી વખત કુમારિકાઓ એકઠી કરવામાં આવી ત્યારે મોર્દખાય રાજાના દરવાજામાં બેઠો હતો.
20
મોર્દખાયના ફરમાવ્યા પ્રમાણે હજુ સુધી એસ્તેરે પોતાની જાત ગોત્ર વિષે ખબર પડવા દીધી ન હતી. એસ્તેર મોર્દખાયને ઘેર રહેતી હતી, ત્યારની જેમ હાલ પણ તે તેની આજ્ઞા પાળતી હતી.
21
મોર્દખાય રાજાના દરવાજામાં બેઠેલો હતો તે દરમિયાન રાજાના દરવાનોમાંના બિગ્થાન તથા તેરેશ નામના બે ખવાસોએ ગુસ્સે થઈને અહાશ્વેરોશ રાજા પર હાથ નાખવાની કોશિશ કરી.
22
તે વાત મોર્દખાયના જાણવામાં આવી, તે તેણે એસ્તેર રાણીને જણાવી. અને એસ્તેરે મોર્દખાયને નામે તે બાબત રાજાને કહી દીધી.
23
તે વાતની તપાસ થતાં તે ખરી માલૂમ પડી, તેથી તે બન્નેને એક ઝાડ પર ફાંસી આપવામાં આવી. અને રાજાની પાસે રખાતા કાળવૃત્તાંતના પુસ્તકમાં તેની નોંધ લેવામાં આવી.
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 3 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10