bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Ezra 2
Ezra 2
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 3 →
1
બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકને બંદિવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓ તેઓ આ પ્રમાણે છે:
2
તેઓ ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બુલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ તથા બાનાની સાથે આવ્યા. ઇઝરાયલી લોકની સંખ્યા:
3
પારોશના પુત્રો, બે હજાર એકસો બોતેર.
4
શફાટ્યાના પુત્રો, ત્રણસો બોતેર.
5
આરાહના પુત્રો, સાતસો પંચોતેર.
6
પાહાથ-મોઆબના પુત્રો, યેશૂઆ તથા યોઆબના પુત્રોમાંના, બે હજાર આઠસો બાર.
7
એલામના પુત્રો, એક હજાર બસો ચોપન.
8
ઝાત્તુના પુત્રો, નવસો પિસ્તાળીસ.
9
ઝાક્કાયના પુત્રો, સાતસો સાઠ.
10
બાનીના પુત્રો, છસો બેતાળીસ.
11
બેબાયના પુત્રો, છસો ત્રેવીસ.
12
આઝગાદના પુત્રો, એક હજાર છસો બાવીસ.
13
અદોનિકામના પુત્રો, છસો છાસઠ.
14
બિગ્વાયના પુત્રો, બે હજાર છપ્પન.
15
આદીનના પુત્રો, ચારસો ચોપન.
16
હિઝકિયાના આટેરના પુત્રો, અઠ્ઠાણું.
17
બેસાયના પુત્રો, ત્રણસો ત્રેવીસ.
18
યોરાના પુત્રો, એકસો બાર.
19
હાશુમના પુત્રો, બસો ત્રેવીસ.
20
ગિબ્બારના પુત્રો, પંચાણું.
21
બેથલેહેમના પુત્રો, એકસો ત્રેવીસ.
22
ટોફાના મનુષ્યો, છપ્પન.
23
અનાથોથના મનુષ્યો, એકસો અઠ્ઠાવીસ.
24
આઝમાવેથના પુત્રો, બેતાળીસ.
25
કિર્યાથ-આરીમના, કફીરાના અને બેરોથના પુત્રો, સાતસો તેંતાળીસ.
26
રામાને ગેબાના પુત્રો, છસો એકવીસ.
27
મિખ્માસના મનુષ્યો, એકસો બાવીસ.
28
બેથેલ ને આયના મનુષ્યો, બસો ત્રેવીસ.
29
નબોના પુત્રો, બાવન.
30
માગ્બીશના પુત્રો, એકસોછપ્પન.
31
બીજા એલામના પુત્રો, એક હજાર બસો ચોપન.
32
હારીમના પુત્રો, ત્રણસો વીસ.
33
લોદના, હાદીદના તથા ઓનોના પુત્રો, સાતસો પચીસ.
34
યરીખોના પુત્રો, ત્રણસો પિસ્તાળીસ.
35
સનાઆહાના પુત્રો, ત્રણ હજાર છસો ત્રીસ.
36
યાજકો:યદાયાના પુત્રો, યોશુઆના કુટુંબના, નવસો તોંતેર.
37
ઇમ્મેરના પુત્રો, એક હજાર બાવન.
38
પાશહૂરના પુત્રો, એક હજાર બસો સુડતાળીસ.
39
હારીમના પુત્રો, એક હજાર સત્તર.
40
લેવીઓ:હોદ્દાવ્યાના પુત્રોમાં, યેશૂઆ તથા કાદમીએલના પુત્રો, ચુંમોતેર.
41
ગવૈયાઓ:આસાફના પુત્રો, એકસો અઠ્ઠાવીસ.
42
દ્વારપાળો:શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા, અને શોબાયના પુત્રો, સર્વ મળીને એકસો ઓગણચાળીસ.
43
મંદિરના સેવકો:સીહા, હસૂફા, ટાબ્બાઓથ,
44
કેરોસ, સીહા, પાદોન,
45
લબાના, હગાબા, આક્કૂબ,
46
હાગાબ, શામ્લાય, હાનાન,
47
ગેદ્દેલ, ગહાર, રાયા,
48
રસીન, નકોદા, ગાઝામ,
49
ઉઝ્ઝા, પાસેઆ, બેસાઈ,
50
આસના, મેઉનીમ, નફીસીમ,
51
બાકબુક, હાકૂફા, હારહૂર,
52
બાસ્લુથ, મહીદા, હાર્શા,
53
બાર્કોસ, સીસરા, તેમા,
54
નસીઆ તથા હાટીફાના પુત્રો,
55
સુલેમાનના સેવકોના પુત્રો:સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
56
યઅલાહ, દાર્કોન, ગિદ્દેલ,
57
શફાટ્યા, હાટીલ, પોખેરેશ-હાસ્બાઈમ તથા આમીના પુત્રો.
58
સર્વ નથીનીમ તથા સુલેમાનના સેવકોના પુત્રો મળીને ત્રણસો બાણું હતાં.
59
તેલ-મેલાહ, તેલ-હાર્શા, ખરુબ, અદાન, તથા ઇમ્મેર, તેમાંથી જેઓ પાછા આવ્યા. જેઓ ઇઝરાયલીઓમાના હતા કે નહિ એ વિષે પોતાના પૂર્વજોની વંશાવળી બતાવી શક્યા નહિ, તેઓ આ છે:
60
દલાયા, ટોબિયા તથા નકોદાના પુત્રો, છસો બાવન,
61
યાજકોના પુત્રોમાંના: હબાયાના પુત્રો, હાક્કોસના પુત્રો, બાર્ઝિલાય જે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એક સ્ત્રી પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના પુત્રો.
62
એઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ, તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજકપદમાંથી બરતરફ થયા.
63
સરસૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ તથા તુમ્મીમ પહેરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.
64
સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી,
65
તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ, સાત હજાર ત્રણસો સાડત્રીસ હતાં; તેઓમાં ગવૈયાઓ તથા ગાનારીઓ બસો હતાં.
66
તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા; ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં.
67
ઊંટ ચારસો પાત્રીસ; અને ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.
68
યરુશાલેમમાંના યહોવાના મંદિરમાં જ્યારે પિતૃઓનાં કુટુંબોમાંથી કેટલાક વડીલો આવ્યા, ત્યારે ઈશ્વરના મંદિરને તેની જગા ઉપર ઊભું કરવાને તેઓએ રાજીખુશીથી અર્પણ આપ્યાં.
69
તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ રૂપું, તથા યાજકના સો પોશાક આપ્યા.
70
એમ યાજકો, લેવીઓ, તથા કેટલાક લોકો:ગવૈયાઓ, દ્વારપાળો, તથા નથીનીમ, યરુશાલેમમાં અને સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યાં.
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 3 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10