bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Nehemiah 9
Nehemiah 9
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 8
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 10 →
1
એ માસને ચોવીસમે દિવસે, ઇઝરાયલી લોકો ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને પોતાના પર ધૂળ નાખીને ભેગા થયા.
2
ઇઝરાયલના સંતાન સર્વ પરદેશીઓથી જુંદા થયાં. તેઓએ ઊભા રહીને પોતાનાં પાપ તથા પોતાના પિતૃઓના અન્યાયો કબૂલ કર્યાં.
3
તેઓએ પોતાની ગજાએ ઊભા રહીને એક પહોર સુધી પોતાના ઈશ્વર યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું. અન બીજે પહોરે તેઓએ પાપ કબૂલ કરીને પોતાના ઈશ્વર યહોવાનું ભજન કર્યું.
4
યેશૂઆ, બાની, કાહ્મીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, બાની તથા કનાની, એ સર્વએ લેવીઓની સીડી ઉપરથી મોટે અવાજે પોતાના ઈશ્વર યહોવાની વિનંતી કરી.
5
યેશૂઆ, કાહ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા, એ લેવીઓએ કહ્યું, “ઊભા થઈને આપણા ઈશ્વર યહોવા જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો; અને એમ બોલો કે, તમારું બુલંદ નામ કે કે જે સર્વ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે, તેને ધન્ય હો!
6
તમે એકલા, હા, તમે એકલા જ યહોવા છો. આકાશ, આકાશોનું આકાશ, તથા તેઓનું સર્વ તારામંડળ, પૃથ્વી તથા તે પરનાં સર્વ પ્રાણીપદાર્થો, સમુદ્ર તથા તેઓમાંના સર્વ જીવજંતુઓ તમે ઉત્પન્ન કર્યા છે, તમે તે સર્વનું રક્ષણ કરો છો; અને આકાશનું સૈન્ય તમને ભજે છે.
7
તમે તે જ યહોવા ઈશ્વર છો કે, જે ઇબ્રામને પસંદ કરીને કાસ્તદીઓના ઉરમાથી કાઢી લાવ્યા, ને તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું.
8
તેનું અંત:કરણ તમને તમારા પ્રત્યે વિશ્વાસુ માલૂમ પડયું. કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરિઝીઓનો, યબૂસીઓનો અને ગિર્ગાશીઓનો દેશ તેના સંતાનને આપવાનો કરાર તમે તેની સાથે કર્યો; અને તમે ન્યાયી હોવાથી તમે તમારું વચન પાળ્યું છે.
9
તમે મિસરમાં અમારા પિતૃઓનું દુ:ખ જોયું, અને રાતા સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો.
10
તમે ફારુન પર, તેના સર્વ ચાકરો પર, અને તેના દેશના સર્વ લોકો પર ચિહ્નો તથા ચમત્કારો દેખાડ્યાં; કારણ કે તમે જાણતા હતા કે, તેઓ તેમની પ્રત્યે ગર્વથી વર્તતા હતા; અને આજની જેમ તમે તમારું નામ પ્રતિષ્ઠિત કર્યું.
11
તમે તેઓની આગળથી સમુદ્રના બે ભાગ કરી નાખ્યા, તેથી તેઓ સમુદ્રની કોરી ભૂમી ઉપર ચાલીને પેલે પાર ગયા. અને જેમ પથ્થરને મહા જળમાં [ફેંકવામાં આવે] તેમ, તેઓની પાછળ લાગેલાઓને તમે ઊંડાણમાં ફેંકી દીધા.
12
વળી જે માર્ગે તેઓએ જવું જોઈએ, તેમાં તેઓને પ્રકાશ આપવાને માટે દિવસે મેધસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.
13
સિનાય પર્વત પર પણ તમે ઊતરી આવ્યા. આકાશમાંથી તમે તેઓની સાથે બોલ્યા. તમે તેઓને વાસ્તવિક હુકમો તથા સત્ય નિયમો, સારા વિધિઓ તથા આજ્ઞાઓ આપ્યાં.
14
તમે તમારા પવિત્ર સાબ્બાથો વિષે તેઓને જ્ઞાન આપ્યું. તમારા સેવક મૂસાની મારફતે તમે તેઓને આજ્ઞાઓ, વિધિઓ તથા નિયમશાસ્ત્ર ફરમાવ્યાં.
15
તેઓની ભૂખ મટાડવા માટે તમે તેઓને આકાશમાથી અન્ન આપ્યું. તેઓની તૃષા છિપાવવા માટે ખડકમાંથી પાણી કાઢ્યું, અને જે દેશ તેઓને આપવા માટે તમે સોગન ખાધા હતા, તેને કબજે કરીને તેમાં વસવાની તમે તેઓને આજ્ઞા આપી.
16
પણ અમારા પૂર્વજોએ તથા તેઓએ ગર્વ કરીને પોતાની ગરદન અક્કડ કરી, ને તમારી આજ્ઞાઓની દરકાર કરી નહિ.
17
[તમારું] કહ્યું માન્યું નહિ, અને તમારા જે ચમત્કારો તમે તેઓને બતાવ્યા, તે તેઓએ ધ્યાનમાં લીધા નહિ. પણ તેઓએ પોતાની ગરદન અક્કડ કરી, અને પોતાની ગુલામી સ્થિતિમાં પાછા જવા માટે બંડ કરીને પોતાને માટે એક આગેવાન ઠરાવ્યો; પણ તમે ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, રહેમદિલ, મંદક્રોધી તથા પુષ્કળ દયાળુ ઈશ્વર છો. તેથી તમે તેઓને તજી દીધા નહિ.
18
હા, તેઓએ પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવીને કહ્યું, ‘તને મિસરમાંથી કાઢી લાવનાર તારો દેવ તે આ છે, ’ એમ તેઓએ ઘણાં ક્રોધજનક કામો કર્યા.
19
તોપણ તમે પુષ્કળ દયાળુ હોવાથી તેઓને તમે અરણ્યમાં તજી દીધા નહિ. તેઓને માર્ગ બતાવવાને દિવસે મેઘસ્તંભ અને રાત્રે તેઓને પ્રકાશ આપવાને આગ્નિસ્તંભ તેઓના ઉપરથી ખસતો નહિ.
20
વળી બોધ કરવા માટે તમે તમારો ઉત્તમ આત્મા તેઓને આપ્યો, ને તમારું માન્ના તેઓના મોંથી પાછું રાખ્યું નહિ, ને તેઓની તૃષા છિપાવવા માટે તેઓને પાણી આપ્યું.
21
હા, તમે ચાળીસ વર્ષ સુધી તેઓનું પાલનપોષણ કરીને તેઓને અરણ્યમાં નિભાવ્યા, તેઓને કશાની ખોટ પડી નહોતી. તેઓના વસ્ત્રો જૂનાં થયાં નહિ, ને તેઓના પગ સૂજ્યા નહિ.
22
વળી તમે તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાં, ને તમે તેઓને આખો દેશ વહેંચી આપ્યો. અને હેશ્બોનના રાજા સીહોનના દેશનું, તથા બાશાનના રાજા ઓગના દેશનું વતન તેઓને પ્રાપ્ત થયું.
23
વળી તમે તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃધ્ધી કરી, અને જે દેશ વિષે તમે તેઓના પૂર્વજોને કહ્યું હતું, ‘તેઓ તેમાં પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરશે, ’ તેમાં તમે તેઓને લાવ્યા.
24
એમ તે વંશજોએ અંદર પ્રવેશ કરીને તે દેશનો કબજો લીધો, તમે તેઓની સામે તે દેશના રહેવાસી કનાનીઓને પરાજિત કર્યા, અને તેઓ તેમની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને, તેઓના રાજાઓને તથા તે દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા.
25
તેઓએ કિલ્લાવાળાં શહેરો તથા રસાળ ભૂમી લઈ લીધાં. સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ધરો, ખોદેલા કૂવા, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ, તથા પુષ્કળ ફળઝાડો તેઓના કબજામાં આવ્યાં. આ સર્વ સમૃદ્ધિથી તેઓ તૃપ્ત થયા, ને તમારી મોટી કૃપાથી આનંદ પામ્યા.
26
તોપણ તેઓએ તમારી આજ્ઞા પાળી નહિ, તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યુ. તમારા નિયમશાસ્ત્રને તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું, ને જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વાળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા, ને તેઓએ ઘણા ક્રોધજનક કામો કર્યા.
27
માટે તમે તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દીધા, ને તેઓએ તેઓને સંતાપ્યા. તેઓએ પોતાના સંકટસમયે તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળ્યું; અને તમે મહાન દયાળું હોવાથી તમે ને તેઓને ઉદ્ધારકો આપ્યા કે, જેમણે તેઓને શત્રુના હાથમાંથી બચાવ્યા.
28
પણ તેઓનો બચાવ થયો, એટલે ફરી તેઓએ અમરી સમક્ષ દુષ્ટતા દાખવી; તે માટે તમે તેઓને તેઓના શત્રુઓના તાબામાં રહેવા દીધા, અને તેઓએ તેમના ઉપર ધણીપણું કર્યું. તોપણ જ્યારે તેઓએ પાછા ફરીને તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળીને, અને તેમના પર દયા લાવીને તેઓને તમે વારંવાર છોડાવ્યા.
29
તમારા નિયમ પ્રમાણે પાછા વર્તવાને તમે તેઓને ચેતવણી આપી. તોપણ તેઓએ ગર્વ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો, પણ તમારા હુકમો, (જેમને જે કોઈ પાળે તે તેઓથી જીવે,) તેઓની વિરુદ્ધ તેઓએ પાપ કર્યા, ને હઠીલા થઈને પોતાની ગરદન અક્કડ કરી, અને સાંભળવા ચાહ્યું નહિ.
30
તોપણ તમે તેઓ પ્રત્યે બહુ વરસો સુધી ખામોશી રાખી, ને તમે તેઓને તમરા આત્મા વડે તમારા પ્રબોધકો દ્વારા ચેતવણી આપી; તોપણ તેઓએ સાંભળ્યું નહિ; માટે તમે તેઓને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દીધા.
31
તોપણ તમે મહાન દયાળુ હોવાથી તમે તેઓનો છેક અંત લાવ્યા નહિ કે, તેઓને તજી દીધા નહિ; કેમ કે તમે કૃપાળુ તથા કરુણાળુ ઈશ્વર છો.
32
હે અમારા ઈશ્વર, મહાન, પરાક્રમી તથા ભયાવહ ઈશ્વર, કરાર પાળનાર તથા દયા રાખનાર આશૂરના રાજાઓના વખતથી તે આજ દિન સુધી જે જે કષ્ટ અમારા પર, અમારા રાજાઓ પર, અમારા સરદારો પર, અમારા યાજકો પર, અમારા પ્રબોધકો પર, અમારા પિતૃઓ પર તથા અમારા સર્વ લોકો પર પડ્યાં છે, તે સર્વને તમે તમારી નજરમાં જૂજ ગણશો નહિ.
33
પરંતુ અમારા પર જે વીત્યું છે, તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વાજબી કર્યું છે, પણ અમે તો દુષ્ટતા કરી છે.
34
અમારા રાજાઓએ, અમારા સરદારોએ, અમારા યાજકોએ, તેમ જ અમારા પિતૃઓએ તમારો નિયમ પાળ્યો નથી, અને તમારી આજ્ઞાઓ ને તમારાં સાક્ષ્યો, જે વડે તમે તેઓને ચેતવણી આપી, તેમના પર તેઓએ લક્ષ આપ્યું નથી.
35
તમે તેમના પર મોટો ઉપકાર કરીને રાજ્ય આપ્યું તથા વિશાળ અને રસાળ દેશ તેઓને કબજે સોંપ્યો, તે છતાં તેઓએ તમારી સેવા કરી નહિ, અને તેઓ અપકૃત્યો કરતાં પાછા હઠ્યા નહિ.
36
જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો હતો કે, તેનું ફળ તથા તેની ઉત્તમ ઊપજ તેઓ ખાય, તે દેશમાં અમે આજે દાસ છીએ.
37
અમારાં પાપોને લીધે જે રાજાઓ તમે અમારા ઉપર ઠરાવ્યા છે, તેઓને તે દેશમાંથી બહુ ઊપજ પ્રાપ્ત થાય છે. વળી તે રાજાઓ પોતાની ઈચ્છા પ્રમાણે અમારા પંડ પર તથા અમારા જાનવર પર સત્તા ચલાવે છે. આ પ્રમાણે અમે મોટા સંકટમાં આવી પડ્યા છીએ.
38
એ સર્વને લીધે અમે નક્કી કરાર કરીએ છીએ; અને તે નોંધીએ છીએ. તે પર અમારા સરદારો, અમારા લેવીઓ [તથા] અમારા યાજકો પોતપોતાની મુદ્રા કરે છે.”
← Chapter 8
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 10 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13