bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Proverbs 11
Proverbs 11
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 10
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 12 →
1
ખોટાં ત્રાજવાં યહોવાને કંટાળારૂપ છે; પણ અદલ વજનિયાંથી તે રાજી થાય છે.
2
અહંકાર આવે છે, ત્યારે ફજેતી પણ આવે છે; પણ નમ્રજનો પાસે જ્ઞાન હોય છે.
3
પ્રામાણિક માણસોની નેકી તેઓને દોરશે; પણ ધુતારાઓ પોતાના કપટથી નાશ પામશે.
4
કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી; પણ નેકી મોતથી ઉગારે છે.
5
યથાર્થીની નેકી તેનો માર્ગ સીધો કરે છે; પણ દુષ્ટ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે.
6
પ્રામાણિક માણસો પોતાની નેકીથી બચી જશે; પણ કપટ કરનારાઓ તેમની પોતાની જ [યોજનામાં] સપડાઈ જશે.
7
દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુસમયે નાશ પામશે; અને અન્યાયીની આશા નાશ પામે છે.
8
સદાચારીને સંકટમાંથી છૂટો કરવામાં આવે છે, અને તેને સ્થાને દુષ્ટ આવે છે.
9
અધર્મી પોતાને મોઢેથી પોતાના પડોશીનો નાશ કરે છે; પણ સમજદારીથી સદાચારીનો બચાવ થશે.
10
નેક માણસોની આબાદીમાં નગર હરખાય છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે.
11
પ્રામાણિકની આશિષથી નગરની ઉન્નતિ થાય છે; પણ દુષ્ટના મોઢાથી તો તે પાયમાલ થાય છે.
12
પોતાના પડોશીને તુચ્છ માનનાર અજ્ઞાન છે; પણ બુદ્ધિમાન માણસ છાનો રહે છે.
13
સ્થળે સ્થળે ફરીને ચાડી કરનાર માણસ છાની વાતોને ઉઘાડી કરે છે; પણ વિશ્વાસુ મનનો માણસ એવી વાત છાની રાખે છે.
14
જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો [ખાડામાં] પડે છે; પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.
15
પારકાનો જામીન થનારને ખેદ થશે; પણ જામીનગીરીને ધિક્કારનાર નિર્ભય છે.
16
સુશીલ સ્ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.
17
દયાળુ માણસ પોતાના આત્માનું હિત કરે છે; પણ ઘાતકી માણસ પોતાના દેહને દુ:ખમાં નાખે છે.
18
દુષ્ટની કમાણી ઠગારી છે; પણ નેકીનું બીજ વાવનારને ખચીત બદલો [મળે છે].
19
જે માણસ નેકીમાં સુદઢ છે તે જીવન [સંપાદન કરે છે]; પણ ભૂંડું શોધનાર પોતાનું જ મોત [લાવે છે].
20
વિપરીત અંત:કરણવાળા માણસોથી યહોવા કંટાળે છે; પણ જેઓ પોતાની વર્તણૂકમાં પૂર્ણ છે તેઓ તેને આનંદરૂપ છે.
21
ખાતરીથી [કહું છું] કે દુષ્ટ માણસ શિક્ષા પામ્યા વગર નહિ રહેશે; પણ સદાચારીઓના સંતાનનો બચાવ થશે.
22
જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે, તેમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે.
23
નેક માણસની ઇચ્છા ફક્ત શુભ હોય છે; પણ દુષ્ટની અપેક્ષા કોપરૂપ છે.
24
એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ કરે છે; વળી એવા પણ છે કે જેઓ ઘટે તે કરતાં વધારે સંઘરી રાખે છે, તોપણ તેઓ માત્ર કંગલાવસ્થામાં આવે છે.
25
ઉદાર જીભ પુષ્ટ થશે; અને પાણી પાનાર પોતે પણ પીશે.
26
અનાજ સંઘરી રાખનારને લોક શાપ આપશે; પણ તે વેચનારના માથા પર આશીર્વાદ રહેશે.
27
ખંતથી હિત શોધનારને [ઇશ્વરની] કૃપા મળે છે; પણ જે નુકસાન શોધે છે, તેના પર તે જ આવી પડશે.
28
પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે; પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે.
29
જે પોતાના જ ઘરનાંને દુ:ખ આપે છે, તેને પવનનો વારસો મળશે; અને મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર થશે.
30
નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે; અને જે જ્ઞાની છે તે [બીજા] આત્માઓને બચાવે છે.
31
નેકીવાનોને પૃથ્વી પર બદલો મળશે; તો દુષ્ટ તથા પાપીને બદલો [મળશે] તે કેટલું બધું [ખાતરીભરેલું છે]!
← Chapter 10
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 12 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31