bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Psalms 119
Psalms 119
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 118
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 51
Chapter 52
Chapter 53
Chapter 54
Chapter 55
Chapter 56
Chapter 57
Chapter 58
Chapter 59
Chapter 60
Chapter 61
Chapter 62
Chapter 63
Chapter 64
Chapter 65
Chapter 66
Chapter 67
Chapter 68
Chapter 69
Chapter 70
Chapter 71
Chapter 72
Chapter 73
Chapter 74
Chapter 75
Chapter 76
Chapter 77
Chapter 78
Chapter 79
Chapter 80
Chapter 81
Chapter 82
Chapter 83
Chapter 84
Chapter 85
Chapter 86
Chapter 87
Chapter 88
Chapter 89
Chapter 90
Chapter 91
Chapter 92
Chapter 93
Chapter 94
Chapter 95
Chapter 96
Chapter 97
Chapter 98
Chapter 99
Chapter 100
Chapter 101
Chapter 102
Chapter 103
Chapter 104
Chapter 105
Chapter 106
Chapter 107
Chapter 108
Chapter 109
Chapter 110
Chapter 111
Chapter 112
Chapter 113
Chapter 114
Chapter 115
Chapter 116
Chapter 117
Chapter 118
Chapter 119
Chapter 120
Chapter 121
Chapter 122
Chapter 123
Chapter 124
Chapter 125
Chapter 126
Chapter 127
Chapter 128
Chapter 129
Chapter 130
Chapter 131
Chapter 132
Chapter 133
Chapter 134
Chapter 135
Chapter 136
Chapter 137
Chapter 138
Chapter 139
Chapter 140
Chapter 141
Chapter 142
Chapter 143
Chapter 144
Chapter 145
Chapter 146
Chapter 147
Chapter 148
Chapter 149
Chapter 150
Chapter 120 →
1
આલેફ સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે.
2
તેમનાં સાક્ષ્ય પાળનારાઓને ધન્ય છે; તેઓ પૂર્ણ હ્રદયથી તેમને શોધે છે.
3
તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.
4
તમે તમારાં શાસનો ચોક્સાઈથી પાળવાનું અમને ફરમાવ્યું છે.
5
તમારા વિધિઓ પાળવાને માટે મારા આચારવિચાર દઢ થાય તો કેવું સારું!
6
હું તમારી સર્વ આજ્ઞાઓનું સન્માન કરું, તો પછી હું ફજેત થનાર નથી.
7
તમારા અદલ ઇનસાફથી હું માહિતગાર થઈશ, ત્યારે હું શુદ્ધ અંત:કરણથી તમારો આભાર માનીશ.
8
હું તમારા વિધિઓ પાળીશ; તમે મારો ત્યાગ કરશો નહિ. બેથ
9
જુવાન માણસ પોતાનો જીવનક્રમ શાથી શુદ્ધ કરી શકે? તમારા વચન પ્રમાણે [તેને વિષે] સાવધ રહેવાથી.
10
મેં મારા ખરા હ્રદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.
11
હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હ્રદયમાં રાખી મૂક્યું છે.
12
હે યહોવા, તમે સ્તુત્ય છે; તમારા વિધિઓ મને શીખવો.
13
મારા હોઠોથી મેં તમારા મુખનાં સર્વ ન્યાયવચનો વર્ણવ્યાં છે.
14
તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ ધનદોલત જેટલો આનંદ મળ્યો છે.
15
હું તમારાં શાસનોનું મનન કરીશ; અને તમારા માર્ગોને માનપૂર્વક જોઈશ.
16
તમારા વિધિઓ [પાળવા] માં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ. ગિમેલ
17
આ તમારા સેવક સાથે ઉદારતાથી વર્તો, જેથી હું જીવતો રહીને તમારું વચન પાળું.
18
તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડો.
19
હું તો પૃથ્વી પર મુસાફર છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો
20
તમારાં ન્યાયવચનોની અભિલાષા રાખતાં રાખતાં મારું હ્રદય સદા આશાભંગ થઈ ગયું છે.
21
તમે ગર્વિષ્ઠોને ધમકાવો છો; તમારી આજ્ઞાઓને તજીને ભટકનારાઓ પર શાપ આવે છે.
22
મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો કેમ કે મેં તમારાં સાક્ષ્યો માન્યાં છે.
23
સરદારો પણ પોતાના આસન પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા; પણ તમારા સેવકે તો તમારા વિધિઓનું મનન કર્યું છે.
24
વળી તમારાં સાક્ષ્યોથી મને હર્ષ થાય છે. તેમ જ તેઓ મારા મંત્રીઓ પણ છે. દાલેથ
25
મારો આત્મા ધૂળભેગો થઈ ગયો છે; તમારા વચન પ્રમાણે મને જીવાડો.
26
મેં મારા માર્ગો પ્રગટ કર્યા, અને તમે મને ઉત્તર આપ્યો; મને તમારા વિધિઓ શીખવો.
27
મને તમારાં શાસનોનો માર્ગ સમજાવો; જેથી હું તમારાં આશ્ચર્યકારક કૃત્યો પર ધ્યાન રાખું.
28
મારો જીવ શોકથી પીગળી જાય છે; તમારા વચન પ્રમાણે મને બળવાન કરો.
29
અસત્યનો માર્ગ મારાથી દૂર કરો. કૃપા કરીને તમારો નિયમ શીખવો.
30
મેં સત્યનો માર્ગ પસંદ કર્યો છે; મેં મારી નજરમાં તમારાં ન્યાયવચનોને રાખ્યાં છે.
31
હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું; હે યહોવા, મને ફજેત ન કરો.
32
હું તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ, કેમ કે તમે મારા હ્રદયને પ્રફુલ્લિત કરો છો. હે
33
હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો; હું છેક સુધી તે પ્રમાણે ચાલીશ.
34
મને સમજણ આપો, એટલે હું તમારો નિયમ પાળીશ. હા, મારા ખરા હ્રદયથી તેને માનીશ.
35
તમારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવો; કેમ કે તેમાં હું સંતોષ પામું છું.
36
લોભ તરફ નહિ, પણ તમારાં સાક્ષ્યો તરફ મારું મન વાળો.
37
વ્યર્થતામાંથી મારી દષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો.
38
તમારો ભય ઉપજાવનારું તમારું જે વચન છે તે તમારા સેવકના લાભમાં દઢ કરો.
39
જે અપમાનથી હું બીહું છું તે મારાથી દૂર કરો; કેમ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે.
40
હું તમારાં શાસનોની અભિલાષા રાખું છું; તમારા ન્યાયીપણાથી મને જીવાડો. વાવ.
41
હે યહોવા, તમારા વચન પ્રમાણે તમારી કૃપા મારા પર થાઓ, અને મારું તારણ કરો.
42
તેથી હું મારું અપમાન કરનારને ઉત્તર આપી શકીશ; કેમ કે મને તમારા વચનનો ભરોસો છે.
43
મારા મુખમાંથી સત્યવચનો કદી ન લઈ લો; કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.
44
હું નિરંતર તમારો નિયમ સદા સર્વદા પાળીશ.
45
હું તમારાં શાસનોનો શોધનાર છું; માટે હું નિરાંતે જીવીશ.
46
વળી રાજાઓની આગળ હું તમારાં સાક્ષ્યો કહી સંભળાવીશ, અને [તેમાં] શરમાઈશ નહિ.
47
તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ; તેઓ પર મેં પ્રેમ કર્યો છે.
48
તમારી આજ્ઞાઓ [પાળવા] પણ હું મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; અને હું તમારા વિધિઓનું મનન કરીશ. ઝ
49
તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો.
50
મારા દુ:ખમાં મને દિલાસો મળ્યો છે કે, તમારા વચને મને જીવાડ્યો છે.
51
ગર્વિષ્ઠોએ મારો બહુ તિરસ્કાર કર્યો છે, તોપણ હું તમારા નિયમથી પાછો હઠ્યો નથી.
52
હે યહોવા, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં; ને મને દિલાસો મળ્યો છે.
53
જે ભૂંડાઓ તમારા નિયમને તજે છે. તેઓને જોઈને મને ઝનૂન ચઢી આવે છે.
54
તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં મારાં ગીત થયાં છે.
55
હે યહોવા, મેં રાત્રે તમારા નામનું સ્મરણ કર્યું છે, અને તમારો નિયમ પાળ્યો છે.
56
મેં તમારાં શાસનો પાળ્યાં છે, તેથી મને એમ જ થાય છે. ખેથ
57
હે યહોવા, તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ, એમ મેં કહ્યું છે.
58
મેં મારા ખરા હ્રદયથી તમારી કૃપાની માગણી કરી; તમારા વચન પ્રમાણે મારા પર દયા કરો.
59
મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે, અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.
60
મેં તમારી આજ્ઞાઓ પાળવાને ઉતાવળ કરી છે, અને વાર લગાડી નથી.
61
દુષ્ટોનાં બંધનોએ મને ઘેરી લીધો છે: પણ હું તમારા નિયમને વીસરી ગયો નથી.
62
તમારાં અદલ ન્યાયવચનોને લીધે હું તમારો આભાર માનવાને મધરાતે ઊઠીશ.
63
જે કોઈ તમારાં શાસનો પાળનારા તમારા ભક્તો છે, તે સર્વનો હું સોબતી છું.
64
હે યહોવા, તમારી કૃપાથી પૃથ્વી ભરપૂર છે; મને તમારા વિધિઓ શીખવો. ટેથ
65
હે યહોવા, તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે.
66
મને સારો વિવેક તથા ડહાપણ શીખવો; કેમ કે મેં તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ રાખ્યો છે.
67
દુ:ખી થયા પહેલાં હું આડે રસ્તે ગયો હતો; પણ હમણાં હું તમારું વચન પાળું છું.
68
તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; તમારા વિધિઓ મને શીખવો.
69
ગર્વિષ્ઠોએ મારા પર આળ મૂક્યું છે; પણ હું મારા ખરા હ્રદયથી તમારાં શાસનો પાળીશ.
70
તેઓનું અંત:કરણ સ્થૂળ છે; પણ હું તમારા નિયમમાં આનંદ માનું છું
71
હું દુ:ખી થયો હતો તે મને ગુણકારક થઈ પડ્યું છે; કેમ કે હું તમારા વિધિઓ શીખ્યો.
72
હજારો સોનારૂપા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધારે મૂલ્યવાન છે. યોદ
73
તમારા હાથોએ મને ઘડ્યો તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવાને માટે મને સમજણ આપો.
74
તમારાથી બીનારા મને જોઈને આનંદ પામશે; કેમ કે મેં તમારી વાતની આશા રાખી છે.
75
હે યહોવા, તમારાં ન્યાયવચનો અદલ છે, અને વિશ્વાસુપણાને તમે મને દુ:ખી કર્યો છે, એમ હું જાણું છું.
76
તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારી કૃપાથી મને દિલાસો મળો.
77
હું જીવતો રહું માટે તમારી દયા મારી પાસે આવવા દો; કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે.
78
ગર્વિષ્ઠો ફજેત થાઓ; કેમ કે તેઓએ વિનાકારણ મારી સાથે કપટ કર્યું છે; પણ હું તમારાં શાસનોનું મનન કરીશ.
79
તમારા ભક્તો, એટલે જેઓ તમારાં સાક્ષ્યો જાણે છે, તેઓ મારા તરફ વળો.
80
મારું હ્રદય તમારા વિધિઓ વિષે પૂર્ણ થાય કે, મારે લજવાવું ન પડે. કાફ
81
તમારા તારણને માટે મારો જીવ મૂંઝાય છે; પણ હું તમારા વચનની આશા રાખું છું.
82
“તમે મને ક્યારે દિલાસો આપશો?” એમ કહેતાં મારી આંખો તમારા વચનને માટે નિસ્તેજ થઈ જાય છે.
83
વળી હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; તોપણ હું તમારા વિધિઓને વીસરતો નથી.
84
તમારા સેવકના દિવસ કેટલા છે? તમે સતાવનારાનો ન્યાય ક્યારે કરશો?
85
જે ગર્વિષ્ઠો તમારા નિયમાનુસાર વર્તતા નથી, તેઓએ મારે માટે ખાડા ખોદ્યા છે.
86
તેઓ મને વિનાકારણ સતાવે છે; તમે મને સહાય કરો; તમારી સર્વ આજ્ઞાઓ વિશ્વાસયોગ્ય છે.
87
પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો; તોપણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નહિ.
88
તમારી કૃપા પ્રમાણે મને જીવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ. લામેદ
89
હે યહોવા, તમારું વચન આકાશમાં સદા સ્થિર છે.
90
પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું કાયમ રહે છે; તમે પૃથ્વીને સ્થાપી છે, અને તે નીભી રહે છે.
91
આજ સુધી તેઓ તમારાં ન્યાયવચન પ્રમાણે નીભી રહેલાં છે; કેમ કે તેઓ સર્વ તમારા સેવકો છે.
92
જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુ:ખમાં નાશ પામત.
93
હું તમારાં શાસનોને કદી વીસરીશ નહિ; કેમ કે તમે તેઓથી મને જીવાડ્યો છે.
94
હું તમારો છું, મને બચાવો; કેમ કે મેં તમારાં શાસનો શોધ્યાં છે.
95
દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઈ રહ્યા છે; પણ હું તમારાં સાક્ષ્યો ધ્યાનમાં રાખીશ.
96
મેં સર્વ સંપૂર્ણતાની સીમા તો જોઈ છે; પણ તમારી આજ્ઞાની સીમા જ નથી. મેમ
97
હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું.
98
તમારી આજ્ઞાઓ મારા શત્રુઓના કરતાં મને બુદ્ધિમાન કરે છે; કેમ કે તેઓ સદા મારી પાસે છે.
99
મારા સર્વ શિક્ષકો કરતાં હું વધુ સમજું છું; કેમ કે હું તમારાં સાક્ષ્યોનું ધ્યાન ધરું છું.
100
વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું, કેમ કે મેં તમારાં શાસનો પાળ્યાં છે.
101
હું તમારું વચન પાળું માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગથી પાછા હઠાવ્યા છે.
102
હું તમારાં ન્યાયવચનોથી ખસી ગયો નથી; કેમ કે તમે મને શિક્ષણ આપ્યું છે.
103
મારી રુચિને તમારાં વચન કેવાં મીઠાં લાગે છે! તેઓ મારા મુખને મધના કરતાં વધુ મીઠાં છે!
104
તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું હરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. નુન
105
મારા પગોને માટે તમારું વચન દીવારૂપ છે; તે મારા માર્ગને માટે અજવાળારૂપ છે.
106
હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ એવી પ્રતિજ્ઞા મેં કરી હતી, અને તે પાળી પણ છે.
107
હું દુ:ખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવા, તમારા વચન પ્રમાણે મને જીવાડો.
108
હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણ સ્વીકારો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.
109
મારો જીવ સદા મારી મુઠ્ઠીમાં છે; તોપણ હું તમારા નિયમને વીસરતો નથી.
110
દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે; તોપણ હું તમારાં શાસનો મૂકીને ભમી ગયો નથી.
111
મેં તમારાં સાક્ષ્યોને મારો સદાકાળનો વારસો માન્યાં છે; કેમ કે તેઓ મારા હ્રદયનો આનંદ છે.
112
તમારા વિધિઓ છેવટ સુધી સદા પાળવાને મેં મારા હ્રદયને વાળ્યું છે. સામેખ
113
હું બે મોઢાંવાળાઓને ધિક્કારું છું; પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.
114
તમે મારી ઓથ તથા ઢાલ છો; હું તમારા વચનની આશા રાખું છું.
115
અરે ભૂંડું કરનારા, તમે મારી પાસેથી ખસી જાઓ કે, હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.
116
હું જીવું માટે તમારા વચન પ્રમાણે મને આધાર આપો. મારી આશા વિષે મને ફજેત કરશો નહિ.
117
તમે મારા સહાયકારી થાઓ. એટલે હું સલામત રહીશ, અને હું નિત્ય તમારા વિધિઓ પર લક્ષ આપીશ.
118
તમારા વિધિઓથી સર્વ ભમી જનારાને તમે હલકા ગણ્યા છે; કેમ કે તેઓનો ઢોંગ ફોકટ છે.
119
કચરાની જેમ તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને બાતલ કરો છે; માટે હું તમારાં સાક્ષ્યો પર પ્રેમ રાખું છું.
120
તમારા ભયથી હું કાપું છું; અને હું તમારાં ન્યાયવચનથી ડરું છું. હાયિન
121
મેં ન્યાય તથા અદલ ઇનસાફ કર્યો છે; મારા પર જુલમ કરનારાના હાથમાં મને ન સોંપો.
122
તમારા સેવકના કલ્યાણને માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠોને મારા પર જુલમ કરવા ન દો.
123
તમારા તારણની ને તમારા પવિત્ર વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થાય છે.
124
તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો, તમારા વિધિઓ મને શીખવજો.
125
હું તમારો સેવક છું. મને બુદ્ધિ આપો; જેથી હું તમારાં સાક્ષ્યો સમજું.
126
હવે યહોવાને કામ કરવાનો સમય આવ્યો છે; કેમ કે તેઓએ તમારો નિયમ તોડ્યો છે.
127
તેથી હું સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.
128
તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું; હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. પે
129
તમારાં સાક્ષ્યો આશ્ચર્યકારક છે; માટે મારો જીવ તેમને પાળે છે.
130
તમારાં વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે તે ભોળાને સમજણ આપે છે.
131
હું મારું મોં ઉઘાડીને તલપી રહ્યો; કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો.
132
જેમ તમારા નામ પર પ્રેમ રાખનારાની સાથે તમે વર્તો છો, તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો.
133
તમારા વચન પ્રમાણે મારી પાસે ડગલાં ભરાવો; અને કોઈ પણ અન્યાયને મારા પર ધણીપણું કરવા ન દો.
134
માણસના જુલમમાંથી મારો ઉદ્ધાર કરો; એટલે હું તમારાં શાસનો પાળીશ.
135
તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો; અને તમારા વિધિઓ મને શીખવો.
136
તમારો નિયમ તેઓ પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુઓ વહે છે. સાદે
137
હે યહોવા, તમે ન્યાયી છો, તમારાં ન્યાયવચનો યથાર્થ છે.
138
ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે.
139
મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે, તેથી મારા જુસ્સાએ મને ક્ષીણ કરી નાખ્યો છે.
140
તમારું વચન તદ્દન નિર્મળ છે; માટે તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે.
141
હું નાનો તથા ધિક્કારાયેલો છું; તોપણ હું તમારાં શાસનો ભૂલી જતો નથી.
142
તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકનારું ન્યાયીપણું છે, અને તમારો નિયમ સત્ય છે.
143
શોક તથા દુ:ખ મારા પર આવી પડ્યાં છે; તોપણ તમારી આજ્ઞાઓ મારો આનંદ છે.
144
તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; મને સમજણ આપો, એટલે હું જીવતો રહીશ. કોફ
145
મેં ખરા હ્રદયથી વિનંતી કરી છે; હે યહોવા, મને ઉત્તર આપો; હું તમારા વિધિઓ પાળીશ.
146
મેં તમને વિનંતી કરી છે; મને બચાવો; એટલે હું તમારાં સાક્ષ્યો પાળીશ.
147
પ્રભાત થયા પહેલાં મેં અરજ કરી; મેં તમારી વાતની આશા રાખી.
148
તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.
149
તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવા, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જીવાડો.
150
જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી પાસે આવે છે; તેઓ તમારા નિયમથી દૂર છે.
151
હે યહોવા, તમે પાસે છો; અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152
મેં પૂર્વે તમારાં સાક્ષ્યોથી જાણ્યું છે કે, તમે તેઓને સર્વકાળને માટે સ્થાપ્યાં છે. રેશ
153
મારી વિપત્તિ સામું જુઓ, અને મને બચાવો; કેમ કે હું તમારો નિયમ વીસરતો નથી.
154
મારી હિમાયત કરો અને મને છોડાવો; તમારા વચન પ્રમાણે મને જીવાડો.
155
દુષ્ટોથી તારણ વેગળું રહે છે; કેમ કે તેઓ તમારા વિધિઓ શોધતા નથી.
156
હે યહોવા, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જીવાડો.
157
મને સતાવનારા તથા મારા શત્રુઓ ઘણા છે; તોપણ હું તમારાં સાક્ષ્યોથી પાછો હઠી ગયો નથી.
158
મેં વિશ્વાસઘાતીઓને જોયા ત્યારે મેં તેઓને ધિક્કાર્યા, કેમ કે તેઓ તમારાં વચન પાળતાં નથી.
159
હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું તે તમે ધ્યાનમાં લેજો; હે યહોવા, તમારી કૃપા પ્રમાણે મને જીવાડો.
160
તમારું વચન અથથી તે ઇતિ સુધી સત્ય છે; તમારાં સર્વ ન્યાયવચનો સદાકાળ [ટકનારાં છે]. શીન
161
સરદારોએ વિનાકારણ મને સતાવ્યો છે; પણ મારું હ્રદય તમારાં વચનનું ભય રાખે છે.
162
મોટી લૂંટ મેળવનારની જેમ તમારા વચનથી મને આનંદ થાય છે.
163
અસત્ય ઉપર હું દ્વેષ રાખું છું અને તેનાથી કંટાળું છું; પણ તમારા નિયમ ઉપર હું પ્રેમ રાખું છું.
164
તમારાં યથાર્થ ન્યાયવચનોને લીધે હું રોજ સાત વાર તમારી સ્તુતિ કરું છું.
165
તમારા નિયમ પર પ્રેમ રાખનારાને બહુ શાંતિ મળે છે. તેઓને ઠોકર ખાવાનું કંઈ કારણ નથી.
166
હે યહોવા, મેં તમારા તારણની આશા રાખી છે, કેમ કે મેં તમારી આજ્ઞાઓ પાળી છે.
167
મારા આત્માએ તમારાં સાક્ષ્યો પાળ્યાં છે; તેમના પર હું ઘણો જ પ્રેમ રાખું છું.
168
મેં તમારાં શાસનો તથા સાક્ષ્યો પાળ્યાં છે કેમ કે મારી બધી ચાલચલગત તમને વિદિત છે. તાવ
169
હે યહોવા, મારા પોકારને તમારી પાસે આવવા દો; તમારા વચન પ્રમાણે મને સમજણ આપો.
170
મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; તમારા વચન પ્રમાણે મને છોડાવો.
171
મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારો; કેમ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172
મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો; કેમ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે.
173
તમારો હાથ મને સહાય કરવા તૈયાર થાઓ; કેમ કે મેં તમારાં શાસન પસંદ કર્યાં છે.
174
હે યહોવા, હું તમારા તારણને માટે અભિલાષી છું; તમારો નિયમ મારો આનંદ છે.
175
મારા આત્માને જીવાડો, એટલે તે તમારી સ્તુતિ કરશે; તમારાં ન્યાયવચનો મને સહાય કરો.
176
હું ભૂલા પડેલા મેંઢાની જેમ ભટક્યો છું; તમારા સેવકને શોધી કાઢો; કેમ કે હું તમારી આજ્ઞાઓ વીસરી જતો નથી.
← Chapter 118
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 51
Chapter 52
Chapter 53
Chapter 54
Chapter 55
Chapter 56
Chapter 57
Chapter 58
Chapter 59
Chapter 60
Chapter 61
Chapter 62
Chapter 63
Chapter 64
Chapter 65
Chapter 66
Chapter 67
Chapter 68
Chapter 69
Chapter 70
Chapter 71
Chapter 72
Chapter 73
Chapter 74
Chapter 75
Chapter 76
Chapter 77
Chapter 78
Chapter 79
Chapter 80
Chapter 81
Chapter 82
Chapter 83
Chapter 84
Chapter 85
Chapter 86
Chapter 87
Chapter 88
Chapter 89
Chapter 90
Chapter 91
Chapter 92
Chapter 93
Chapter 94
Chapter 95
Chapter 96
Chapter 97
Chapter 98
Chapter 99
Chapter 100
Chapter 101
Chapter 102
Chapter 103
Chapter 104
Chapter 105
Chapter 106
Chapter 107
Chapter 108
Chapter 109
Chapter 110
Chapter 111
Chapter 112
Chapter 113
Chapter 114
Chapter 115
Chapter 116
Chapter 117
Chapter 118
Chapter 119
Chapter 120
Chapter 121
Chapter 122
Chapter 123
Chapter 124
Chapter 125
Chapter 126
Chapter 127
Chapter 128
Chapter 129
Chapter 130
Chapter 131
Chapter 132
Chapter 133
Chapter 134
Chapter 135
Chapter 136
Chapter 137
Chapter 138
Chapter 139
Chapter 140
Chapter 141
Chapter 142
Chapter 143
Chapter 144
Chapter 145
Chapter 146
Chapter 147
Chapter 148
Chapter 149
Chapter 150
Chapter 120 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150